Dec 2, 2014

બાળકો અને ઈન્ટરનેટ

આજની પેઢીનાં બાળકોના જીવનમાંથી હવે ટી.વી., ટૂ વ્હીલર, મોબાઈલ અને ઈન્ટરનેટ દૂર કરી શકાય તેમ રહ્યું નથી. આપણે આ બધી ટેકનોલોજીની બાળકો પર થતી માઠી અસરોની ગમે તેટલી ચર્ચા કરીએ પણ એમના જીવનમાં એ અનિવાર્ય દૂષણ જેવાં થઈ ગયાં છે. એટલે હવે આપણે બાળકોને ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટથી શી રીતે બચાવવાં જોઈએ એની ચર્ચાઓ કરવાને બદલે તેઓ એમનો સંયમિત ઉપયોગ શી રીતે કરી શકે એના ઉપાયોની વાત કરવી જોઈએ.
બાળકો વિવિધ કારણોસર ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય છે, જેમાં આનંદ-મનોરંજન અને પરસ્પરના સંદેશા વ્યવહારનો ઉદ્દેશ કદાચ સૌથી મોખરે છે. ઈન્ટરનેટ પર અનેક રમતો રમવાનો આનંદ લઈ શકાય છે. એના માધ્યમથી એ અનેક આધુનિક અને મનગમતાં ગીતો સાંભળતાં અને ડાઉનલોડ કરતાં હોય છે. આજકાલ ફેસબૂક જેવી સોશ્યલ નેટવર્ક વેબસાઈટથી નાનામાં નાનું બાળક અતિપરિચિત બની ગયું છે. આજના કિશોરોને કાગળ લખતાં નહીં આવડતું હોય, પણ મોબાઈલથી મેસેજ અને ઈન્ટરનેટથી ઈ-મેઈલ મોકલવાની કળામાં એ આપણા કરતાં વધારે પાવરધા બની ગયા છે. એક અંદાજ એવો છે કે આજનો યુવાન પુખ્ત વયની વ્યક્તિઓ કરતાં ઈન્ટરનેટનો ઉપયોગ સમય અને સાધન તરીકે બમણો કરતો હોય છે. આખા વિશ્વમાં ઈન્ટરનેટ માધ્યમનો સૌથી વધારે પ્રચાર એશિયા અને દક્ષિણ અમેરિકામાં થયેલો છે. આપણા દેશમાં કુલ ઈન્ટરનેટ વપરાશનો 20% હિસ્સો બાળકો ધરાવે છે એવો એક અભ્યાસ છે. ગ્રામીણ વિસ્તારના કિશોરો પણ એમાંથી બાકાત નથી. બાળકોને આ માધ્યમ ઘરોમાં તેમજ સ્કૂલોમાં સુલભ બન્યું છે એનો આ પ્રતાપ છે. હવે આપણે એમને એનાથી બાકાત રાખી શકીએ તેમ નથી. શીખવાની પ્રવૃત્તિમાં પણ ઈન્ટરનેટ ખૂબ ઉપયોગી બન્યું છે. ઈન્ટરનેટ અવનવી માહિતીઓનો પ્રચંડ સ્ત્રોત છે. બાળકોને પુસ્તકોની દુનિયાનું હવે આકર્ષણ રહ્યું નથી. સાયબર વર્લ્ડમાં ડૂબકી મારીને ધારે તે તેઓ મેળવી શકે તેમ છે. ભય માત્ર એટલો જ છે કે ઈન્ટરનેટથી મળતી માહિતીઓની ખરાખરી કરવાની વિવેકબુદ્ધિનો હજુ એમની અંદર પૂરતો વિકાસ થયેલો હોતો નથી. એટલે એ એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવાનો પૂરો સંભવ રહે છે. ઘરનાં અને સ્કૂલનાં મોટેરાંની અહીં ઘણી મોટી જવાબદારી રહે છે. ટી.વી., ચલચિત્રો અને ઈન્ટરનેટની દુનિયામાં જેનું ચિત્રણ કરવામાં આવે છે તે કાલ્પનિકતા અને વાસ્તવિકતાની વચ્ચે તફાવત બાળકો અને કિશોરો પારખી શકતાં નથી. એટલા માટે અતિશય ટી.વી. જોનાર કે ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર બાળક પોતાના સ્વ-રચિત મનોજગતમાં રાચતું થઈ જાય છે, જેનો વાસ્તવિક દુનિયા સાથે મેળ રહેતો નથી.
ઈન્ટરનેટ બાળક માટે કેટલું હાનિકારક છે ? ચલચિત્રો, ટી.વી. અને ઈન્ટરનેટનાં માધ્યમોની બાળકો પર થતી સારી-માઠી અસરોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ જોવા મળ્યું છે કે આ ત્રણે માધ્યમોમાં ઈન્ટરનેટ સૌથી ઓછું હાનિકારક છે. અને પિકચરોએ બાળકોમાં વધારે આક્રમકતા અને હિંસાનું વલણ પેદા કર્યું છે એ વાતમાં તથ્ય છે. પણ ઈન્ટરનેટ આપણે માનીએ છીએ એટલી હદે બાળકોને બગાડતું નથી. આ માધ્યમથી બાળકો સેક્સ, નશાખોરી અને ગુનાખોરીના રવાડે ચઢી જાય છે એવો મોટા ભાગના વડીલોનો ભય બેબુનિયાદ છે. આજનું બાળક ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફિક વેબસાઈટો જોઈને જલદી બગડી જાય છે કે ઈન્ટરનેટ પર છાનુંમાનું નગ્ન ચિત્રો જોતું થઈ જાય છે એવી શંકા રાખવી ખોટી છે. કિશોર વયનું સંતાન એની ઉંમરના આવેગને લીધે સેક્સ બાબતમાં જે કુતૂહલ ધરાવતું હોય છે તેનો એને એના વડીલો તરફથી યોગ્ય અને બુદ્ધિગમ્ય ખુલાસો કે સમજ ન મળે ત્યારે એ કહેવાતાં બિભત્સ પુસ્તકો કે સાઈબર વિશ્વમાં પહોંચી જતું હોય છે. પણ આવાં ચિત્રો જોવાથી એને જે હાનિઓ પહોંચે છે એના કરતાં ઘણી વધારે હાનિ એને આવી ક્રિયા છાનુંમાનું કરતું જોતાં પકડી કાઢીને એના માબાપ પોતાની જે આકરી અને અસંતુલિત પ્રતિક્રિયા એના પ્રત્યે વ્યક્ત કરે છે એનાથી પહોંચતી હોય છે. જ્યારે આવું કંઈ બને ત્યારે માબાપે પહેલાં સ્વસ્થતા ધારણ કરવી જોઈએ, પોતાના આવેગ પર કાબૂ રાખવો જોઈએ અને સંતાન સાથે બેસીને સ્વસ્થ ચર્ચા કરવાનો માર્ગ અપનાવવો જોઈએ. ફરી એને આવું કૃત્ય કોઈ હિસાબે નહીં કરવાની કડક ચેતવણી આપવાથી કામ બનતું નથી, કેમ કે બાળકોની એક ખાસિયત ખાસ આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે જે કરવાની એમને ‘ના’ પાડવામાં આવે છે તેને એ ચાહીને કરતાં હોય છે. ઈન્ટરનેટનો બાળકો માટે જો કોઈ સૌથી વધારે ડર વડીલોને હોય તો એ ચેટિંગનો હોય છે. આનાથી એ કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવીને સેક્સ, નશા કે ગુનાખોરીના માર્ગે ચઢી જાય એવી એના માબાપની ચિંતા સમજી શકાય છે, પણ સદનસીબે આવા કિસ્સાઓ ઘણા અપવાદરૂપ છે. ઈન્ટરનેટ પર બેઠેલા પોતાના સંતાન પર પોતાની સૂક્ષ્મ આંખ જોડેલી રાખવાથી એને માઠા અનુભવોથી બચાવી શકાય છે. પણ આવા કલ્પિત ડરથી એને ઈન્ટરનેટના વપરાશથી જ સાવ વંચિત રાખવામાં જરાપણ શાણપણ નથી. મા-બાપની આચારસંહિતા પોતાના સંતાનને ઈન્ટરનેટથી થતી હાનિઓથી બચાવવા માટે દરેક માબાપે આટલી કાળજીઓ રાખવી જોઈએ. [1] પોતે ઈન્ટરનેટ સાક્ષર બનવું જોઈએ. માબાપને પોતાને ઈન્ટરનેટનાં ઉપયોગો અને ભયસ્થાનોની ખબર હોવી જોઈએ. બાળક સાથે બેસીને એમણે ઈન્ટરનેટની દુનિયાનો પ્રવાસ કરવો જોઈએ. એની રોમાંચકતા એની સાથે માણવી જોઈએ. આ માધ્યમનો શી રીતે સ્વસ્થ ઉપયોગ કરી શકાય છે એનું પોતાના સંતાનને તંદુરસ્ત ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. એનો ઉપયોગ કેવળ ઘરનાં મોટાઓ માટે જ મર્યાદિત બનાવીએ અને બાળકોને એનાથી વંચિત રાખીએ એ બરાબર નથી. ઘરનું વડીલ જ બાળકને ઈન્ટરનેટની હાનિઓથી માહિતગાર કરી શકે અને વખત આવે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયેલું