- અજમો અને ગોળ સરખી ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે.
- સુંઠ અને ગોખરૂ સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
- સુંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુઃખાવો મટે છે.
- ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
- સુંઠ, લસણ, અજમો અને રાઈના તેલમાં ગરમ કરી તેનું માલીશ કરવાથી કમરનો દુઃખાવો તેમજ દુઃખતા સાંધામાં આરામ થાય છે.
- સુંઠ અને હીંગ તેલમાં ગરમ કરી માલીશ કરવાથી કમરનો દુઃખાવો તથા શરીર જકડાઈ ગયું હોય તે મટે છે. સાંધાનો દુઃખાવો પણ મટે છે.
- રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીશ કરવાથી સંધીવાનો દુઃખાવો મટે છે.
- આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલીશ કરવાથી સંધીવાનો દુઃખાવો મટે છે. ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે.
- જાયફળને સરસીયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે અને સંધીવા મટે છે.
- લવીંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
- ધાણા ૧૦ ગ્રામ અને સુંઠ ત્રણ ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાંખી પીવાથી પડખાનો દુઃખાવો તથા છાતીનો દુઃખાવો મટે છે.
- સુંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારની શુળ મટે છે.
- જીરૂ, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શુળ મટે છે.
- એક ચમચી શેકેલી હીંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુઃખાવો મટે છે.
- સુંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાંખીને પીવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
- દોઢ થી બે તોલાભાર મેથી અથવા મેથી પાવડર રોજ પલાળીને લેવાથી વા મટે છે.
- કોઈપણ પ્રકારના શુળ પડખા, છાતી, હૃદય કે માથામાં દુઃખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલીશ કરવાથી તરત આરામ થાય છે અને બે ચમચી તુલસીનો રસ પી જવો.
- મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે અને હાથે પગે થતી કળતર પણ મટે છે.
Pages
- Home
- Presentation
- Science Video
- Maths Magic
- News Papers
- TET/TAT/HTAT
- S.C.E.
- Excel Sheets
- Other Exam
- Photo Galary
- Softwer Download
- School Usefull File
- કોમ્પ્યુટર
- General Knowledge
- Govt.Application Form
- પુસ્તકો ડાઉનલોડ કરો
- My File
- Edusafar
- i-Kisan
- Online Shopping
- Job
- Result
- ONLINE REACHARGE
- Indian Gov.Website
- Beauty Tips
- Usefull Other Blog
- E-Dhara Kendra
- CCC Colection
- Circulars
- Study Material
- Question Papers & Solutions
- Mock Test