Jan 10, 2015

વિશ્વકપની ટીમમાં પહેલી વખત યુપીના ચાર ખેલાડીઓની થઇ પસંદગી


વિશ્વકપની ટીમમાં પહેલી વખત યુપીના ચાર ખેલાડીઓની થઇ પસંદગી

આગામી વર્ષ 2015માં યોજાનાર ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની ગઇકાલે જાહેરાત થઇ ગઇ છે. આ ટીમમાં બીસીસીઆઇ દ્વારા ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા ચાર ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે.
વિશ્વકપ માટેની પસંદગી કરવામાં આવેલી ટીમમાં મુરાદનગરના સુરેશ રૈના, મેરઠનો ભુવનેશ્વર કુમાર, અમરોહનો મોહમ્મદ શમી અને દેવરિયા સાથે સંબંધ ધરાવનાર બોલર ઉમેશ યાદવની પસંદગી કરવામાં આવી છે. આ પહેલો એવો મોકો છે જ્યારે વિશ્વકપમાં રમનારી ભારતીય ક્રિકેટ ટીમમાં એક રાજ્યથી આટલા બધા ખેલાડીને જગ્યા આપવામાં આવી છે. બીસીસીઆઇની પાંચ સભ્યોની એક સમિતિએ આ ટીમની પસંદગી કરવામાં આવી હતી,જેની જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી.
સુરે્શ રૈના છે તો ગાઝિયાબાદના મુરાદનગરનો પરંતુ તેનું કર્મસ્થળ લખનઉ છે. તેણે સ્પોટ્સ કોલેજમાં ક્રિકેટની એબીસીડી શીખી અને સ્પોર્ટસ હોસ્ટેલમાં રહીને પોતાની કરિયર બનાવ્યું છે.તો ભુવનેશ્વર કુમાર મધ્યમ પેસ બોલર છે,જે મેરઠનો રહેવાસી છે. મોહમ્મદ શમી અમરોહા ગામ સાથે સંબંધ ધરાવે છે પરંતુ તે બંગાળ તરફથી રમતો હતો.શમીએ ઘણી મેચોમાં પોતાની બોલિંગના દમ ઉપર મેચમાં જીત મેળવી છે.ટીમમાં સમાવેશ થયેલ ઉમેશ યાદવ દેવરિયા સાથે સંબંધ ધરાવે છે.આ બોલરે ઘણી મેચોમાં પોતાનું સારૂ પ્રદર્શન દેખાડ્યું છે.