ધ્યાનમાં આવે તો એનાથી ઉગારી શકે છે. [2] બાળકને ઈન્ટરનેટ પર પોતાની સંપૂર્ણ ઓળખ છતી કરવાનાં ભયસ્થાન બતાવવાં જોઈએ. તેણે પોતાના ફોટા, પોતાનું સંપૂર્ણ નામ અને સરનામું, પોતાના અભ્યાસ અને શાળાની વિગતો, ફોન નંબર તેમજ અન્ય કોઈપણ વ્યક્તિગત માહિતીઓ ફેસબૂક કે અન્ય કોઈપણ સોશ્યલ નેટવર્ક સાઈટ પર કદી ન મૂકવી જોઈએ એવો એના માબાપનો આગ્રહ રહેવો જોઈએ. આનો કદીક દુરુપયોગ થઈ શકે છે. [3] બાળક જે વેબસાઈટનો અવારનવાર કે પ્રસંગોપાત્ત ઉપયોગ કરતું હોય તેમની સાથે સંકળાયેલાં જોખમોનો એને અને આપણને ખ્યાલ હોવો જરૂરી છે. સામાન્ય રીતે બાળકો ફેસબૂક, ઓરકૂટ અને માયસ્પેસ જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઈટનું આકર્ષણ ધરાવતું હોય છે. આવી કોઈપણ વેબસાઈટનો ઉપયોગ તે શા માટે કરે છે, એના દ્વારા કેવા કેવા લોકોનો તે સંપર્ક કરતું કે જાળવતું હોય છે, એના પર અપલોડ કરેલી પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટાનો શો દુરુપયોગ થઈ શકે છે, કેવા લોકો આ પ્રકારના સોશ્યલ નેટવર્કિંગ સાથે સંકળાયેલા હોય છે, એના ઉપયોગ સાથે સંકળાયેલી કોઈ માઠી ઘટનાઓનો વર્તમાનપત્રો કે મેગેઝિનોમાં ક્યારેય ઉલ્લેખ થાય છે ખરો ? – આ બધી બાબતો વિશે માબાપે માહિતગાર રહેવું જોઈએ. કંઈ દુર્ઘટના બને પછી તેનો વસવસો કરવો એના કરતાં અગાઉથી સાવચેતીનાં પગલાં ભરવા વધારે ઉપયોગી છે. [4] જો કોઈ વાંધાજનક માહિતી કે ચિત્રો જણાઈ આવે તો બાળકને ખાસ સૂચના આપો કે એવા સંજોગોમાં તરત એણે કોમ્પ્યુટરને બંધ કરી દઈને એ પાનની વિગત પોતાના વડીલના ધ્યાનમાં આણવી જોઈએ. એ વેબસાઈટના ખૂલેલા પાનને આગળ જોવાના પોતાના કુતૂહલને એણે તરત ને તરત જ કોઈપણ હિસાબે દબાવી દેવું જરૂરી છે. આટલા બટનોનો ઉપયોગ બાળક માટે આપત્તિ પેદા કરી શકે છે. ઈન્ટરનેટના ઉપયોગની આટલી આચારસંહિતાનું પાલન કરાવવાનો બાળક પાસે તેના માબાપે ખાસ આગ્રહ રાખવો જોઈએ. [5] બાળકને ઈન્ટરનેટનો નશો ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. તેને રોજના અને અઠવાડિયાના ઈન્ટરનેટના સમયનું સ્પષ્ટ બંધારણ કરી આપવું જોઈએ. એ આ બાબતમાં એની મુનસફીનો ઉપયોગ ન કરે તેનો આપણે દઢ આગ્રહ રાખવો જરૂરી છે. ઈન્ટરનેટ કે મોબાઈલ એના માટે માત્ર સમય પસાર કરવાનું રમકડંટ ન હોવું જોઈએ. એના ઈન્ટરનેટના ઉપયોગનો હેતુ પણ સ્પષ્ટ હોવો જોઈએ. એ કઈ સાઈટ ખોલે એ અને કોનો સંપર્ક કરતો હોય છે એ એણે એના માતાપિતાને પ્રમાણિકતાથી જણાવવું જોઈએ. બાળક માટે જે કંઈ નિયમો ઘડવામાં આવે તેનું તેની પાસે દઢતાથી અને સાતત્યપૂર્ણ પાલન કરાવવાની તેના માબાપે ચીવટ રાખવી જોઈએ. માબાપને સમય ન હોય અને બાળક માટે ઘડવામાં આવેલા નિયમો બાબતમાં તે ઢીલથી વર્તે તો તેનો બાળક ગેરલાભ લઈ શકે છે. [6] કોમ્પ્યુટર બાળકના બેડરૂમમાં ન રાખતાં તે બધાં જોઈ શકે તેવા સ્થાનમાં રાખવાથી એની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં માબાપને સુગમતા રહે છે. આનાથી એને કોઈપણ પ્રવૃત્તિ છાનીમાની કરવાથી દૂર રાખી શકાય છે. [7] બાળક સાથે નિખાલસ અને મોકળા સંબંધ રાખવા જોઈએ. માતાપિતા અને સંતાનોની વચ્ચે મુક્ત અને વિશ્વાસસભર સંવાદનું વાતાવરણ જળવાવું જોઈએ. માતાપિતાએ સંતાનોને પોતાની અપેક્ષાઓ સ્પષ્ટ જણાવવી જોઈએ. બાળક એમની આગળ પોતાની શંકાઓ ખુલ્લા દિલે વ્યક્ત કરી શકે તેવું કૌટુંબિક વાતાવરણ એને વાંધાજનક પ્રવૃત્તિઓ કરતાં કે અજાણતાં એનો ભોગ બનતાં રોકી શકે છે. પોલીસ બનીને એના પ્રત્યેક વર્તનને શંકાની નજરે જોતાં રહેવાની ચેષ્ટા કામ આવતી નથી. જો બાળકને ઈન્ટરનેટ પર કઈ વાંધાજનક જોવા મળે કે એના પર શંકા પેદા કરે તેવો કોઈ મેઈલ આવે તો આ હકીકત એના માબાપના ધ્યાનમાં આણી શકે અને એમનું માર્ગદર્શન લઈ શકે છે. આ બાબતમાં મુક્ત સંવાદ જે કામ કરી શકે છે તે છૂપી પોલીસની આંખ કરી શકતી નથી. બાળકને અણછાજતા વર્તન અને વ્યવહારોથી દૂર રાખવાની આ જ ઉત્તમ ચાવી છે. [8] પોતાના ઘરના કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ સિક્યુરિટી સોફટવેર નખાવવો જોઈએ. એના પર માબાપનો કંટ્રોલ રહે તેવો પ્રબંધ કરવો જોઈએ. નોર્ટન કંપની આ પ્રકારના ભરોસાપાત્ર સિક્યૂરીટી સોફટવેર પ્રોગ્રામ બનાવતી હોય છે. બાળકો માટેની આચારસંહિતા [1] તેમણે પોતાનું પૂરું નામ, સરનામું, ફોન નંબર, સ્કૂલની વિગતો, પોતાના માતાપિતાને લગતી માહિતી વગેરે વિગતો કોઈપણ વેબસાઈટ પર ખુલ્લી ન મૂકવી જોઈએ. પોતાના ફોટા કદી અપલોડ ન કરવા જોઈએ. [2] જો ઓનલાઈન કંઈપણ વાંધાજનક કે શોચનીય પરિસ્થિતિમાં મુકાઈ જવાય તેવું જોવા-જાણવા મળે તો તે તરત પોતાના માતાપિતાના ધ્યાનમાં આણવું જોઈએ. [3] પોતાના માતાપિતાની પરવાનગી સિવાય ઓનલાઈન કોઈની સાથે સંપર્ક કદી ન બનાવવો જોઈએ. પોતાની વિગતો કોઈ અજાણ્યાને પૂરી ન પાડવી જોઈએ. કોઈ સંજોગોમાં અજાણી વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત માટે તૈયાર ન થઈ જવું જોઈએ. ઓનલાઈન વિગતમાં પોતાની જાતીયતા સ્પષ્ટ ન થાય તે પ્રકારનું પોતાનું નામ રાખવું જોઈએ. કોઈપણ વ્યક્તિ સાથે સેક્સ અને ધર્મ સંબંધી બાબતમાં ચેટિંગ કરવાનું ટાળવું જોઈએ. [4] પોતાના કુટુંબ, મિત્ર, સમાજ, શિક્ષકો કે કોઈ જાતિ-સંપ્રદાયની વિરોધમાં ઉશ્કેરણી કરે તેવી વાંધાજનક રજૂઆત કરતી વ્યક્તિઓને ચેટિંગ કરવા કે ઓનલાઈન સંપર્ક કરવા કદી પ્રોત્સાહન નહીં આપવું જોઈએ. ધમકીના, પ્રલોભનના, જાતીય વ્યવહારના કે ઈનામી યોજનાઓના મેસેજ કે ઈ-મેઈલને કદી પ્રતિભાવ ન આપવો જોઈએ. [5] માબાપની જાણ બહાર પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટા કદી પોતાના ઓનલાઈન મિત્રને કે અજાણી વ્યક્તિને નહીં મોકલવા જોઈએ. એક અગત્યની વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઓનલાઈન અજાણી વ્યક્તિઓ પોતાની સાચી હકીકત કે ઓળખ છુપાવીને તમને છેતરી શકે છે. આનાથી હંમેશાં સાવચેત રહેવું જોઈએ.

