ભુજ: કચ્છમાં બેઠકના બહાને પ્રાથમિક
શાળાના મુખ્ય શિક્ષકો શાળાએ હાજર રહેતા નથી તે અંગે સંદેશ અખબારમાં
અહેવાલમાં પ્રસિધ્ધ થયા બાદ શિક્ષણતંત્ર તે અહેવાલથી હરકતમાં આવ્યું હોય
તેમ શાળાના શૈક્ષણિક કાર્યને અસર ન પહોંચે તે માટે હવે માત્ર શનિવારના જ
બેઠક યોજવા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સુચના આપી છે. જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,
સીઆરસી-બીઆરસી કો-ઓર્ડિનેટર તથા પગાર કેન્દ્રના આચાર્યને સુચના આપતા
જણાવ્યુ છે. કે, વારંવાર સીઆરસી કેન્દ્ર પર પગાર કેન્દ્રની શાળા-ગ્રુપ
શાળાના આચાર્યાેની બેઠકો યોજાય છે અને આચાર્ય પગાર કેન્દ્ર સીઆરસી કે
મિટીંગમાં કે માહિતી આપવા ગયા છે તેવું બહાનું ધરી શાળામાં ગેરહાજર રહેતા
હોવાની ફરિયાદોનું પ્રમાણ વધતા હવેથી તમામ ગ્રુપ શાળાના આચાર્યની બેઠક
માત્ર શનિવારના ૧૧થી ૧ના સમયગાળામાં રાખવી ઉપરાંત માસમાં એક અથવા બે જ વખત
બેઠક રાખવી તે પણ શનિવારના નિયત કરેલા ટાઈમ મુજબ જ કરવાનો હુકમ કર્યો છે.
જ્યારે વાલીઓ શાળાની મુલાકાત લે છે ત્યારે મોટાભાગે આચાર્ય મિટિંગમાં ગયા
છે તેવો જવાબ મળતો હોય છે. તેથી તેમને પોતાના સંતાની શૈક્ષણિક વિકાસ બાબત
જાણકારી મેળવવી હોય તો પણ મળી શકતી નથી. જે હવે મળી શકશે.
Pages
- Home
- Presentation
- Science Video
- Maths Magic
- News Papers
- TET/TAT/HTAT
- S.C.E.
- Excel Sheets
- Other Exam
- Photo Galary
- Softwer Download
- School Usefull File
- કોમ્પ્યુટર
- General Knowledge
- Govt.Application Form
- પુસ્તકો ડાઉનલોડ કરો
- My File
- Edusafar
- i-Kisan
- Online Shopping
- Job
- Result
- ONLINE REACHARGE
- Indian Gov.Website
- Beauty Tips
- Usefull Other Blog
- E-Dhara Kendra
- CCC Colection
- Circulars
- Study Material
- Question Papers & Solutions
- Mock Test
ચાલતી પટ્ટી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment