દુનિયામાંઆજકાલ સ્માર્ટ વસ્તુઓની બોલબાલા છે, હવે બારીઓ પણ સ્માર્ટ બની
રહી છે જે ગરમીને દૂર રાખી એરકન્ડિશનનાં વીજળીનાં બિલમાં ઘટાડો કરશે. હાલ
વૈજ્ઞાનિક સ્માર્ટ બારી વિકસાવી રહ્યા છે જે વધતાં તાપમાનને પારખી પોતે જ
અપારદર્શક અને સફેદ બની જશે. સ્માર્ટ બારી ફક્ત પ્રકાશને ઓરડામાં પ્રવેશવા
દેશે પરંતુ વધારાની ગરમીને ઓરડાની બહાર રાખશે જ્યારે બહારનાં તાપમાનમાં
ઘટાડો થશે ત્યારે બારીનો કાચ આપોઆપ પારદર્શક બની જશે.
વૈજ્ઞાનિકોએ કાચના બે ટુકડા વચ્ચે નવી હાઇડ્રોજેલનાં સોલ્યુશનને ભરી
મોડલહાઉસ પર પ્રયોગ હાથ ધર્યો હતો. સૂર્ય જેવો પ્રકાશ આપતો બલ્બ આ કાચ સામે
પ્રગટાવવામાં આવતા કાચ અપારદર્શક બની ગયો હતો અને તેને કારણે મોડલહાઉસમાં
તાપમાન ઠંડું રહ્યું હતું. શુઓંગે ગ્યૂ, કેઇમિન ચેન અને તેમના સહયોગીઓ
દ્વારા આ પ્રયોગ કરાયો હતો. સ્માર્ટ બારી તૈયાર કરવા પાછળ આ ટીમ જ સક્રિય
નથી, પરંતુ અન્ય કંપનીઓ પણ સંશોધન કરી રહી છે.
હાઇડ્રોજેલ કેવી રીતે કામ કરે છે.
સ્માર્ટ વિન્ડોમાં હાઇડ્રોજેલ નામનો જેલી જેવો પદાર્થ વાપરવામાં આવે છે.
તાજેતરમાં જ અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા ગરમી વધતાં ઓછું પ્રસરણ થાય
તેવી જેલી વિકસાવવામાં આવી છે. આ પ્રકારની બારીઓમાં હાઇડ્રોજેલનો ઉપયોગ
કરાયો છે, તેમની મુશ્કેલી એ છે કે વધતાં તાપમાનની સાથે તે વિસ્તરણ પામે છે,
જેને કારણે તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અને સમસ્યા વધે છે, પરંતુ
અમેરિકન કેમિકલ સોસાયટીનો એક નવો અભ્યાસ કહે છે કે તેને નવા પ્રકારના
હાઇડ્રોજેલમાં પ્રસરણની સમસ્યા ઘટાડવામાં સફળતા મળી છે.
વૈજ્ઞાનિકોએ કાચના બે ટુકડા વચ્ચે નવી હાઇડ્રોજેલનાં સોલ્યુશનને ભરી મોડલહાઉસ પર પ્રયોગ હાથ ધર્યો હતો. સૂર્ય જેવો પ્રકાશ આપતો બલ્બ આ કાચ સામે પ્રગટાવવામાં આવતા કાચ અપારદર્શક બની ગયો હતો અને તેને કારણે મોડલહાઉસમાં તાપમાન ઠંડું રહ્યું હતું. શુઓંગે ગ્યૂ, કેઇમિન ચેન અને તેમના સહયોગીઓ દ્વારા આ પ્રયોગ કરાયો હતો. સ્માર્ટ બારી તૈયાર કરવા પાછળ આ ટીમ જ સક્રિય નથી, પરંતુ અન્ય કંપનીઓ પણ સંશોધન કરી રહી છે.
હાઇડ્રોજેલ કેવી રીતે કામ કરે છે.
સ્માર્ટ વિન્ડોમાં હાઇડ્રોજેલ નામનો જેલી જેવો પદાર્થ વાપરવામાં આવે છે. તાજેતરમાં જ અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા ગરમી વધતાં ઓછું પ્રસરણ થાય તેવી જેલી વિકસાવવામાં આવી છે. આ પ્રકારની બારીઓમાં હાઇડ્રોજેલનો ઉપયોગ કરાયો છે, તેમની મુશ્કેલી એ છે કે વધતાં તાપમાનની સાથે તે વિસ્તરણ પામે છે, જેને કારણે તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અને સમસ્યા વધે છે, પરંતુ અમેરિકન કેમિકલ સોસાયટીનો એક નવો અભ્યાસ કહે છે કે તેને નવા પ્રકારના હાઇડ્રોજેલમાં પ્રસરણની સમસ્યા ઘટાડવામાં સફળતા મળી છે.