PSI ,Constable, ASI પરિક્ષા પાસ કરવા માટેનું ઓનલાઈન સાહિત્ય,ઘરે બેઠા

વિદ્યાર્થી મિત્રો, કછુઆ વેબસાઈટ આપને PSI ,Constable, ASI ની પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી ઓનલાઈન કરાવશે. PSI ,Constable, ASI ની પરિક્ષા સારી રીતે પાસ કરવા માટેના આ સંપૂર્ણ કોર્ષ ની ફી માત્ર 400 રૂપિયા છે. કછુઆ માં PSI, ASI અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે બે પ્રકારના કોર્ષ ચાલે છે.

(1) PSI,ASI અને કોન્સ્ટેબલ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતો સાહિત્ય સાથેનો કોર્ષ.

કોર્ષ માં સમાવિષ્ઠ વિષય :

PSI માટે :-ગુજરાતી , અંગ્રેજી , કાયદો , સામાન્ય જ્ઞાન

કોન્સ્ટેબલ અને ASI માટે : કાયદો, સામાન્ય જ્ઞાન અને અભ્યાસક્રમ અનુસારના મુદ્દાઓ


કોર્ષમાં શું હશે ? અભ્યાસક્રમ અનુસાર : સંપૂર્ણ સાહિત્ય નું PDF (ઓનલાઈન ), વિડીઓ લેકચર , MCQ ટેસ્ટ. 

કોર્ષની કિમત: 400 રૂપિયા. કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી


(2) PSI, ASI અને કોન્સ્ટેબલ માટે રોજ MCQ ટેસ્ટ

રોજ 20 પ્રશ્નો નો MCQ ટેસ્ટ અને તેનું સોલ્યુશન 
કિંમત : 200 રૂપિયા

કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા 1 વર્ષ (જે વધુ હોય તે )
 

For Courses inquiry

કોર્ષ ની વધુ માહિતી માટે કે કેશ ઓન ડિલીવરી માટે ઈન્કવાયરી ફોર્મ ભરવું.

 ઈન્કવાયરી ફોર્મ (Give Your Link)

Syllabus Of PSI-ASI-Constable Exam

(એ) પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બીન હથીયારી કક્ષાની જગ્યા માટે:
ચાર પ્રશ્નપત્રોની  હેતુલક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઇપ પરીક્ષા નીચેપ્રમાણે રહેશે.

