Oct 28, 2014

जानिये तूफान को नाम केसे दिए जाते हे ?

20 वीं सदी की शुरुआत में आस्ट्रेलिया ने तूफानों के नामकरण की शुरुआत की।लोगों ने अपनी बेवफा पत्नी-प्रेमिका और भ्रष्ट नेताओं के नाम पर भी तूफानों का नाम रखना शुरू किया। अमेरिका में भी महिलाओं के नाम पर तूफानों का नामकरण होने लगा।बंगाल की खाड़ी में भी इसी की नकल होती थी।
हालांकि 1970 के दशक में वर्ल्ड मेट्रोलॉ जिकल ऑर्गेनाइजेशन ने तूफानों के नामकरण और नामों को आरक्षित किए जाने की व्यवस्था शुरू की।तूफानों के नाम महिलाओं पर ही रखे जाने का भी कई संगठनों ने विरोध किया।फिर तय किया गया कि नाम रखने में सामंजस्य बनाया जाए।पिछले महीनों जिस तूफान ने महाराष्ट्र-गुजरात में दस्तक दी थी है उसका 'फयान' नाम म्यांमार ने आरक्षित कराया था। इसका मतलब है पेड़ों से गिरती हुई चेरी। अगले तूफान का नाम 'वार्ड' ओमान ने आरक्षित कराया हुआ है।इसके बाद पाकिस्तान का नाम 'लैला' उपयोग में लाए जाना तय हुआ।अगला नाम श्रीलंका का 'बंदू' है। इसके बाद थाईलैंड का नाम 'फेट' उपयोग में लाया जाएगा।फिर बांगलादेश का नाम गिरी उपयोग में लाया जाएगा। इसके बाद भारत का 'जल' नाम तूफान के लिए उपयोग में लाया जाएगा।भारत ने लहर, मेघ, सागर, वायु नाम भी आरक्षित कराए हुए हैं।पाकिस्तान ने लैला, नीलम, नीलोफर, बर्दाह, तितली, बुलबुल नाम आरक्षित कराए हुए हैं।इनमे से निलोफर ने फ़िलहाल दस्तक दी हे

Press note related exam

Educational Updates

... Read More Peon related Circular

IED coordinators ni vahivati badli...!

 

