Oct 19, 2015

http://203.77.200.35/gseb/Portal/News/1167_1_first.jpghttp://203.77.200.35/gseb/Portal/News/1169_1_third.jpghttp://203.77.200.35/gseb/Portal/News/1170_1_school%20Control.jpg
ધો.૧૦-૧૨ના ખાનગી વિદ્યાર્થીઓએ કાળઝાળ ગરમીમાં પરીક્ષા આપવી પડશે

   અમદાવાદ તા.૧૫ : ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની સામાન્‍ય પ્રવાહના ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા અલગથી લેવાની જાહેરાત મુજબ હવે રાજયના ૨૭૫ લાખ ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા રેગ્‍યુલર વિદ્યાર્થીઓની માર્ચમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં અલગથી લેવામાં આવશે.
   બોર્ડ દ્વારા ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનો કાર્યક્રમ અલગથી જાહેર કરવામાં આવશે. ધો-૧૦ અને ધો-૧૨ સામાન્‍ય પ્રવાહના કુલ અંદાજીત ૨.૭૫ લાખ ખાનગી વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જેના કારણે તેમની પરીક્ષા અલગથી લેવાની બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી વર્ષ ૨૦૧૬માં ધો-૧૦ અને ૧૨ના ઓપન સ્‍કૂલ (ખાનગી ઉમેદવારો)ની પરીક્ષા પહેલી વાર જ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે.
   શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ જી.ડી. પટેલના જણાવ્‍યા મુજબ ધો-૧૦ અને ૧૨ની સામાન્‍ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રની ઓનલાઈન પ્રક્રિયા ૧૫ ઓક્‍ટોબરથી શરૂ થઈ રહી છે. તેમની સાથે જ ખાનગી વિદ્યાર્થીઓ કે જેઓ ધો-૧૦ અને ૧૨ની પરીક્ષા આપવા ઈચ્‍છતા હશે તેમણે પણ ફોર્મ ભરી દેવાના રહેશે. આ ખાનગી વિદ્યાર્થીની પરીક્ષા ધો-૧૦ અને ૧૨ની રેગ્‍યુલર પરીક્ષા પૂર્ણ થયા બાદ અલગથી લેવામાં આવશે તેવું પરીક્ષા સચિવે વધુમાં જણાવ્‍યું હતું. આ અંગે પરીક્ષા કાર્યક્રમ પણ અલગ જાહેર થશે. આ પરીક્ષા એપ્રિલ કે મે માસમાં યોજાશે. AKILANEWS.COM
 દિલ્‍હી : સુપ્રિમ કોર્ટે જણાવ્‍યુ છે કે, સેવાથી રાજીનામુ આપ્‍યા બાદ પણ કર્મચારી પુરૂ પેન્‍શન અને ભથ્‍થા મેળવવા માટે હક્કદાર છેઃ એલઆઇસીના એક અધિકારીના રાજીનામા બાદ અનેક વર્ષ પછી કોર્ટે પેન્‍શન આપવાનો આદેશ આપ્‍યો છેઃ જસ્‍ટીસ વિક્રમજીત સેન અને જસ્‍ટીસ એ.એમ.સપ્રેની ખંડપીઠે મંગળવારે એક ફેંસલામાં આવુ જણાવ્‍યુ હતુઃ કોર્ટે કહ્યુ છે કે, જો કર્મચારીએ ર૦ વર્ષ કે તેથી વધુ સમય સેવા આપી હોય તો માલિકે તેને પેન્‍શન દેવુ જ પડે પછી ભલે આ બારામાં નિયમ વિપરીત કેમ ન હોયઃ કોર્ટે કહ્યુ છે કે, આ મામલામાં કર્મચારીને કાઢી મુકવામાં આવ્‍યો ન હતોઃ તેણે ખુદ રાજીનામુ આપ્‍યુ હતુઃ ર૩ વર્ષની લાંબી સેવા બાદ આપેલા રાજીનામાને સ્‍વૈચ્‍છીક નિવૃતિ ગણવી જોઇએઃ આ મામલો બરતરફીનો નથીઃ એલઆઇસીના આ કર્મચારીએ ર૩ વર્ષની નોકરી પુરી કર્યા બાદ ૧૯૯૧માં બિમારીને કારણે રાજીનામુ આપ્‍યુ હતુઃ એલઆઇસીએ તેને પેન્‍શન નહોતુ આપ્‍યુઃ ત્‍યારે પેન્‍શનના નિયમો ન હતા બાદમાં અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતીઃ મામલો આગળ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્‍યો હતો.

No comments:

Post a Comment