પ્રશ્નપત્રો -૧
ગજુરાતી ભાષા કુલ-૭પ કુલ સમય- ર-કલાક હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઇપ
(પ્રશ્નમાં વ્યાકરણ, મૌખિક ક્ષમતા, રૂથી પ્રયોગ , શબ્દકોષ, કોમ્પ્રીહેન્શન વગેરેનો
સમાવેશ થશે.)
પ્રશ્નપત્રો -૨
અંગ્રેજી ભાષા કુલ- ૭પ ગુણ સમય- ર-કલાક (Questions shall be objective type
which will cover Grammar, Verbal aptitude, Vocabulary, Idioms,
Comprehension etc,)
પ્રશ્નપત્રો -૩
સામાન્ય જ્ઞાન  (વર્તમાન પ્રવાહો અને મનોવૈજ્ઞાનિક બાબતો)
હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) કસોટી ૧૦૦ કુલ સમય-ર કલાક
પ્રશ્નપત્રો -૪
કાયદાકીય બાબતો હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ કસોટી) ૧૦૦ ગુણ  સમય-ર કલાક
આ પ્રશ્નપત્રમાં નીચેના કાયદાને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે.
(૧)ભારતનું બંધારણ (ર) ક્રિમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ (૩) ઇન્ડિયન પીનલ કોડ-
૧૮૬૦ (૪) એવીડન્સ એકટ- ૧૮૭ર (પ) ગજુરાત પોલીસ એકટ-૧૯પ૧ (૬) ગજુ રાત
પ્રોહીબીશન એકટ- ૧૯૪૯ (૭) ભ્રષ્ટાચાર નાબુદી  અધિનિયમ-૧૯૮૮ (૮)
અનુજાતિ /અનું.જનજાતિ(અત્યાચાર નિવારણ) ધારો-૧૯૮૯ (૯) મોટર વાહન
અધિનિયમ-૧૯૮૮.

  (બી) મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બીન હથીયારી કક્ષાની જગ્યા માટે:
        ચાર પ્રશ્નપત્રોની  હેતુલક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઇપ પરીક્ષા નીચેપ્રમાણે રહેશે.

પ્રશ્નપત્રો -૧
ગજુરાતી ભાષા કુલ-૭પ કુલ સમય- ર-કલાક હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઇપ
(પ્રશ્નમાં વ્યાકરણ, મૌખિક ક્ષમતા, રૂથી પ્રયોગ , શબ્દકોષ, કોમ્પ્રીહેન્શન વગેરેનો
સમાવેશ થશે.)
પ્રશ્નપત્રો -૨
અંગ્રેજી ભાષા કુલ- ૭પ ગુણ સમય- ર-કલાક (Questions shall be objective type
which will cover Grammar, Verbal aptitude, Vocabulary, Idioms,
Comprehension etc,)
પ્રશ્નપત્રો -૩
સામાન્ય જ્ઞાન  (વર્તમાન પ્રવાહો અને મનોવૈજ્ઞાનિક બાબતો)
હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) કસોટી ૧૦૦ કુલ સમય-ર કલાક
પ્રશ્નપત્રો -૪
કાયદાકીય બાબતો હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ કસોટી) ૧૦૦ ગુણ  સમય-ર કલાક
આ પ્રશ્નપત્રમાં નીચેના કાયદાને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે.
(૧)ભારતનું બંધારણ (ર) ક્રિમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ (૩) ઇન્ડિયન પીનલ કોડ-
૧૮૬૦ (૪) એવીડન્સ એકટ- ૧૮૭ર



એક રાજાના ત્રણ પ્રશ્નોનો સાચા જવાબો.