સાચા શિક્ષકનાં લક્ષણો

સાચા શિક્ષકનાં લક્ષણો
                 સં. બબાભાઈ પટેલ
રાત અને દિવસ શિક્ષકો પોતાનો બધો સમય વિદ્યાર્થીઓ પાછળ જ ગાળે અને એમાં આનંદ માને. બીજી બાજુથી, વિદ્યાર્થીઓ પણ એમના શિક્ષકો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખે.
શિક્ષકે પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ પછીનો બીજો બધો સમય શાળાકાર્યમાં જ આપવો જોઈએ. શિક્ષક જે કાર્ય કરી રહેલ છે એમાં જો એને રસ ન હોય, પોતાનો બધો સમય વિદ્યાર્થીઓના હિતમાં ખર્ચવા એ તૈયાર ન હોય, એમની સાથે સમય ગાળવામાં એને જીવનનો આનંદ ન લાગતો હોય તો એવો શિક્ષક એના શિક્ષણકાર્યમાં કદી સફળ થઈ શકવાનો નથી. શિક્ષકના જીવનનો પ્રધાન રસ માત્ર બાળકોના શિક્ષણનો જ હોય, બીજો નહિ. શિક્ષકને સોંપાયેલાં બાળકો પ્રભુનાં છે.
માનવીમાત્રમાં દિવ્યતા રહેલી છે. એને પ્રગટાવવા મથવું એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે. શિક્ષણનો એ એક મહાન આદર્શ છે.
 જે. કૃષ્ણમૂર્તિ
આચાર્ય કે શિક્ષકનાં ત્રણ લક્ષણો છેઃ શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે. કરુણાવાન મા હોય છે. પરંતુ આચાર્ય સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. વિનોબા
તુલસીદાસે રામચરિતમાનસરચીને સંસ્કૃત સમજી શકનાર ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણોની ઇજારાશાહી તોડીબ્રાહ્મણોએ તુલસીદાસને પજવવામાં કશું બાકી ન રાખ્યું. તુલસીદાસે આખરે જ્ઞાનના એ ઇજારદારોને સાફસાફ સંભળાવી દીધું : ભૂખ્યો રહીશ અને મસ્જિદને ઓટલે પડી રહીશ, પણ રામાયણ લખવાનું નથી છોડવાનો.’ – ગુણવંત શાહ
સાચો કેળવણીકાર કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે. પંડિત સુખલાલજી
મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થી નથી પણ શિક્ષણકાર છે. જો આપણે બીજાને શિક્ષિત કરવા શક્તિમાન થવું હોય તો આપણાં પોતાનાં હ્રદય અને મન સાફ કરવાં જોઈએ. જો શિક્ષણકાર પોતે વ્યગ્ર, દગાબાજ, પોતાની ઈચ્છાઓના જંગલમાં ખોવાયેલો હોય તો તે કોઈને ડહાપણ કઈ રીતે આપી શકે ? કે અન્યનો માર્ગ કઈ રીતે સરળ કરી શકે ? – જે. કૃષ્ણમૂર્તિ
જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે કેળવણીકાર છે. એમર્સન
પૂ. રવિશંકર મહારાજે શિક્ષકોને કહેલું કે સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છેઃ જ્ઞાન, કર્મ ને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ.
જ્ઞાન તો જોઈએ ભણવાનું છે, શીખવવાનું છે, માટે જે શીખવવાનું છે અને તે બરાબર શીખવવા માટે જે બીજું ઘણું જોઈએ એનું પૂરું ને ચોક્કસ જ્ઞાન શિક્ષકની પાસે હોવું જરૂરી છે. પોતાને આવડતું ન હોય તો બીજાને બતાવશે કેવી રીતે ? પોતે સમજ્યો ન હોય તો બીજાને સમજાવશે કેવી રીતે ?
શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે.પણ પૂરતું નથી.એ જ્ઞાન પચાવવા, સરળ બનાવવા, શિષ્યોના મનમાં ઉતારવા મહેનત જોઈએ, ઉદ્યમ જોઈએ, શ્રમ જોઈએ.જ્ઞાનઉપરાંતકર્મજોઈએ.
વિષય આવડ્યા પછી વર્ગની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ. જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે.પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી.ત્રીજી જોઈએ છે ભક્તિ.ભક્તિએરાજમાર્ગછે.
તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરાવી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે. અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના. ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.છોકરાને શું ભણાવવું એ જ્ઞાન થયું.છોકરાને કેમ ભણાવવો એ કર્મ થયું.હવે એ છોકરાને સમજીને, ચાહીને, નજીક લાવીને એનો વિશ્વાસ એવી રીતે જીતી લેવો, એનો પ્રેમ એવી રીતે સંપાદિત કરવો કે તે એ શિક્ષણ અપનાવવા ને એ સિદ્ધાંતો પચાવવા ને એ સંસ્કારો ઝીલવા આપોઆપ તૈયાર થાય. એ ભક્તિનું કામ થયું. એ ભક્તિ હોય તો શિક્ષણ સ્પર્શે. અને એ ન હોય તો જ્ઞાન ને કર્મ, આવડત ને મહેનત, ડીગ્રી ને તાલીમ, શિસ્ત ને પરીક્ષા હોય તોપણ કેળવણી વાંઝણી રહેશે. કદાચ આજના શિક્ષકોમાં આ ગુણની વિશેષ ખોટ હોય, અને કદાચ એ ખોટને લીધે આજના શિક્ષકોનું માન ઓછું હોય અને આજની કેળવણી કથળતી હોય. ફાધર વાલેસ
૧. શિક્ષકોનું ચારિત્ર્ય જાણે ગમે તેવું હોય, એ માત્ર પોતાના વિષયમાં પ્રવીણ હોવો જોઈએ એ વિચાર દોષભરેલો છે.
૨. ચારિત્ર્યહીન પણ પ્રવીણ શિક્ષકના હાથ તળે શીખી એકાદ વિદ્યાર્થી પ્રવીણતા મેળવે, તેના કરતાં એ ચારિત્ર્યવાન પણ ઓછા પ્રવીણ શિક્ષકના હાથ તળે ઓછી વિદ્યા ભણે એ હજારગણું વધારે સારું છે.
૩. શિક્ષક પોતાનો વિષય શીખવાની જવાબદરી સમજે પણ વિદ્યાર્થીના ચારિત્ર્યની જવાબદારી ન સમજે, તેને શિક્ષક કહી શકાય નહિ.
૪. આદર્શ શિક્ષક વિદ્યાર્થીના અભ્યાસમાં જ નહિ પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હ્રદયમાં ઊતરવા પ્રયત્ન રહે. એવો શિક્ષક વિદ્યાર્થીને ભયાનક કે યમ જેવો નહિ ભાસે, પણ પૂજ્ય છતાં પોતાની માતા કરતાંયે વધારે નિકટ લાગશે.
૫. શિક્ષકે પોતાની લાયકાત વધારવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાના વિષયમાં છેલ્લી માહિતી એકઠી કરી તૈયાર થઈને જ વર્ગ લેવો જોઈએ. એટલે કે શિક્ષકે વિદ્યાર્થી કરતાંયે વધારે સારું વિદ્યાર્થીજીવન ગાળવું જોઈએ અને અભ્યાસરત રહેવું જોઈએ.
૬. પૂરી તૈયારી કર્યા વિના વર્ગ લેનાર શિક્ષક વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય બગાડે છે.
૭. શિક્ષકે શીખવવાને સારામાં સારી રીત શોધ્યા જ કરવી જોઈએ અને દરેક વિદ્યાર્થીની ખાસિયત તપાસી તેને જે રીતે એના વિષયમાં સૂઝ પડે અને રસ ઉત્પન્ન થાય તેવા ઉપાય ખોળવા જોઈએ અને વિદ્યાર્થીઓને શંકા પૂછવાની તક આપી તેનું સમાધાન કરવું જોઈએ.
૮. મારવાની, ગાળ દેવાની, તિરસ્કાર કરવાની કે બીજી કોઈ શિક્ષા કરવાની શિક્ષકને મનાઈ હોવી જોઈએ.
૯. સારી રીતે કામ કરવા ઈચ્છનાર શિક્ષક ઘણા મોટા વર્ગો ઉપર ધ્યાન ન આપી શકે એ દેખીતું છે.
૧૦. સેંકડો વિદ્યાર્થીઓની શાળા પણ ઈષ્ટ નથી.
ગાંધીજી


