Oct 30, 2014

@નોલેજ ડોટ કોમ @# વાવાઝૉડા વિષે જાણવા જેવુ

65 km/h ની ઝડપે પવન ફૂંકાય એટ્લે તેને વાવાઝૉડુ કહી શકાય.
કોઈ પણ વાવાઝૉડા ના નામકરણ ની પધ્ધતિ રસપ્રદ છે. આ નામ પહેલે થી જ નક્કી કરાયેલા હોય છે.
"North Indian Occean" માથી આવતા વાવાઝૉડાનું નામ "ESCAP/WMO Typhoon Committee" એ પહેલેથી જ નક્કી કરેલા હોય છે.
ESCAP/WMO Typhoon Committee માં નીચે મુજબ ના દેશો નો સમાવેશ થાય છે. બાંગલાદેશ , ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન , શ્રીલંકા , થાઈલેન્ડ.
વાવાઝૉડા માટે ઉપરના દરેક દેશો એ પહેલે થી 8 - 8 નામ આપેલા છે. અને તેમાથી 8 લિસ્ટ બનેલા છે અત્યારે 5 નંબર ના લિસ્ટ સુધી પહોચી ગયા છીએ. લિસ્ટ એવીરીતે બનાવ્યું છે જ્યારે વાવાઝૉડુ આવે ત્યારે વારાફરથી દરેક દેશે એ આપેલા નામ ના લિસ્ટ માથી વારો આવે.
જેમકે હમણાં "હૂડ હૂડ" વાવાઝૉડુ આવ્યું, આ "હૂડ હૂડ" નામ ઓમાન એ આપેલ હતું.
ત્યારબાદ "નીલોફર" આવે છે તો આ નામા પાકિસ્તાન એ આપેલું છે.
આના પછી જે વાવાઝૉડુ આવશે તેનું નામ "અશોબા" હશે, આ નામ શ્રીલંકા દ્વારા રાખવામા આવેલું છે.
તેના પછી કોઈ વાવાઝૉડુ આવશે તો તેનું નામ "કોમેન" રાખવામા આવશે જેનું નામ થાઈલેન્ડ એ આપ્યું છે.
આમ 5 નંબર નું લિસ્ટ પૂરું થાય એટ્લે 6 નંબર ના લિસ્ટ માથી નામકરણ થશે. 6 નંબર ના લિસ્ટ માં ભારતે આપેલું નામ છે "મેઘ"
આ વાત કરી આપણે માત્ર "North Indian Ocean" ની. હવે જો આજ વાવાઝૉડુ North Indian Ocean થી South-West Indian ocean માં જાય તો આજ વાવાઝૉડા નું નામ Mauritius અને Madagascar એ નક્કી કરેલા નામ માથી લેવામાં આવે છે. એટલેકે "નીલોફર" નું નામ South-West Indian ocean બાજુ જવાથી "અડજલી" થઈ જશે.
નીલોફર એક અરેબિક શબ્દ છે અને તેનો અર્થ થાય છે કમળ