એક રાજાના  ત્રણ પ્રશ્નોનો સાચા જવાબો.
એક રાજાને ત્રણ પ્રશ્નોનો સાચો જવાબ મળતો નહોતો.
[1] કોઈ પણ કામ શરૂ કરવા માટેનો યોગ્ય સમય કયો ?
[2] પોતાની સાથેના માણસોમાંથી કોને સાંભળવા અને કોને પડતા મૂકવા ?
[3] સામે પડેલા કામમાંથી કયું કામ સૌથી વધુ અગત્યનું છે ?
જો આ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ તેને મળી જાય તો હાથ પર લીધેલું એકેય કામ નિષ્ફળ ન જાય એવું તેને લાગ્યું. તેથી આ ત્રણે પ્રશ્નોનો સાચો જવાબ આપનાર માટે રાજાએ મોટું ઈનામ જાહેર કર્યું. આખા રાજ્યમાં દાંડી પિટાવી ઈનામ જાહેરાત કરી દેવામાં આવી.
રાજાના દરબારમાં દેશવિદેશથી વિદ્વાન પંડિતો આવવા લાગ્યા. દરેકે રાજાના ત્રણે સવાલના જુદા જુદા જવાબ આપ્યા. પહેલા સવાલના જવાબમાં કેટલાક પંડિતોએ કહ્યું કે, ‘કોઈ પણ કામ શરૂ કરવા માટેનો યોગ્ય સમય પંચાંગ જોઈને નક્કી કરવો જોઈએ. પંચાગમાં દિવસો, મહિના તથા વર્ષોના કોઠાઓ અગાઉથી તૈયાર કરી રાખેલા હોય છે. એની મદદથી કોઈ પણ કામ શરૂ કરવા માટેનું શુભ મુહૂર્ત જોઈને તે સમયે કામ શરૂ કરવું જોઈએ. મુહૂર્તના નિયમનું ચુસ્તપણે પાલન થવું જોઈએ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. બીજા પંડિતોએ એમ કહ્યું કે, કયું કામ ક્યારે કરવું એ અગાઉથી નક્કી કરવાનું શક્ય નથી. મુહૂર્તની રાહ જોવામાં વખત બગાડવાનો પણ કંઈ અર્થ નથી. એટલે રાજાએ જે કાંઈ બનાવો બનતા હોય તે જોતા રહેવું જોઈએ અને તે પરથી જે સમયે જે કામ અગત્યનું લાગે તે પોતાના બુદ્ધિનિર્ણય મુજબ શરૂ કરી દેવું જોઈએ.
બીજા કેટલાક પંડિતોને આ વાત પણ બરાબર ન લાગી. તેમનું કહેવું એમ હતું કે, રાજા રાજ્યનાં બધાં કામકાજ પર ધ્યાન રાખે અને જે કામ તેને કરવા જેવું લાગે તે કામ તેની મરજી આવે ત્યારે શરૂ કરી દે એ બરાબર ન ગણાય. તેઓ એમ માનતા હતા કે આવો નિર્ણય રાજા એકલો લઈ લે તે બરાબર નથી. એટલે રાજાએ રાજ્યના ડાહ્યા માણસોનું એક મંડળ રચવું જોઈએ અને એ સલાહકાર મંડળની સલાહ પ્રમાણે તેણે કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય નક્કી કરવો જોઈએ.
કેટલાક પંડિતોએ રાજાને સલાહ આપવા માટે આવું સલાહકાર મંડળ રચવાની વાતને તદ્દન અવહેવારુ ગણાવી. તેમની દલીલ એ હતી કે, રાજાને ઘણાં કામો કરવાનાં હોય છે. આમાં કેટલાંક કામો એવાં હોય છે જેમાં રાજાએ તરત નિર્ણય લેવો પડે. આવી રીતે તાત્કાલિક નિર્ણય લેવાનો થાય ત્યારે રાજા સલાહકાર મંડળની સલાહ લેવા માટે નિર્ણય લેવાનું મોકૂફ રાખે એ કેવું કહેવાય ? આ પંડિતવર્ગનું કહેવું એમ હતું કે આવા સલાહકાર મંડળને પૂછવા કરતા કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં ભવિષ્યમાં શું બનવાનું છે તે અગાઉથી જાણી લેવું જોઈએ. તે જાણ્યા પછી કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય નક્કી કરી તે સમયે કામ શરૂ કરવું જોઈએ. જાદુગરોને ભવિષ્યમાં શું બનવાનું છે તેની માહિતી હોય છે. એટલે સલાહકાર મંડળને બદલે કોઈ એક સારા જાદુગરને રાજાએ પોતાની સાથે રાખવો જોઈએ અને તેની સલાહ પ્રમાણે કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય નક્કી કરવો જોઈએ.
બીજો સવાલ પોતાની સાથેના માણસોમાંથી રાજાએ કોને અગત્યના માણસમાં ગણતા તે હતો. આના જવાબમાં પણ એકમત નહોતો. કોઈએ દરબારીને, કોઈએ ધર્મગુરુઓને, કોઈએ વૈદરાજને, તો કોઈએ શૂરવીર યૌદ્ધાઓને રાજાએ અગત્યના માણસ ગણવા જોઈએ એવું કહ્યું. ક્યા કામને અગત્યનું ગણવું જોઈએ એવા ત્રીજા સવાલના જવાબમાં કેટલાક પંડિતોએ કહ્યું કે વિજ્ઞાન અને તેનો વિકાસ આ જમાનામાં સૌથી અગત્યનો ગણાય. બીજા કેટલાકનું માનવું એવું હતું કે યુદ્ધ લડવામાં નિપુણતા કેળવવી એ સૌથી અગત્યનું ગણાવું જોઈએ. કેટલાકે ફરી પાછી, એની એ વાત કરી : ધાર્મિક પૂજાપાઠ સૌથી અગત્યનાં ગણાવાં જોઈએ. આમ દરેક સવાલના જુદા જુદા જવાબ મળતાં રાજાએ તેમાંથી એકેય જવાબને માન્ય રાખ્યો નહીં. એટલે ઈનામ પણ કોઈને મળ્યું નહીં. આમ છતાં એને મૂંઝવતા ત્રણ સવાલના જવાબ મેળવવાની ઈચ્છા તેના મનમાંથી દૂર થઈ નહીં. આખરે તે જવાબ મેળવવા માટે તેણે પોતાના ડહાપણ માટે ખૂબ જાણીતા એવા એક સાધુને મળવાનું નક્કી કર્યું. આ સાધુ શહેર નજીક આવેલા જંગલમાં રહેતા હતા અને જંગલ છોડીને ક્યારેય શહેરમાં આવતા નહોતા. વળી, તેઓ હંમેશા સામાન્ય માણસોને જ મળતા. એટલે રાજા વેશપલટો કરીને સાધુને મળવા નીકળ્યો.
ગુફા નજીક આવતાં તે ઘોડા પરથી ઊતરી ગયો અને પોતાના સિપાઈઓને ત્યાં થોભાવી તે સાધુ મહારાજની ગુફા તરફ ચાલી નીકળ્યો. રાજા ગુફા પાસે પહોંચ્યો ત્યારે સાધુ મહારાજ તેમની ઝૂંપડી સામેની જમીન ગોડતા હતા. રાજાને જોતાં જ તેમણે તેને આવકાર આપ્યો અને પછી પાછા જમીન ખોદવા લાગી ગયા. સુકલકડી કાયાવાળા આ સાધુ મહારાજની તબિયત નાજુક હતી. તેઓ કોદાળીથી જમીન ખોદતા હતા, પણ કોદાળીના દરેક ટચાકે તેમને ઊંડો શ્વાસ લેવા થોભવું પડતું હતું. રાજા તેમની પાસે ગયા અને પૂછ્યું : ‘સાધુ મહારાજ, હું મને મૂંઝવતા ત્રણ સવાલોના જવાબ મેળવવા માટે તમારી પાસે આવ્યો છું. યોગ્ય વસ્તુ યોગ્ય સમયે શરૂ કરવાનું હું કેવી રીતે જાણી શકું ? કયા માણસો સૌથી અગત્યના ગણાય અને તેથી મારે ક્યા માણસો તરફ વધારે ધ્યાન આપવું જોઈએ ? છેવટે, ક્યાં કામ સૌથી અગત્યના ગણાય – અને મારી પાસે પડેલા કામોમાંથી મારે કયું કામ પહેલા હાથ પર લેવું ?’
સાધુ મહારાજે રાજાના ત્રણે સવાલો ધીરજથી સાંભળ્યા, પરંતુ એકેનો જવાબ આપ્યો નહીં. વાત સાંભળવા જરા થોભ્યા બાદ તેમણે ફરી જમીન ગોડવાનું શરૂ કરી દીધું. મહારાજ થાકેલા જણાતા હતા. તેથી રાજાએ કહ્યું, ‘મહારાજ, તમે થાકેલા લાગો છો. મને કોદાળી આપો, હું તમારા ક્યારા ગોડી આપું.’ મહારાજે રાજાનો આભાર માન્યો અને તેની કોદાળી આપી પોતે આરામ કરવા માટે જમીન પર બેસી ગયા.
રાજાએ બે ક્યારા ગોડી કાઢ્યા અને પછી સાધુ મહારાજને ફરી પાછા પેલા ત્રણ સવાલ પૂછ્યા. આ વખતે પણ મહારાજે કંઈ જવાબ ન આપ્યો. તેઓ ઊભા થયા અને રાજાએ કહ્યું, ‘ભાઈ, મને કોદાળી આપ. તું થોડો આરામ કર અને મને થોડું કામ કરવા દે.’ પરંતુ રાજાએ તેમ કરવાની ના પાડે અને ખોદકામ શરૂ કર્યું. ધીમે ધીમે કરતાં બે કલાક પસાર થઈ ગયા. સૂરજ ઢળવા લાગ્યો. સૂરજ જંગલની ઝાડીમાં છુપાઈ જવાની તૈયારીમાં હતો તે વખતે રાજાએ ખોદવાનું કામ પૂરું કરી સાધુને કહ્યું, ‘મહારાજ, હું તમારી પાસે મને મૂંઝવતા ત્રણ સવાલોના જવાબ મેળવવા માટે અહીં આવ્યો હતો. સાંજ પડી ગઈ છે. મને જવાબ આપી શકાય એમ હોય તો આપો અને ન આપી શકાય એમ હોય તો તેમ કહો, જેથી હું પાછો ઘરે જાઉં.’
