ફિક્સ પગારદારોના વેતનમાં ર,૬૦૦થી ૩,૭૦૦ સુધીનો વધારો
ગુજરાત સરકારે તેમનાં જુદાં-જુદાં વિભાગોમાં
સહાયક તરીકે અને અન્ય ફિક્સ પગારદાર તરીકે કામ કરતાં એક લાખ કર્મચારીઓના
વેતનમાં રૃા.ર૬૦૦થી લઈને રૃા.૩૭૦૦ સુધીનો વધારો કર્યો છે. દિવાળી સમયે જ ૩૭
ટકાથી લઈને પ૮ ટકા સુધીનો વેતન વધારો જાહેર કરી સરકારે ફિક્સ પગારદારોની
દિવાળી સુધારી દીધી છે. જો કે આ નિર્ણય પાછળ સુપ્રીમ કોર્ટમાં કેસ હારી
જવાનો ડર કારણભૂત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત સરકારે ફિક્સ
પગારદારોની વ્યવસ્થા ઉભી કરી છે. વિદ્યા સહાયક, પંચાયત સહાયક, પોલીસ સહાયક
સહિતના સહાયકોની ભરતી કરી યુવાનોને બહું જ ઓછું મહેનતાણું ચુકવાતું હતું.
ચોક્કસ વર્ષ માટે આ ફિક્સ પગાર ચુકવવાની પ્રથાના લીધે પગારદારોમાં ભારે
રોષની લાગણી ફેલાયેલી હતી.
દરમિયાનમાં આજે ગુજરાત સરકારે આવા ફિક્સ
પગારદારોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારના પ્રવક્તા
મંત્રીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્ય સરકારની
સેવાઓમાં વર્ગ ૩ અને વર્ગ ૪માં ફરજ બજાવતાં કર્મચારીઓને હાલની યોજના
પ્રમાણે પ્રથમ પાંચ વર્ષ દરમિયાન અપાતા વેતનમાં માસિક રૃા.ર૬૦૦થી ૩૭૦૦
સુધીનો વધારો કર્યો છે.
હાલમાં જેમનો પગાર રૃા.૪પ૦૦ હતો તેના રૃા.૭૧૦૦
રૃપિયા કરવામાં આવ્યા છે. જેમનો પગાર રૃા.પ૩૦૦ હતો તેમના વધારીને રૃા.૭૮૦૦
કરવામાં આવ્યા છે. રૃા.૯૪૦૦નો પગાર હતો તેમાં વધારો કરીને રૃા.૧૩,પ૦૦
કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦,૦૦૦ રૃપિયાનો પગાર હતો તે વધારીને રૃા.૧૩,૭૦૦
કરવામાં આવ્યા છે. આમ અનુક્રમે પ૮ ટકા, ૪૭ ટકા, ૪૪ ટકા, અને ૩૭ ટકાનો પગાર
વધારો કરાયો છે. ગુજરાત સરકારે દિવાળીના સમયે જ વધારાની જાહેરાત કરતાં આ
પગાર વધારાનો અંદાજે એક લાખ જેટલા કર્મચારીઓને તેમનો લાભ મળશે. તેઓની
દિવાળી હાલ તો સુધરી ગઈ છે. આ પગાર વધારાના કારણે સરકાર પર વાર્ષિક રૃા.૩૮૦
કરોડનો આર્થિક બોજો આવશે. આ નવો પગાર વધારો પહેલી ઓક્ટોબરની અસરથી આપવામાં
આવશે. જે આગામી નવેમ્બર માસના પગારમાં ચુકવી દેવાશે.
મંત્રીઓએ વધુમાં જણાવ્યું હતું કે મહત્તમ
યુવાધનને રાજ્ય સરકારની સેવાઓમાં રોજગારનો અવસર મળી રહે તે માટે શરૃ
કરાયેલા યોજના અંતર્ગત્ સરકારના વિભાગોમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં
આવશે. જેમાં અંદાજે ર.પ૦ લાખ જેટલાં યુવાનોને સરકારી નોકરીની તક પ્રાપ્ત
થશે.
ગુજરાત સરકારના ફિક્સ પગારદારોને કાયમી નોકરીનું
છત્ર પુરું પાડી પગારપંચ મુજબ કાયદેસરનો છઠ્ઠા પગારપંચ મુજબનો પગાર ચુકવવા
ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો જ છે. જો તે મુજબ ગુજરાત સરકારે વેતન
ચુકવવાનું થાય તો હાલમાં જેટલું ફિક્સ વેતન છે તેનાથી ત્રણ ગણું વેતન
ચુકવવું પડે. પરંતુ ગુજરાત સરકારે આ આદેશનું પાલન ન કરીને તેને સુપ્રીમ
કોર્ટમાં પડકાર્યો છે.
જો કે સરકાર આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે આ
રીટ સુપ્રીમ કોર્ટમાં હવે ચાલવા પર છે. ત્યારે તેમાં ગુજરાત સરકારની હાર
થાય તેવો સરકારને ડર છે. આથી પુર પહેલાં પાળ બાંધીને ફિક્સ પગારદારોને પુરા
વેતનના બદલે વધારા રૃપી ટુકડો ફેંકી દઈ ખુશ કરવાનો પ્રયત્ન કરાયો છે.
ફ્કિસ પગારવાળા વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓને કેટલો વેતન વધારો ?
ગુજરાત સરકારની સેવાઓમાં વર્ગ ૩ અને ૪માં ફરજ
બજાવતા કર્મયોગીઓને હાલની યોજનાના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન અપાતા
વેતનમાનમાં માસિક રૃ. ૨૬૦૦થી ૩૭૦૦ સુધીનો વધારો જાહેર કર્યો છે. આ
પગારવધારો તા. ૧ ઓક્ટોબર-૨૦૧૪થી અમલી બનાવાયો છે. આ વધારાનો લાભ એક લાખથી
વધુ કર્મચારીઓને મળશે.