Apr 11, 2015

૩૦ ટકાથી નીચે પરિણામ લાવતી શાળાઓને સરકાર હસ્તક લેવાશે

રાજ્યના તમામ DEO-DPO ની બેઠક મળીશિક્ષકો-આચાર્યોની નિમણૂક નહીં કરનારા સંચાલકો સામે પણ પગલાં ઃ DEO ને સૂચનાબોર્ડની ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં ૩૦ ટકાથી નીચું પરિણામ લાવનારી શાળાઓને સરકાર હસ્તક લઇ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ઉપરાંત જે શાળામાં શિક્ષકો-આચાર્યોની ભરતીનાં ઓર્ડર છતાં નિમણૂકો અપાતી નથી તેના સંચાલકો સામે પણ કાર્યવાહી કરાશે. શિક્ષણ મંત્રી અને સ્કૂલ કમિશનરની હાજરીમાં ગુજરાતનાં તમામ ડીઇઓ અને ડીપીઓની મીટીંગમાં આવો નિર્ણય કરાયો હતો.
ડીઈઓ-ડીપીઓની સ્કૂલ કમિશનર સાથે દર મહિને સામાન્ય મીટીંગ મળે છે. જેમાં જે-તે ડીઈઓ કે ડીપીઓ પોતાની સમસ્યાની રજૂઆતો કરતા હોય છે. તેમજ શિક્ષણનું સ્તર સુધારવાની ચર્ચા-વિચારણા થતી હોય છે. ગુરુવારની મીટીંગમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. સૂત્રો કહે છે કે ગુજરાતની ધો. ૧૦-૧૨ ની વાર્ષિક પરીક્ષામાં જે કોઇ શાળાનું છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ ૩૦ ટકાથી નીચે આવી રહ્યું હોય તેની ગ્રાન્ટ કાપ સહિતનાં પગલા સામાન્ય રીતે લેવાતા હોય છે પરંતુ હવે આવી શાળાઓ સામે ખૂબ જ આકરા પગલા લેવાનું નક્કી થયું છે.
ધો. ૧૦-૧૨નું વર્ષ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરનું મહત્વનું હોઇ, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આવી શાળાઓનો વહીવટ સરકાર હસ્તકે લઇ લેવાશે. જેના માટે સૌ પ્રથમ રાજયની લગભગ ૩૦૦ જેટલી સ્કૂલો કે જેનું પરિણામ ૩૦ ટકાથી ઓછું આવે છે તેમને ડીઇઓ દ્વારા નોટિસ ફટકારાશે. આ જ રીતે શિક્ષણ વિભાગ દ્વારા એચટાટ અને ટાટના મેરિટને આધારે ભરતી કરાયેલા આચાર્યો અને શિક્ષકોને હાજર નહીં કરનારી શાળાના સંચાલકોને પણ શો કોઝ અપાશે.
જયારે ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા સ્ટુડન્ટોને તજજ્ઞા બનવા માટેની પદ્ધતિસરની તાલીમ આપવાનો નિર્ણય પણ કરાયો છે

No comments:

Post a Comment