ત્યાં તો સાધુએ રસ્તા તરફ આંગળી ચીંધી કહ્યું : ‘જો, આ કોઈ દોડતું દોડતું અહીં આવી રહ્યું છે. આપણે જોઈએ તો ખરા કે એ કોણ છે ?’
રાજાએ રસ્તા તરફ જોયું તો એક દાઢીવાળો માણસ દોડતો દોડતો તેઓ ઊભા હતા તે તરફ આવતો હતો. એ માણસે તેના બંને હાથ પેટ પર દબાવી રાખ્યા હતા. અને તેથી છાતીમાંથી લોહી વહેતું હતું. તે સીધો રાજા ઊભો હતો ત્યાં આવ્યો અને રાજાના પગમાં ઢળી પડ્યો. તે માણસ લગભગ બેહોશ થઈ ગયો હતો. રાજાએ અને સાધુએ મળી તેથી છાતી પરનાં કપડાં કાઢી નાખ્યાં. તેની છાતીમાં ઊંડો ઘા પડેલો હતો. રાજાએ તેનાથી બને તેટલી સારી રીતે એ ઘાને સાફ કર્યો અને પછી તેના પર પોતાનો હાથરૂમાલ મૂકી, સાધુએ આપેલા મોટા કપડાનો પાટો બાંધી દીધો, પરંતુ ઘા ઊંડો હોવાથી લોહી વહેતું બંધ થયું નહીં. થોડી વારમાં તો આખો પાટો ગરમ લોહીથી ભીનો થઈ ગયો. રાજાએ પાટો છોડી નાખી કોરો કરી, ફરી બાંધ્યો. આવું બે-ત્રણ વાર કર્યું ત્યારે લોહી વહેતું બંધ થયું. થોડી વારમાં એ માણસ જરા ભાનમાં આવ્યો અને ભાનમાં આવતાંવેંત તેણે પીવા માટે પાણી માગ્યું. રાજા તાજું પાણી લઈ આવ્યો અને તેને પાયું. દરમિયાનમાં સૂરજ આથમી ગયો હતો અને વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. રાજાએ સાધુની મદદથી પેલા માણસને ઊંચકી લીધો અને સાધુની ઝૂંપડીમાં લઈ જઈ તેને પથારી પર સુવડાવી દીધો. પેલો માણસ પથારીમાં આંખો બંધ કરીને શાંતિથી પડી રહ્યો હતો. રાજા તેની સારવાર માટે તેની પાસે બેઠો હતો પણ આખા દિવસની મહેનતના થાકના કારણે તેની આંખોમાં ઊંઘ ઘેરાતી હતી. તેને બેઠાં બેઠાં જ ઊંઘ આવી ગઈ અને તે પથારીની પાસે જ ઢળી પડ્યો. તેને એવી તો ઊંઘ આવી ગઈ કે ઉનાળાની એ ટૂંકી રાત ક્યાં પસાર થઈ ગઈ તેની તેને ખબર સુદ્ધાં ન પડી. સવારે તે ઊઠ્યો ત્યારે તે ક્યાં બેઠો અને તેની સામેની પથારી પર બેઠેલો દાઢીવાળો માણસ તેની સામે ટીકી ટીકીને શું જોયા કરે છે તેની તેને સમજ પડી નહીં. રાજાને ઊઠીને પોતાના તરફ જોતો જોઈ પેલા માણસે હાથ જોડી કહ્યું : ‘મને માફ કરો.’ આ દાઢીવાળો માણસ શા માટે પોતાની માફી માગે છે તે રાજાને સમજાયું નહીં. તેથી રાજાએ કહ્યું, ‘હું તમને ઓળખતો નથી. વળી તમે એવું કંઈ નથી કર્યું જેને માટે મારે તમને માફી આપવી પડે.’
‘તમે મને ઓળખતા નથી, પણ હું તમને ઓળખું છું. તમે મારા ભાઈની જમીન તથા મિલ્કત જપ્ત કરી લીધાં છે તથા તેને ફાંસીની સજા કરી છે. તેનો બદલો લેવા માટે મેં તમારું કાટલું કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. તમે સાધુ મહારાજને મળવા માટે નીકળ્યા તેની મને ખબર હતી અને તમે તમારા સિપાઈઓને મૂકીને એકલા પાછા ફરો તે વખતે તમને પૂરા કરી નાખવાનો દાવ મેં ઘડી રાખ્યો હતો. પરંતુ આખો દિવસ પસાર થઈ ગયો તોય તમે પાછા ફર્યા નહીં. હું માર્ગમાં ઝાડીમાં છુપાઈ રહ્યો હતો. રાત પડી જતાં ઝાડીમાંથી બહાર નીકળ્યો તે વખતે તમારા સિપાઈઓ મને જોઈ ગયા. તેમણે મને ઓળખી કાઢ્યો અને મને ઘાયલ કર્યો. હું તેમના હાથમાંથી છટકીને અહીં નાસી આવ્યો. અહીં જો તમે મારી યોગ્ય સારવાર ન કરી હોત તો મારા શરીરમાંથી એટલું બધું લોહી વહી જાત કે હું મરી જાત. હું તમને મારી નાખવા નીકળ્યો હતો, પણ તમે મારી સારવાર કરી મારા પ્રાણ બચાવી લીધા. આમ તમે મને નવું જીવન આપ્યું છે. એટલે જો હું જીવું અને તમે મને સ્વીકારો તો આખી જિંદગી તમારી વફાદારીથી સેવા કરીશ. એટલું જ નહીં, મારા દીકરાને પણ તેમ કરવાનું કહીશ.’
પોતાના દુશ્મન સાથે આટલી સરળતાથી સુલેહ થઈ જતાં રાજા ખૂબ રાજી થયો. રાજાએ તેને માફી તો આપી જ, પણ તેના ભાઈની મિલકત પણ પરત કરી દીધી. પોતાના ચાકરો મારફતે રાજવૈદ્યને બોલાવી પેલાની સારવાર કરવા કહ્યું.
પોતાના ઘાયલ મિત્રની રજા લઈ રાજા ઝૂંપડીમાંથી બહાર આવ્યો. તેણે બહાર આવીને જોયું તો સાધુ મહારાજ ગઈ કાલે ખોદીને સરખા કરેલા ક્યારાઓમાં બી વાવી રહ્યા હતા. રાજાએ પાછા ફરતાં પહેલાં પોતાનાં ત્રણ સવાલોના જવાબ માટે ફરી એક વાર સાધુ મહારાજને વીનવી જોવાનું નક્કી કર્યું. સાધુ મહારાજ પાસે જઈ તેણે પૂછ્યું, ‘મહારાજ મારા ત્રણ સવાલોના જવાબ તમે આપ્યા નથી. મને મૂંઝવતા એ ત્રણ સવાલોના જવાબ માટે હું તમને છેલ્લી વખત વિનંતી કરું છું.’ સાધુએ રાજા સામે જોઈ કહ્યું : ‘ભાઈ, તારા ત્રણે સવાલના જવાબ મેં આપી દીધા છે.’ રાજા વિચારમાં પડ્યો. તેણે પૂછ્યું : ‘તમે કેવી રીતે મારા સવાલોના જવાબ આપી દીધા તે મને સમજાયું નહીં.’
સાધુએ કહ્યું : ‘જો કાલે તું મારા પર દયા ખાઈ મારા ક્યારાઓ ગોડવા માટે અહીં રોકાઈ ન ગયો હોત તો શું થાત ? તો રસ્તામાં પેલા માણસે તારી પર હુમલો કરી તને ઘાયલ કર્યો હોત. એવું થાત તો તને મારી સાથે ન રહેવા બદલ પસ્તાવો થાત. એટલે તું જ્યારે ક્યારા ખોદવાનું કામ કરતો હતો ત્યારનો સમય તારે માટે સારમાં સારો સમય હતો. હું તારે માટે સૌથી અગત્યનો માણસ હતો તથા મને મદદ કરવી એ તારે માટે સારામાં સારું કામ હતું. પાછળથી જ્યારે પેલો ઘાયલ માણસ આપણી પાસે દોડી આવ્યો અને તેં એની સારવાર કરવા માંડી, તે સમય તારે માટે સૌથી અગત્યનો સમય હતો. કારણ, તે વખતે તેં એની સારવાર ન કરી હોત તો તે તારી સાથે સુલેહ કર્યા વગર જ મરી ગયો હોત. એટલે તારા માટે તે વખતે એ માણસ સૌથી અગત્યનો માણસ હતો અને તે વખતે તેં જે કામ કર્યું તે સૌથી અગત્યનું કામ હતું, સેવાનું કામ હતું.
આ બધા પરથી એક વાત યાદ રાખજે. માત્ર એક જ સમય એવો છે જે સૌથી અગત્યનો છે : વર્તમાન ! તે સૌથી અગત્યનો સમય એટલા માટે છે કે માત્ર તેની ઉપર જ આપણી સત્તા છે. ભૂતકાળ તથા ભવિષ્યકાળ પર આપણી કોઈ સત્તા ચાલતી નથી. બીજું તમારી સાથે જે વખતે જે માણસ હોય તેને તમારે સૌથી અગત્યનો અને જરૂરી માણસ ગણવો જોઈએ. કારણ, તેના સિવાયના માણસ જોડે કામ પડશે જ કે કેમ તે તમે જાણતા નથી. તેથી જે વખતે જે માણસ આપણી સાથે હોય તેને જરૂરી અને અગત્યનો સમજવો. અને એ માણસનું ભલું કરવું તે સૌથી અગત્યનું કામ જાણવું. કારણ આપણી સાથે હોય તેની ભલાઈ કરવી એ આપણું કર્તવ્ય છે. એટલા માટે જ ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે.’રાજાને પ્રશ્નોનો ઉત્તર મળી ચૂક્યો હતો. 

