Sep 26, 2014

SAURASHTRA UNIVERSITY NE NAAC DWARA 'A' GRADE.

અહો આશ્ચર્યમ! સૌરાષ્ટ્ર યુનિ.ને ેંય્ઝ્ર નેક એસેસમેન્ટમાં 'એ' ગ્રેડેશન.
--> રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને યુજીસીની નેશનલ એક્રેડીએશન કમિટીએ એ ગ્રેડેશન જાહેર કર્યું છે. અગાઉ યુનિર્વિસટીને ૨.૯૩ ગુણ હતા તે તાજેતરમાં કરાયેલા એસસમેન્ટમાં વધીને ૩.૦૫ થતાં આ સંસ્થા દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન પામી છે.
૧૯૬૭માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિર્વિસટી માટે આજે સોનાનો સુરજ ઉગ્યો હતો. યુનિર્વિસટી ગ્રાંટ કમિશનનના એસસમેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને એ ગ્રેડેશન જાહેર કરાતા કુલપતિ ડો. મહેન્દ્ર પાડલીયા અને અધ્યાપક તેમજ વહીવટી કર્મચારીઓએ તેને હર્ષભેર વધાવી લીધી હતી. ઓગષ્ટ માસમાં નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિર્વિસટી ખાતે ચકાસણી કરવા આવી હતી અને આ ટીમે યુનિર્વિસટી કેમ્પસ તેમજ સંલગ્ન કોલેજોની મુલાકાત લઈને ભૌતિક તેમજ બૌદ્ધિક ક્ષમતાઓનું એસસમેન્ટ કર્યું હતું. વિદ્યાર્થીઓ. પૂર્વ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વહીવટી સ્ટાફ, સિન્ડીકેટ સદસ્યો વિગેરેની સાથે પરામર્શ પણ આ ટીમે કર્યો હતો. ટીમને ઘણી બાબતે હકારાત્મક અને ઘણી બાબતો નકારાત્મક પણ લાગી હતી અને નકારાત્મક બાબતો અંગે તેમણે સતાધીશોની સાથે બેઠકમાં ચર્ચા વિચારણાં કરીને સજેશનો પણ આપ્યા હતા. નેકની ટીમ પોતાનો ગોપનીય રિપોર્ટ આપીને પરત ગયા પછી સતત જાત જાતની અટકળો ચાલતી હતી. એક્રેડીશનમાં ગ્રેડેશન વધશે કે કેમ ? એ ગ્રેડ માટે ૦.૭ પોઈન્ટની જરૃરીયાત હતી જેના સુધી યુનિર્વિસટી માટે ભણામણ થશે કે કેમ ?. આવી અટકળો વચ્ચે આજે પરિણામ યુનિર્વિસટીની તરફેણમાં જાહેર થયું છે. જેમાં ૦.૧૨ પોઈન્ટનો વધારો કરાતા ગ્રેડ પોઈન્ટ એવરેજ ૩.૦૫ થતાં સૌરાષ્ટ્ યુનિર્વિસટી રાજ્યની પ્રથમ એ ગ્રેડ ધરાવતી સંસ્થા બની છે. કુલપતિ ડો. મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસો કામ આવ્યા છે અને આ સફળતા માટે અમે આવતીકાલે સામુહિક પ્રાર્થના કરવાના છીએ. હજુ વધારે સારૃ શું થઈ શકે તે દિશામાં વિચારણાં પણ કરીશું.
એ ગ્રેડેશનનને કારણે થનારા ફાયદા
* સેન્ટ્રલ ફોર એક્સલન્સ માટે અરજી થઈ શકશે.
* રૃ,૩૦૦ કરોડ જેવું ભંડોળ મેળવવામાં સરળતા.
* ટીચીંગ ફેકલ્ટીઓ વધારી શકાશે.
* વિદ્યાર્થીઓને વિદેશ જવામાં ડિગ્રી ઉપયોગી બનશે.
* રાજય સરકાર પણ વધારાની ગ્રાંટ ફાળવી શકશે.
* રાષ્ટ્રીયસ્તરે નામના વધતા એફીલીએશન વધશે.
૨૦૦૯ અને ૨૦૧૪ માં ગ્રેડેશન સુધર્યા
રાજકોટ ઃ ૨૦૦૨માં પ્રથમ વખત ગ્રેડેશન થતા તેમાં ૪ માર્ક મળ્યા હતા. આ માર્ક સિસ્ટમ ૨૦૦૯માં બદલાઈ હતી અને ત્યાર બાદ બીજો રાઉન્ડ આવતા તેમાં ગ્રેડેશન સિસ્ટમ લાગુ થઈ હતી. તે વખતે ૨.૯૩ ગુણ સાથે સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને રાજ્યમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. હવે ૨૦૧૪ માં ત્રીજી વખત એક્રેડીએશન થતાં તેમાં ફરી ૦.૧૨ ગુણ વધતા કુલ ગુણ ૩.૦૫ થતાં એ ગ્રેડ મળ્યો આજે જાહેર કરાયો છે અને ફરી યુનિવર્સટી રાજ્યમાં ટોચના સ્થાને આવી છે. એ ગ્રેડ મેળવનાર ગુજરાતની પ્રથમ યુનિર્વિસટી તરીકે સૌરાષ્ટ્ર યુનિર્વિસટી જાહેર થઈ છે.
સ્ટેટની સેન્ટ્રલ યુનિ. તરીકે મળી શકે છે સ્થાન
રાજકોટ ઃ સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને જે રીતે એ ગ્રેડેશન મળ્યું છે તેના ઉપરથી સરકાર તેને સ્ટેટની કેન્દ્રીય યુનિર્વિસટી તરીકે દરજ્જો આપતી દરખાસ્ત કરી શકે છે. આજે ગુજરાતમાં એક પણ સેન્ટ્રલ યુનિર્વિસટી નથી અને હવે જ્યારે અન્ય યુનિર્વિસટી કરતા સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને ઉચ્ચ ગ્રેડેશન મળ્યુ છે ત્યારે આ નવો દરજ્જો પણ મળી શકે તેમ છે.
વિજ્ઞાાન ભવનના સંશોધનો કામ કરી ગયાં
રાજકોટ ઃ ઉચ્ચ ગ્રેડેશન માટે સૌરાષ્ટ્ર યુનિ.ના રસાયણશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાાન, ફાર્મસી અને બાયો સાયન્સ ભવનના નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના જે સંશોધનો થયા છે તેની નેકની ટીમ ઉપર ખુબ સારી અસર પડી હતી. એસસમેન્ટ સુધારણામાં તે ઉપયોગી સાબિત થયા હતા.