Mar 25, 2015

હવે પીએચડીના ગાઈડની મનમાની નહીં ચાલે: સિન્ડિકેટે નવી માર્કિંગ સીસ્ટમ દાખલ કરી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીના રીસર્ચ સ્કોલર માટે દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે અને તેના આધારે મેરીટ લીસ્ટ જાહેર થાય છે પરંતુ સંખ્યાબંધ કિસ્સાઓમાં પીએચડીના ગાઈડ દ્વારા આવા મેરીટ લીસ્ટની ઐસીતૈસી કરી અણગમતા વિદ્યાર્થીઓને મેરીટમાં આવતા હોવા છતાં પીએચડી માટેની તક આપતા નથી જયારે માનીતાઓને ઓવરટેઈક કરીને તક અપાતી હોય છે તેવી વ્યાપક ફરિયાદો મળ્યા બાદ આખરે યુનિવર્સિટીએ માર્કિંગ સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટની બેઠક મળી હતી અને તેમાં આ મુદ્દે ચચર્િ થયા બાદ માર્કિંગ સિસ્ટમની જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ 50 ટકા માર્ક વિદ્યાર્થીઓના ગણાશે. 10 ટકા માર્કની સતા ગાઈડ પાસે રહેશે. માસ્ટર ડીગ્રીની પરીક્ષામાં 50થી વધારે ટકા મેળવ્યા હોય તેવા પ્રત્યેક ટકાવારી દીઠ એક એક માર્ક (વધુમાં વધુ 10), યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે આવેલા હોય અથવા તો પોતાના જે તે સબજેકટમાં પ્રથમ નંબર આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને વધારાના પાંચ માર્ક આપવાનો અને સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા કર્મચારીને વધારાના પાંચ માર્ક આપીને મેરીટ લીસ્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. પીએચડીમાં કે સંશોધનાત્મક પ્રવૃતિમાં માર્કિંગની આ સિસ્ટમની ચુસ્ત અમલવારી કરવાનું ગાઈડ માટે ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને જો કોઈ કિસ્સામાં ક્ષતિ જણાશે તો ગાઈડની માન્યતા રદ કરવા સુધીના આકરા પગલા લેવાશે તેમ પણ નકકી કરાયું છે. 

No comments:

Post a Comment