Physical requirements PSI ASI Constable શારીરિક કસોટી

આ તમામ જગ્યાઓ માટે નીચેના શારીરિક ધોરણો ઉમેદવારો સંતોષતાં હોવા જોઇએ.
ઊંચાઈ
(ક)
પુરુષ ઉમેદવારો
લઘુતમ-૧૬પ સે.મી
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
(ખ)
પુરુષ ઉમેદવારો
લઘુતમ-૧૬૨  સે.મી
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
(ગ)
મહિલા ઉમેદવારો
પો.સ.ઇ./એ.એસ.આઇ. માટે
લઘુતમ-૧૫૮  સે.મી
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
(ઘ)
મહિલા ઉમેદવારો
પો.સ.ઇ./એ.એસ.આઇ. માટે
લઘુતમ-૧૫૬ સે.મી
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
(ચ)
મહિલા ઉમેદવારો
લોકરક્ષક માટે
લઘુતમ-૧૫૫  સે.મી
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
(છ)
મહિલા ઉમેદવારો
લોકરક્ષક માટે
લઘુતમ-૧૫૦  સે.મી
મળૂ ગજુરાતના અનુ.જનજાતિના
ઉમેદવારો સવાયના તમામ માટે
છાતી
ફકત પુરુષ ઉમેદવારો (તમામ) માટે જરૂરી
ફુલાવ્યા વગરની             ૭૯ સે.મી          લધુતમ હોવી જોઈએ.
ફુલાવેલી                     ૮૪ સે.મી          લધુતમ હોવી જોઈએ.      
(પ સે.મી.નો ફુલાવો અનિવાર્ય છે)
વજન
પુરુષ ઉમેદવારો માટે ૫૦ ક્રી.ગ્ર વજન ઓછામાં ઓછુ હોવુ જોઇએ.
મહિલા ઉમેદવારો માટે ૪૦ ક્રી.ગ્ર વજન ઓછામાં ઓછુ હોવુ જોઇએ.
શારીરિક કસોટી :-

તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સયાંકુત શારીરિક કસોટી યોજાશે.
દોડ
પુરુષ
(ક)
(૧) ૮૦૦
મીટર દોડ
(૨)પ કી .મી.
(૧) 3 મીનીટ અને ૧૦ સેકંડ માં દોડ પરુી કરવાની રહેશે. (આ દોડ અનુસાર પૂરી  કરનાર પુરુષ  ઉમદેવાર જ પ કી.મી. દોડમાં ભાગ લેશે.)
(૨) વધુમાં વધુ રપ મીનીટ માં તમામ પુરુષ ઉમદેવારોએ દોડપરુીકરવાની રહેશે.
મહિલા
(ખ)
૧૬૦૦ મીટર
વધુમાં વધુ ૯ મીનીટ અને ૩૦ સેકન્ડમાં તમામ મહિલા  ઉમેદવારોએદોડ પરુી કરવાની રહશે.
એકસ
સનવિસ
મેન
(ગ)
વધુમાં વધુ ૧૨ મીનીટ ૩૦ સેકન્ડમાં આ દોડ પરુી કરવાની રહશે.
આ ટેસ્ટ ફકત તમામ એકસ સનવિસમેન માટે રહેશે.

ધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે

ધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે
 

 વિદ્યાર્થી મિત્રો , JEE અને GUJCAT નું વેઇટેજ બોર્ડ ની પરિક્ષા કરતા વધુ છે.તેથી અત્યારથી JEE અને GUJCAT ની પરિક્ષા ની તૈયારી અને પ્રેકટીસ કરવી જોઇએ.આ માટે કછુઆ.કોમ દ્રારા ઓનલાઈન ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવી છે.જે નજીવા દરે તામારા ઘરે મોબાઈલ માં પ્રાપ્ય છે.વધુ માહિતી અને પુછપરછ માટે અહી ક્લિક કરી ઈન્કવાયરી ફોર્મ ભરવું .
                                             ક્લિક 

                                           Post IN ENGLISH
JEE/GUJCAT pratice test for 12th science students of GUJARAT 
 
 Dear Friends, Weigtage of JEE/GUJCAT in final marksheet is more than Board Exam.So it is advised to start preparing for JEE/GUJCAT. Kachhua.com has started online test series for that at very afortable fees.To know more and apply for test click and submit your contact detail.
                                              CLICK