CC TV Cemera

Gujarat University Examination News..!

Civil Services ni Exam Pass karnar ne Sahay

Civil Services ni Examination Pass karnar ne Sahay malashe; Anusuchi Jati na Students ( Male ) ne Rs. 50,000 Ane Students ( Female ) ne Rs. 60,000 Apashe

NILOFAR EFFECT :- KUTCH & JAMNAGAR DISTRICT ALL CRC & BRC HAJAR REHVA AADESH

News Update




G.P.S.C.

GTU દ્વારા લેવાતી CCC ની પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી માટે નો કોર્ષ કરો ઘર બેઠા

C.C.C.ની સંપૂર્ણ તૈયારી ( રીડીંગ મટીરીયલ્સ+ પ્રેક્ટિકલ+વિડ્યો + અગાઉના પેપર સાથે)
 વધુ માહિતી આ વિડ્યો દ્વારા જુઓ

Oct 27, 2014

ગુજરાતમાં ‘નિલોફર’ વાવાઝોડાનો ખતરો: બે દિવસમાં ત્રાટકશે, હુડહુડ જેવી તબાહીની આશંકા

- સૌરાષ્ટ્ર-કચ્છ તટે ‘નિલોફર’ વાવાઝોડાનો ખતરો
- અરબ સાગરમાં ઉદભવેલું વાવાઝોડું ઓમાન તરફ વધી રહ્યું છે, બે દિવસમાં ગુજરાતમાં ત્રાટકશે
- 145 કિમીની ઝડપે પવન ફૂંકાવી શકે છે, હુડહુડ જેવી તબાહીની આશંકા

