Sep 27, 2014

તોફાનોના પગલે વડોદરામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ

વડોદરા પોલીસે ઈન્ટરનેટ પર 3 દિવસ સુધી રોક લગાવી ?

ગઈકાલે તોફાનોમાં વોટ્સ અપ પર ફરતા સંદેશાઓના કારણે સ્થિતિ વધુ વણસી હતી



વડોદરામાં સતત બે દિવસ સુધી કોમી રમખાણો થયા બાદ પોલીસે આજે વડોદરામાં  મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાવી દીધી છે.

ગઈકાલે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ફતેપુરામાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને જે બાદમાં અન્ય વિસ્તારોમાં પણ પ્રસર્યા હતા.વડોદરામાં ગઈકાલે જે પ્રકારનો અફરા તફરી અને તંગદીલીનો માહોલ સર્જાયો હતો તેમાં વોટ્સ અપ જેવી સોશ્યલ સાઈટ્સ પરથી વાયુવેગે પ્રસરી રહેલા બોગસ મેસેજ અને ફોટોગ્રાફનો પણ ફાળો હોવાનુ પોલીસનુ માનવુ છે.

જેના પગલે આજે વધુ તંગદીલી ના સર્જાય તેની તકેદારીના ભાગરુપે મોબાઈલ પરની ઈન્ટરનેટ સેવાઓ 3દિવસ સુધી  બંધ કરાવી દેવાઈ છે.પોલીસના સત્તાવાર સુત્રોનુ કહેવુ છે કે આજના દિવસ પુરતુ ઈન્ટરનેટ સેવા બંધ કરાવવામાં આવી છે.આવતીકાલે ઈન્ટરનેટ સેવા ચાલુ રખાશે કે નહી તેનો નિર્ણય પરિસ્થિતિ જોયા પછી લેવાશે