લંડન, 15 ડિસેમ્બર
આ વર્ષેની મિસ વર્લ્ડની જાહેરાત ગઈ કાલે મોડી રાતે કરી દેવામાં આવી છે. આ
વર્ષે દક્ષિણ આફ્રિકાની સુંદરી રોલિન સ્ટ્રોસને આ વર્ષનો મિસ વર્લ્ડનું
સમ્માન આપવામાં આવ્યું છે. જ્યારે ભારતની સુંદરી કોયલ રાણા ટોપ 5
સુંદરીઓમાં પણ તેનું સ્થાન બનાવી શકી નહતી. લંડનમાં થયેલી આ સ્પર્ધામાં મિસ
હંગરી એદિના કુલસર બીજા ક્રમે અને મિસ અમેરિકા એલિજાબેથ સૈફરિટ ત્રીજા
ક્રમે આવી હતી.
રોલિન મેડિકલની વિદ્યાર્થીની છે. તેનું નામ જ્યારે મિસ વર્લ્ડ તરીકે
જાહેર કરવામાં આવ્યું ત્યારે તે ખૂબ આશ્ચર્યચકિત અને ખુશ દેખાતી હતી. તેણે
થોડી સેકન્ડ માટે તો તેનાબે હાથથી તેનો ચહેરો ઢાંકી લીધો હતો. ખીતાબ જીત્યા
પછી તેણે કહ્યું હતું કે, આફ્રિકા આ એવોર્ડ તમારા માટે છે. આ સ્થાન સુધી
પહોંચવા માટે તેણે પોતાની જાતને ખૂબ નસીબદાર ગણાવી હતી. તે ઉપરાંત તેણે
તેની માતા-પિતાના આર્શિવાદ તેની સાથે હોવાની વાત પણ જણાવી હતી.
છેલ્લે ભારતમાંથી પ્રિયંકા ચોપરા 2000માં મિસ વર્લ્ડ બની હતી. તે પછીથી
ભારતમાંથી અત્યાર સુધી કોઈ પણ સુંદરી મિસ વર્લ્ડનો ખિતાબ જીતી શકી નથી.
જયપુરમાં જન્મેલી 21 વર્ષની કોયલ રાણા ટોપ 10માં તેનું સ્થાન બનાવી શકી હતી
પરંતુ ટોપ 5માં તે સ્થાન મેળવી શકી નહતી.
ફાલ્ગુની એન્ડ શન પીકોક ગાઉન પહેરીને કોયલે દુનિયાનો સર્વશ્રેષ્ઠ
ડિઝાઈનરનો એવોર્ડ જીત્યો છે. તેણે બ્યૂટી વિથ ધ પરપઝનો એવોર્ડકીનિયા,
ગુયાના, બ્રાઝીલ અને ઈન્ડોનિશ્યા સાથે શેર કર્યો છે. આ કાર્યક્રમ પછી કોયલે
કહ્યું હતું કે, આ શાનદાર એવોર્ડ માટે મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન, તેના
પરિવાર અને મીત્રોની ખૂબ આભારી છે. આ ખૂબ સારો અનુભવ રહ્યો હતો.