જૂનાગઢ: આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે તારાજી સર્જનાર ચક્રવાતી તોફાન હુદહુદ બાદ હવે ઉત્તર ગુજરાતના કિનારાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન નિલોફર ત્રાટકવાનો ખતરો તોળાઇ રહ્યો છે. આ તોફાન 31 ઓક્ટોબરે ગુજરાતની ધરતી પર  ત્રાટકે તેવી સંભાવના સેવાઇ રહી છે.120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો સાથે નિલોફર તોફાન નજીકનાં કરાચીમાં પણ કેર વરસાવે તેવી ભીતી સેવાઇ રહી છે.ઉત્તર ગુજરાતના કિનારાના વિસ્તારો માટે પ્રી-સાઇક્લોન વોચની જાહેરાત કર્યા બાદ હવામાન વિભાગે પોતાની અપડેટમાં જણાવ્યું છે કે નિલોફર ચક્રવાત રવિવારે બપોરે મુંબઇ કિનારેથી 1,270  કિલોમીટર દૂર અરબ સાગરમાં છે. તે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને મધ્ય પ્રદેશને અસર કરી શકે છે.તોફાનના ખતરાને જોતા ગુજરાત સરકારે કંડલા બંદર માટે  એલર્ટ ઇસ્યુ કરી છે.

અરબી સમુદ્રમાં નિલોફર નામનું વાવાઝોડુ પાકથી ઓમાન તરફ ફંટાઇ તે પહેલા આગામી 48 કલાકમાં કરાચી સહિત કચ્છ ગુજરાતમાં પણ આ વાવાઝોડું ત્રાટકે તેવી હવામાન ખાતાએ ભીતી દર્શાવતાની સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રનાં પોરબંદર અને વેરાવળ બંદરે સર્તકતા વર્તવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં પોરબંદર અને વેરાવળ બંદરે આગામી 48 કલાકમાં નિલોફરનાં ખતરા સામે 2 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવી તમામ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. નોંધનીય એ છે કે, આજે બપોર પછી જ ધાબડીયા વાતાવરણ વચ્ચે નિલોફરનો સંભવિત ખતરો જાહરે થતાની સાથે વહિવટી, ફિશરીઝ વિભાગ અને બંદર તંત્રમાં પણ ભારે સર્જાકતા દર્શાવાઇ છે.

સૌરાષ્ટ્રમાં આજે બપોર પછી ભર શિયાળે ચોમાસા જેવો ધાબડીયો માહોલ સર્જાયો હતો તેવામાં અરબી સમુદ્રમાં બની રેહલું નિલોફર નામનું વાવાઝોડુ પાકથી ઓમાન તરફ ફંટાઇ તે પહેલા આગામી 48 કલાકમાં કરાચી સાથે કચ્છમાં પણ ટકરાઇ તેવી સંભાવનાં હવામાન વિભાગે દર્શાવતાની સાથે જ સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે પણ સંભવિત વાવાઝોડાનાં ખતરા સામે સાવચેતી દર્શાવાઇ છે. જેમાં આજે સાંજે 5 વાગ્યાથી વેરાવળ અને પોરબંદરનાં બંદરે 2 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે અને સાથો સાથ આ બંને સમુદ્રીય સ્થળોએ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમાર સંગઠનો સાથે તાકીદે સંપર્ક કરી અને આ સંભવિત વાવાઝોડાનાં ખતરા સામે માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા સૂચના આપી છે અને જે લોકો સમુદ્રમાં માછીમારી માટે ગયા છે તેઓ તમામ સાથે સ્થાનિક બોટ એસો.દ્વારા સંપર્ક થાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરાઇ છે.

બીજી બાજુ સંભવિત નિલોફરનાં ખતરા સામે વેરાવળ અને પોરબંદરમાં વહિવટી તંત્ર પણ સંજાગ થઇ ગયું છે અને તંત્રનાં કાર્યરત  કંટ્રોલરૂમમાં ખાસ વધારાની ડયુટી શરૂ કરાઇ છે. સાથો સાથ સંભવિત ખતરા સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પણ એલર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ દિવાળી મીની વેકેશન અને આજે રવિવાર હોય જેથી અધિકારી અને કર્મીઓએ હેડકવાર્ટરમાં પહોંચી જવા અને જરૂર પડ્યે રજા રદ કરવાના આદેશો છૂટયા છે. આમ કચ્છમાં નિલોફર ટકરાઇ અને તેની અસર સીધી સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે પડે તે માટે હાલ તો સાંજે 5 વાગ્યાથી જ સર્તકતા દર્શાવાઇ રહી છે.

News related to science stream answer key

SSC & HSC Repiter Student fill form any school

હાર્ટ અટેક અને સ્‍ટ્રોકના ખતરાને ટાળી શકાય છે

સૈનિક શાળા-બાલાચડીમાં પ્રવેશ મેળવવા તા.૬ ડિસેમ્બર સુધીમાંઅરજીકરવી.

