Dec 18, 2014

ભૂલી જવાની ચિંતા છોડો, હવે 'ચીપ' યાદ રાખશે

 


યુએસમાં વૈજ્ઞાનિકોનાં ગ્રૂપે એવી માઇક્રોચીપ બનાવી છે જેને ડેમેજ બ્રેઇનમાં સરળતાથી ઇમ્પ્લાન્ટ કરી શકાશેઃ ચીપથી લોંગ ટર્મ મેમરીઝ ઉપરાંત દસ વર્ષ જૂની યાદો રિકોલ કરી શકાશે.
શું તમને કોઇ વસ્તુ યાદ રાખવામાં મુશ્કેલી ઉભી થાય છે ? કોઇ પણ વ્યક્તિ, વસ્તુ કે અન્ય કોઇ મેમરીઝને રિકોલ કરતી વખતે તમારાં દિમાગ પર ખૂબ જ ભાર આપવો પડે છે, તે સમયે તમારી યાદશક્તિ ઘટી રહી છે તેવી શંકા ઉત્પન્ન થાય છે? જો આ પ્રકારની ઘટના તમારી સાથે બનતી હોય તો બી રિલેક્સ્ડ. હવે તમારી યાદશક્તિ અંગે તમારે ચિંતા નહીં કરવી પડે. યુએસમાં વૈજ્ઞાનિકોના એક ગ્રુપે એવી માઇક્રોચીપ બનાવી છે જે ડેમેજ બ્રેઇનમાં સરળતાથી ઇમ્પ્લાન્ટ કરી શકાશે. આ માઇક્રોચીપ લોંગ ટર્મ મેમરીઝ ઉપરાંત વર્ષો જૂની યાદોને સાચવી શકવામાં મદદરૂપ સાબિત થશે. યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કેલિફોર્નિયા, વેક ફોરેસ્ટ યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીની સાયન્ટિસ્ટોએ મળીને આ માઇક્રોચીપ બનાવી છે. સંશોધનકર્તાઓ અત્યારે કેવી રીતે મેમરીઝ બને છે, ઇમ્પ્લાન્ટ પ્રોડક્શન શક્ય બનાવવા જેવા સબ્જેક્ટ પર કામ કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં લોકલ બ્રેઇન ઇન્જરી, સ્ટ્રોક વિક્ટિમ્સ અને અલ્ઝાઇમર્સના પેશન્ટ્સ માટે આ ચીપ આશીર્વાદરૂપ સાબિત થાય.
વૈજ્ઞાનિકોએ આ ચીપને અત્યાર સુધી ઉંદર અને વાંદરાના બ્રેઇન પર એક્સપેરિમેન્ટ કરી છે. જેમાં એ સાબિત થયું છે કે, સિલિકોન ચીપમાંથી વિદ્યુત સંકેતો દ્વારા મગજના સંદેશાઓની સરળતાથી નકલ કરી શકાય છે. ડિવાઇસ ક્રિએટ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ વર્ક જરૂરી છે. જો કે, વાઇના દર્દીઓમાં ઇલેક્ટ્રોડ ઇમ્પ્લાન્ટની સ્વીકૃતિની સંખ્યા વધી રહી છે. વૈજ્ઞાનિકોનું આ ગ્રુપ તેમની ડિસ્કવરીને લઇને ઉત્સાહિત છે. આ મેમરી ડિવાઇસથી દર્દીની પાંચથી દસ વર્ષ જૂની યાદોને રિપ્રોડયુસ કરી શકાશે. વૈજ્ઞાનિકો વ્યક્તિગત મેમરીઝને બ્રેઇનમાં પાછી લાવવા ઉપરાંત મેમરીઝ જનરેટ કરવાની કેપેસિટીને વધારવા પર રિસર્ચ કરી રહ્યા છે.

હિપોકેમ્પસ સિગ્નલ પર રિસર્ચ 
સંશોધનકર્તાઓ અત્યારે હિપોકેમ્પસ પર ફોકસ કરી રહ્યા છે. જેની મદદથી દિમાગમાં લોંગ ટર્મ મેમરી અને શોર્ટ ટર્મ મેમરી મજબૂત બને છે. જેથી ભવિષ્યમાં આ ઇમ્પ્લાન્ટથી બ્રેઇનના ન્યુરો મેસેજીસને ઇલેક્ટ્રીકલ ચીપની મદદથી સિગ્નલ્સ પહોંચાડી શકાય. વૈજ્ઞાનિકો હાલમાં હિપોકેમ્પસ સિગ્નલ્સને સપોર્ટ અને રિઇનફોર્સ કરી રહ્યા છે. ઉપરાંત હિપોકેમ્પસ સિગ્નલ્સના ફંક્શન્સના ઇનપુટ્સ અને આઉટપુટ્સને રિપ્લેસ કરી શકાય તેની પણ તજવીજ ચાલી રહી છે. જેથી ભવિષ્યમાં હિપોકેમ્પસને બાયપાસ પણ કરી શકાય. આ ડિવાઇસ લોકલ ઇન્જરી અથવા સ્ટ્રોકના કારણે બ્રેઇન એક્ટિવિટી ભાંગી પડી હોય તેવા પેશન્ટ્સ માટે આશીર્વાદ સમાન સાબિત થશે.