ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા છેલ્લા એક વર્ષથી પરિક્ષામાં ગેરરીતિ અટકે તે
માટે ટેબ્લેટ અને સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. ગુજરાત
માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડને 2014માં ઇ ગવર્નન્સ યોજના
હેઠળ ટેકનોલોજીનો સરકારી કામકાજમાં ઉપયોગ કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ
એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
બોર્ડ પરિક્ષામાં સીસીટીવી અને ટેબલેટનો ઉપયોગ કરવા બદલ તેમજ ધો.10માં સર્વગ્રાહી મુલ્યાંકન પધ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો હતો જેમાં 30 માર્ક સ્કૂલ દ્વારા અને બોર્ડની પરિક્ષાનાં 70 માર્ક એમ કુલ 100 માર્કની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી મોકલવામાં કાગળ, માનવશક્તિ અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યય થતો હતો. તેને અટકાવવા 'ઓનલાઈન ઈન્ટરનલ પ્રેક્ટિકલ માર્કસ કેપ્ચરિંગ'ની પધ્ધતિ દાખલ કરાઈ હતી.
આ પધ્ધતિમાં 10 દિવસમાં 10 લાખ વિદ્યાર્થીઓના 50 લાખ વિષયના માર્કની એન્ટ્રી કરાઈ હતી. આ પ્રોજેક્ટને 'સ્કોચ એવોર્ડ' અને 'ઓર્ડર ઓફ મેરિટ' એનાયત થયો છે. આ જ રીતે પરિક્ષા શુધ્ધીકરણના પ્રયાસ માટે 12 જિલ્લાની 71 સ્કૂલોના 1213 વર્ગખંડોને ટેબલેટ દ્વારા અને અન્ય 30 ટકા જેટલા વર્ગખંડોને સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડ કરાયા હતા. આ કામગીરીના અંતે 744 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી હતી અને તેમને જુલાઈમાં જે તે વિષયની પરીક્ષા ફરીથી આપવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, આ પરીક્ષાને રેમિડીયલ પરીક્ષા નામ અપાયું હતું.