News Update






 



ગુજરાતી સાહિત્યના સર્જકોનો પરિચય - વિડ્યો ફાઇલમાં ડાઉનલોડ કરો

૧.નર્મદ
૨.શેખ આદમ
૩.ઝવેરચંદ મેઘાણી
 ૪.પન્નાલાલ પટેલ
૫.કુંદનિકા કાપડીયા
 ૬.દલપતરામ
 ૭.સુરેશ દલાલ
 ૮.પિતાંબર પટેલ
 ૯.મીરાબાઇ
 ૧૦."દર્શક" મનુભાઇ પંચોળી
 ૧૧.દયારામ
 ૧૨.સુંદરમ
 ૧૩.અમૃત ઘાયલ
 ૧૪.કલાપી
 ૧૫.ભક્ત કવિ અખો
૧૬.નરસિંહ મહેતા
૧૭.ગોવર્ધનરામ ત્રિપાઠી
૧૮.મકરંદ દવે
૧૯.પ્રેમાનંદ
૨૦.ન્હાનાલાલ
૨૧.ચન્દ્રકાંત ટોપીવાલા
૨૨.શામળ
૨૩.મણીલાલ પટેલ
૨૪.ઉમાશંકર જોષી
૨૫.દિલિપ રાણપુરા
૨૬.સ્નેહરશ્મિ
૨૭.ગુલાબદાસ બ્રોકર
૨૮.અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
૨૯.બકુલ ત્રિપાઠી
૩૦.જયંત પાઠક
૩૧.ચુનિલાલ મડિયા
૩૨.ઉશનસ
૩૩.આદિલ મન્સુરી




સ્પર્ધાત્મક પરીક્ષા માટે

Android App.

GCC Type Exam (Regular & External) & GCC Steno Exam (Regular & External) ના ઉમેદવારોની ફોર્મ્ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા તા. ૨૭/૧૦/૨૦૧૪ થી શરૂ થશે.

State Examination Board - Gandhinagar

Did You Know ?, Gujarat ખરાં ગુજરાતી હો તો ગુજરાતની આટલી વાતો તો જાણી જ લેજો!

ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.આપણને એમ થાય કે આજે આપણે ગુજરાતની વાત કેમ કરીએ છીએ? તો તેની પાછળનું કારણ એ છે તે ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.
 
* જો ગુજરાત દેશ હોત તો દુનિયાનો 67મો સૌથી ધનવાન દેશ હોત.
*દુનિયાનું સૌથી મોટુ શિપબ્રેકિંગ યાર્ડ ગુજરાતમાં ભાવનગર પાસે આવેલુ અલંગ છે.
*રિલાયન્સની જામનગર ખાતેની ઓઇલ રિફાઇનરી એ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે.
*ગેસ આધારિત થર્મલ ઈલેક્ટ્રિસિટી જનરેશનમાં ગુજરાત આખા ભારતમાં પ્રથમ ક્રમે છે.
*ભારતના સ્ટોક માર્કેટનો 35 ટકા હિસ્સો ગુજરાતીઓના ફાળે છે.
*નોર્થ અમેરિકામાં વસતી ભારતીય વસ્તીમાં 60 ટકા ગુજરાતીઓ છે.
*નોર્થ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારની માથાદીઠ આવક અમેરિકન પરિવારની આવક કરતા 3 ગણી વધારે છે.
*ભારતના કોઈ પણ રાજ્ય કરતા ગુજરાત પાસે સૌથી મોટો દરિયાકિનારો છે.
*ગુજરાત પાસે દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે સંખ્યામાં કાર્યરત એરપોર્ટ (12) છે.
*ભારતનું 16 ટકા મૂડીરોકાણ ગુજરાતમાંથી આવે છે.
*પહેલી ઓલ વેજ પિઝા હટ અમદાવાદમાં ખૂલી હતી.
*સુરત આખી દુનિયાનું સૌથી ઝડપથી વિકસી રહેલુ શહેર છે.
*ગાંધીનગર આખા એશિયાનું સૌથી વધુ હરિયાળુ પાટનગર છે.
*આઈઆઈએમ, અમદાવાદ એશિયાની પ્રથમ અને દુનિયાની 45મા ક્રમની મેનેજમેન્ટ કોલેજ છે.
Source :- Divyabhaskar.