ગુજરાત સરકારે હાલમાં જ દિવાળી બોનસની
જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ તેમણે વર્ગ-૪ નાં કર્મચારીઓને ૩૫૦૦ થી
૩૫૫૦૬ રૂપિયા સુધીનું બોનસ આપવાની જાહેરાત કરી છે.ગુજરાત સરકારે
પંચાયત,બોર્ડ, કોરપોરેશનનાં વર્ગ-૪નાં કર્મચારીઓનાંને આ બોનસ આપવાની
જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ કર્મચારીને તેમનાં બેઝિક પ્રમાણે 100% બોનસ
આપવામાં આવશે. આ બોનસ વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માટે આપવામાં આવશે.ઉલ્લેખનીય
છે કે, છેલ્લા કેટલાંયે સમયથી ગુજરાત સરકાર તરફથી વર્ગ-૧,૨ અને ૩ માટે જ
પગાર વધારા અને લાભની જાહેરાતો કરવામાં આવી હતી. પણ આ વખતે સરકારે વર્ગ-૪ના
કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી તેમની દિવાળી સુધારી દીધી છે.