વિમાનમાં બે બ્લેક બોક્સ મુકવામાં આવે છે .
બ્લેક બોક્સ બીજા વિશ્વ યુદ્ધ પછી મુકવામાં
આવે છે . બ્લેક બોક્સના આધારે વિમાનની છેલ્લી વાતચીત કે માહિતીનો સંગ્રહ થયેલ પુરાવા મેળવી શકાય છે .
વિમાનની અંદરની તમામ પ્રવૃત્તિઓનું રેકોર્ડીંગ
FDR અને CVR
માં રેકોર્ડ થાય છે . વિમાન દુર્ઘટનાની તપાસમાં બ્લેક બોક્સની મદદથી કારણ જાણી શકાય
છે .
![]() |
| બ્લેક બોક્સ |
વિમાનના બે બ્લેક બોક્સને flight data recorder
(FDR) અને Cockpit voice
recorder કહેવાય છે . FDRમાં વિમાન
ઉડાણ અંગેની માહિતી સ્ટોર કરે છે . જયારે CVRમાં કોકપીટમાં થયેલ વાતચીતની માહિતી
સ્ટોર કરે છે . FDR અને CVR ની
રચના અલગ અલગ
છે અને કામગીરી પણ અલગ છે .
બ્લેક બોક્સમાં એક ચીપ મુકેલ હોય છે . આ ચીપને કોમ્પ્યુટરની મદદથી
જાણી અને સમજી શકાય છે . બ્લેક બોક્સ સીલીકોન
, સ્ટીલ તેમજ
એલ્યુમિનિયમ જેવી ધાતુઓમાંથી બનાવેલ હોય છે . બ્લેક બોક્સ ગમે તેટલી ઊંચાઈએથી પડવા છતાં
, ઉંચા
તાપમાનમાં બળવા છતાં , બરફમાં પડવા છતાં કે દરિયાના પેટાળમાં
પાણીમાં પડવા છતાં અંદરના ડેટાને કોઈ અસર થતી
નથી .

