Sep 14, 2014

SAURASHTRA UNIVERSITY COMPETITIVE EXAM MATE NI KASOTI LESHE.

યુનિ.કેરીયર કાઉન્સેલીંગ સેન્ટર સ્પર્ધાત્મક પરીક્ષાની યોજશે કસૌટી.
--> રાજકોટ:સૌરાષ્ટ્ યુનિર્વિસટીના કેરીયસ કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા.૨૪ ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાગૃતિ માટેની કસૌટી સુચેટ યોજવામાં આવનાર છે. યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી, સ્ટાઈલના પ્રિલીમ્સ પેપરથી આ પરીક્ષા લેવાશે.
ગત વર્ષે આ પરીક્ષામાં ૧૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતે તેનાથી પણ વધારે વિદ્યાર્થી આ પરીક્ષામાં બેસે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર યુનિર્વિસટી સાથે જોડાયેલા છે. જિલ્લા રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, જામનગર અમરેલીના સીસીડીસી સેલના ક્ન્વીનરની મદદથી પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં ૫૦ ટકાથી વધુ ગુણ મેળવનારાને પ્રમાણપત્ર આપવામાં આવશે જ્યારે દરેક જિલ્લાના ટોપર વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બુક આપીને બહુમાન કરવામાં આવશે.
સીસીડીસીના કો ઓર્િડનેટર નિકેશ શાહના જણાવ્યા પ્રમાણે આ પરીક્ષા તા.૨૪ના સવારે ૧૧ થી ૧૨.૩૦ યોજાશે અને તેમાં ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર બહુવૈકલ્પીક પ્રકારનું હશે. આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં સરળતારહે છે.
આ પરીક્ષામાં સારો દેખાવ કરનારાઓને યુ.પી.એસ.સી.ની તૈયારીઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ પરીક્ષા અંગે વિગતો આપવા માટે સીસીડીસી કાર્યાલય યુનિર્વિસટી કેમ્પસનો સંપર્ક સાધવો.