Aug 30, 2014

PRATHMIK SIXAN NI MULYANKAN METHOD MA FERFAR.

પ્રાથમિક કક્ષાના શિક્ષણની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર
હવે ધો-૧ થી ૭ના પરિણામમાં ગુણ નહીં દર્શાવાય : ફેરફાર મુજબ ધોરણ ૮ના પરિણામમાં વિદ્યાર્થીના ગુણ અને ગ્રેડ દર્શાવાશે : વિદ્યાર્થીઓના ગુણ અંગ્રેજીમાં રહેશે
(હરિસિંહ)
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઈઆરટી દ્વારા સમગ્ર રાજ્‍યમાં પ્રાથમિક કક્ષાનું શિક્ષણ અને તેના મુલ્‍યાંકનની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. આ ફેરફાર મુજબ હવે ધોરણ ૭ પછી ૮ના પરિણામમાં વિદ્યાર્થીના ગ્રેડ સાથે ગુણ પણ દર્શાવવામાં આવશે જ્‍યારે ધોરણ ૩ થી ૭ના વિદ્યાર્થીઓનાન પરિણામમાં માત્ર ગ્રેડનો ઉલ્લેખ કરવામાં આવશે. પ્રગતિ પત્રક કે પરિણામ પત્રકમાં વિદ્યાર્થીઓના ગુણ અંગ્રેજીમાં દર્શાવવાના રહેશે.
નવા ફેરફારો મુજબ ધોરણ-૧ અને ૨ની મુલ્‍યાંકન પદ્ધતિને યથાવત રાખવામાં આવી છે તે મુજબ બાળકોનું ગ્રુપ કાર્ય વિવિધ પ્રવળત્તિઓ, રમત અને અવલોકનો વગેરે બાબતોને ધ્‍યાનમાં લઈને સતત અને સર્વગ્રાહી મુલ્‍યાંકન કરવામાં આવે છે. પ્રત્‍યક્ષ ગ્રેડિગ પદ્ધતિ પ્રમાણે એબીસી ગ્રેડ આપવાનો રહેશે. જ્‍યારે ધોરણ ૩ થી ૭ના વિદ્યાર્થીઓના પરિણામમાં માત્ર ગ્રેડ દર્શાવવામાં આવશે. તો ધોરણ ૮ના પરિણામમાં ગ્રેડ અને ગુણ બંને દર્શાવવાનાં રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થી તેના અભ્‍યાસકાળ દરમિયાન સારૂં પર્ફોમન્‍સ ધરાવતો હશે તેની ઉપલબ્‍ધિર ઈટની નિશાની દ્વારા કરવામાં આવશે જ્‍યારે જે વિદ્યાર્થી નબળો હશે તેને પ્રશ્‍નાર્થ ચિホથી ઉપલબ્‍ધિ દર્શાવાશે અને જે વિદ્યાર્થીએ કંઈક કર્યું નહીં હોય તેની સામે રોગની નિશાની દર્શાવવામાં આવશે. શિક્ષણના અધિકાર મુજબ ધોરણ ૧ થી ૮ના કોઈપણ વિદ્યાર્થીને કોઈ એક ધોરણમાંથી આગળના ધોરણમાં જતો અટકાવી શકાશે નહીં. આગળના વર્ગમાં જવા માટે તેના ગુણ કે ગ્રેડ ધ્‍યાનમાં લેવામાં આવશે નહીં દરેક વિષયમાં સત્રના અંતે ૪૦ ગુણનું રચનાત્‍મક મુલ્‍યાંકન થશે. વર્ષનાં આરંભથી જ વિદ્યાર્થી એક શૈક્ષણિક મુદ્દામાં પારંગત થાય તેવું કાર્ય શિક્ષકે જવાબદારી પૂર્વક કરવાનું રહેશે.
આ ઉપરાંત નવા ફેરફારો મુજબ ધોરણ ૩ થી ૮માં શાળાનાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મુલ્‍યાંકન માત્ર સત્તાવાર જ કરવાનું રહેશે. સેમેસ્‍ટર પદ્ધતિ સાથેનો નવો અભ્‍યાસક્રમ અમલી બની ગયો હોવાથી આ નિર્ણય અમલી બનાવાયો છે તે મુજબ એક શૈક્ષણિક સત્રનો અભ્‍યાસક્રમ બીજા શૈક્ષણિક સત્રમાં પુછી શકાશે નહીં. જો કે ધોરણ ૧ અને ૨ની મુલ્‍યાંકન પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યા નથી.