Feb 23, 2015

સૌર ઊર્જાથી ઊડતું વિશ્વનું પ્રથમ સિંગલ સિટર વિમાન ઉતરશે અ'વાદમાં

સૌર ઊર્જાથી ઊડતું વિશ્વનું પ્રથમ સિંગલ સિટર વિમાન ઉતરશે અ'વાદમાં

'સોલર ઇમ્પલ્સ - 2' બોઇંગ - 747 કરતા વધુ પહોળી પાંખો અને ફેમિલી કાર જેટલું 2300 કિગ્રા વજન ધરાવે છે
17 હજારથી વધુ સેલ્સ અને 4 લિથિયમ બેટરી આ વિમાનને દિવસ રાત ઉડવા એનર્જી પૂરી પાડે છે.
સૌર ઊર્જાથી ઊડતું વિશ્વનું પ્રથમ વિમાન 'સોલર ઇમ્પલ્સ - 2' માર્ચ મહિનામાં વિશ્વભ્રમણ માટે રવાના થશે. માત્ર સૂર્યની કિરણોમાંથી ઊર્જા મેળવી ઉડતું આ વિમાન વિશ્વ ભ્રમણ દરમિયાન ભારતની ઉપરથી પણ પસાર થશે ત્યારે તે અમદાવાદ અને વારાણસી એરપોર્ટ ખાતે રોકાણ કરશે.
આ ક્રાંતિકારી અને એક બેઠકનું વિમાન કાર્બન ફાઈબરમાંથી બનાવવામાં આવ્યું છે. તે બોઇંગ - 747 કરતા વધુ પહોળી પાંખો અને ફેમિલી કાર જેટલું 2300 કિગ્રા વજન ધરાવે છે. વધુમાં 17 હજારથી વધુ સેલ્સ અને 4 લિથિયમ બેટરી આ વિમાનને દિવસ રાત ઉડવા માટે ઇલેક્ટ્રિક મોટર્સને પૂરતી રિન્યૂએબલ એનર્જી પૂરી પાડશે. સોલર ઇમ્પલ્સનું નિર્માણ બળતણના એક પણ ટીપાંનો ઉપયોગ કર્યા વગર દુનિયાભરમાં ઉડવાની સાથે ક્લીન ટેકનોલોજીની અસરકારતાને દર્શાવવા માટે પણ કરાયું છે.   

No comments:

Post a Comment