Gk india Latest

भारत में खनिज ** -------------------------- 1. भारत में खनिजों के सर्वेक्षण एवं विकास की जिम्मेदारी किस संस्था के पास है ? उत्तर – जीओलॉजिकल सर्वे ऑफ इंडिया और भारतीय खान ब्यूरो 2. जीओलॉजिकल सर्वे ऑफ इंडिया का मुख्यालय कहां है ? उत्तर – कोलकाता 3. भारतीय खान ब्यूरो का मुख्यालय कहां है ? उत्तर – नागपुर 4. देश का 75 प्रतिशत लोहा किन राज्यों से प्राप्त किया जाता है ? उत्तर – झारखंड और उड़ीसा 5. भारत में सर्वाधिक लौह अयस्क का उत्पादन कहां होता है ? उत्तर – उड़ीसा 6. मैगनीज उत्पादन में भारत का विश्व में कौन- सा स्थान है ? उत्तर – तीसरा 7. देश में सबसे ज्यादा मैंगनीज उत्पादन करने वाला राज्य कौन है ? उत्तर – उड़ीसा 8. कोयले के उत्पादन में भारत का स्थान विश्व में कौन- सा है ? उत्तर – तीसरा 9. सबसे उत्तम किस्म के कोयला का क्या नाम है ? उत्तर – एंथ्रेसाइट 10. भारत में कोयले के उत्पादन में प्रथम तीन राज्य क्रमश: कौन हैं ? उत्तर – झारखंड, छत्तीसगढ़, उड़ीसा । 11. भारत में तांबा के उत्पादन में प्रथम तीन राज्य क्रमश: कौन हैं ? उत्तर – मध्यप्रदेश, राजस्थान और झारखंड । 12. भारत में बॉक्साइट का सबसे अधिक उत्पादन किस राज्य में होता है ? उत्तर – उड़ीसा (कुल उत्पादन का 50 प्रतिशत) 13. अभ्रक के उत्पादन में विश्व में पहला स्थान किस देश का है ? उत्तर – भारत 14. देश में कुल सोने के उत्पादन का 98 प्रतिशत भाग कहां से प्राप्त होता है ? उत्तर – कर्नाटक 15. जस्ता के लिए कौन- सा खान प्रसिद्ध है ? उत्तर – जवार खान (राजस्थान) 16. भारत में यूरेनियम कहां पाया जाता है ? उत्तर – झारखंड (रांची, हजारीबाग,सिंहभूम) 17. यूरेनियम के उत्पादन में देश का पहला राज्य कौन है ? उत्तर – झारखंड 18. मैग्नेजाइट का सबसे अधिक भंडार किस राज्य में है ? उत्तर – उत्तराखंड (68 प्रतिशत भंडार) 19. विश्व का सबसे बड़ा थोरियम निर्माता देश कौन-सा है ? उत्तर – भारत {राजस्थान के पाली, भीलवाड़ा में प्रचूर मात्रा में थोरियम पाया जाता है} 20. क्रोमाइट के उत्पादन में पहला स्थान किस राज्य का है ? उत्तर – उड़ीसा (क्रोमाइट का उत्पादन झारखंड में भी होता है) 21. टंगस्टन का भंडार कहां ज्यादा है ? उत्तर – देगाना (राजस्थान) 22. हीरे की खान देश में कहां है ? उत्तर – पन्ना (मध्यप्रदेश) 23. लिग्नाइट का सबसे अधिक भंडार किस राज्य में है ? उत्तर – तमिलनाड

BAOU B.Ed Exam Question Paper Dec-2014

BAOU B.Ed Exam Question Paper Dec-2014
View Question Paper Format  :Click Here 

Gujarat BSNL Recruitment of Junior Accountant Post

Fix Pay Case New Date 16/12/2014

Now You can check All Details About fix Pay Case Status.
Case Type: SLP Civil
Case Number : 14124-14125
Year :2012
Check Case Status : Click Here
For Fix pay Latest updates Visit our Web
Stay Connect with www.Bhaveshsuthar.com for all latest updates

Edu & Job Updates 2/12/14

♻ CRPF - Constable Bharti Related News
♻ Good News for Central Govt Pensioners ♻ VidyutSahak ( Jr. Asst ) Exam Notification, DGVCL ♻ Recruitment for the Post Of Samaj-Sangthak, Khambhat ♻ Recruitment for the Various Posts, District Health Society, Porbandar ♻ Recruitment for the Post of Junior Accounts Officer, BSNL ♻ GSSSB - Notification of Call letter for Exam for the Post of Clerk, Class 3 ♻ M. A. ( Education - Gandhian Study ) External Sem 3 Hall Ticket - Seat No - Center list; Saurashtra University ♻ Mann. MukhyMantri Scholarship for Graduation Courses 💥 Today's ( Date 02.12.2014 ) latest Educational News Updates
For above all updates :--  Click Here

LOWER PRIMARY BHARTI UPDATE.


3RD ROUND MA LAST GENERAL MERIT NUMBER 628 ANE OBC 292 SUDHI NE BOLAVEL 6E..

HTAT PROMOTION BHARTI NEWS:-20/12/2014 PAHELA BHARTI PROCESS PURN KARVA AADESH.

BREAKING NEWS :- LOWER PRIMARY BHARTI 3RD ROUND DECLARE..ONLY FOR OPEN 73.21% MERIT ATAKYU.

LOWER PRIMARY BHARTI:-SECOND ROUND NA ANTE DISTRICT WISE & CATEGORY WISE JAGYAO.


BREAKING NEWS:- HTAT BHARTI 2013-14 WAITING ROUND DECLARE.

Dec 1, 2014

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની જગ્યાઓ ઉપર બઢતી આપવા દરખાસ્ત મોકલવા બાબત ...............!

NEW REQUIREMENT OF HIGHER SECONDARY CHEMISTRY TEACHER (M.SC B.ED) ..........!

Rajkot Nagarik Sahakari Bank Ltd. Jr. Executive Recruitment 2014

Post Name : Jr.Executive (Trainee)
Qualification : First Class Graduate (Except Arts) OR M.Com / LLB / MBA / MCA. PGDCA / DCA / JAIIB/ CAIIB / COPA (with 1 year apprenticeship)preferable.
Experience : 2 years experience in any Co- Operative bank or any financial institute is preferable. Candidate Should be well versed with Computer knowledge.
Age Limit : 30 Years
Starting Date : 29/11/2014
Last Date : 08/12/2014
Apply Online : http:/career.rnsbindia.com/
Default.aspx

AAU - Anand Agriculture University Admission 2014 For Advanced Training in Commercial Poultry Technology

Vacancies : 15 Seats
Education Qualification : 9th Pass
Age Limit : 16 to 50 Years
Last Date : 20/12/2014
Official Website : http://aau.in/

New HTAT (Head Teacher) Recruitment Related News

SSC Stenographer Grade (C&D) Examination 2014 Result Declared

SSC Stenographer Grade (C&D) Examination 2014 Result Declared
Result : Click Here

JEE/GUJCAT pratice test for 12th science students of GUJARAT

 Dear Friends, Weigtage of JEE/GUJCAT in final marksheet is more than Board Exam.So it is advised to start preparing for JEE/GUJCAT. Kachhua.com has started online test series for that at very afortable fees.To know more and apply for test click and submit your contact detail.
For Registration : Click Here    

Gujarat Forensic Science University Recruitment of Deputy Registar Post

Department : GFSU
Post Name : Deputy Registar
No. of Post : 02
Last Date: 18/12/2014
Official Website : Click Here
Advertisement :