Apr 11, 2015

બોર્ડની પરીક્ષાની ફી ડિમાન્ડ ડ્રાફટથી નહીં ઓનલાઇન ભરવાની રહેશે

માર્ચ ૨૦૧૬થી અમલરીક્ષાને લગતી વિવિધ ફી સ્વીકારવા માટે બોર્ડે ઓનલાઈન સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે. માર્ચ-૨૦૧૬થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સ્કૂલોએ ફરજિયાત ઓનલાઈન ફી જ ભરવાની રહેશે. હાલમાં સ્કૂલો વિદ્યાર્થીઓ પાસેથી ડીમાન્ડ ડ્રાફ્ટ લઈ બોર્ડને મોકલી આપે છે. પરંતુ ૨૦૧૬થી સ્કૂલોએ ફી માત્ર એસબીઆઈ કલેકટ દ્વારા ઓનલાઈન ભરવાની રહેશે. નવી પદ્ઘતિનો અમલ શરૂ કરી દેવાયો છે પરંતુ હાલમાં થોડીક છુટછાટ આપવામાં આવી છે પરંતુ ૨૦૧૬થી તેનો ચુસ્ત અમલ કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.હવેથી હાલની પ્રથા મુજબ વિદ્યાર્થીદીઠ ડિમાન્ડ ડ્રાફટ સ્વીકારવાના બદલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર એસબીઆઈ કલેકટના વિકલ્પ હેઠળ દર્શાવેલી પદ્ઘતિથી ઓનલાઈન અથવા ઓફલાઈન ચલણ દ્વારા ચૂકવણી કરવાની રહેશે. દરેક સ્કૂલોએ એસબીઆઈ કલેકટ દ્વારા જ ફીની ચૂકવણી કરવાની રહેશે અને સ્કૂલોએ તેનો અમલ પણ ચુસ્ત પણે કરવો પડશે. નવી પધ્ધતિના અમલીકરણના પ્રથમ વર્ષે ત્રણ પ્રકારની ફી વિદ્યાર્થીદીઠ ડિમાન્ડ ડ્રાફ્ટથી નહીં ચુકવતા શાળાદીઠ ડિમાન્ડ ડ્રાફ્ટથી ચુકવવા સ્કૂલોને સુચના અપાઈ છે. જેમાં જુલાઈની પૂરક પરીક્ષાની ફી, માર્ક રિચેકીંગની ફી તથા રીએસેસમેન્ટની ફીનો સમાવેશ થાય છે. સ્કૂલ દીઠ ડિમાન્ડ ડ્રાફટ આવવાથી જથ્થામાં આવતા ડિમાન્ડ ડ્રાફટને નિવારી શકાશે અને સમયસર બેંકમાં જમા કરાવી શકાશે. એસબીઆઈ કલેકટ દ્વારા ફી ચુકવવા માટે સ્કૂલોએ બેંકને ચાર્જ પણ ચુકવવો પડશે. માર્ચ-૨૦૧૬થી પરીક્ષાને લગતી તમામ પ્રકારની ફી એસબીઆઈ કલેકટ દ્વારા જ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ વ્યકિતગત કે વિદ્યાર્થીદીઠ ડિમાન્ડ ડ્રાફટ સ્વીકારવામાં આવશે નહીં.
   ઓનલાઇન ફી માટે બેંક દ્વારા ઈન્ટરનેટ બેંન્કિંગ માટે રૂ. ૧૦, અન્ય બેંકના ઈન્ટરનેટ બેંકિંગ માટે રૂ. ૧૫, એટીએમ-કમ ડેબિટ કાર્ડ માટે રૂ. ૧૦, રોકડ-ટ્રાન્સફર દ્વારા ચૂકવણી માટે રૂ. ૫૦ તથા અન્ય બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ માટે રૂ. બે હજાર સુધી ૦.૭૫ ટકા અને ૨ હજારથી વધુ માટે ૧ ટકા ચાર્જ વસુલ કરાશે.

No comments:

Post a Comment