હું એક વિદ્યાર્થી બોલું છું
પ્રિય શિક્ષકો,
મેં ભગવદ ગીતા વાંચેલી નથી. વર્ગખંડ
ના પેલા કાળા પાટિયા પર સફેદ ચોક થી તમે જે પણ
લખશો ..... એ જ મારા માટે ભગવદ ગીતા છે.
(કમનસીબે ..... માણસ જયારે ભગવદ
ગીતા વાંચવાની ઉંમરે પહોંચે છે,
ત્યાં સુધી માં તેણે કેટલું બધું અણીદાર
શીખી લીધેલું હોય છે .... જે સમાજ ને ફક્ત
ખૂચ્યાં જ નહિ, વાગ્યા કરે છે) મારી નિશાળ મારા માટે મંદિર છે
અને મારી શાળા ના તમામ શિક્ષકો મારા માટે ભગવાન છે.
હવે મુદ્દા ની વાત કરું.
એક અરજી કરવી છે. એક
વિધાર્થી ની શિક્ષકો ને અરજી. મને જ્ઞાન
આપશો ....... વિજ્ઞાન તો હું વાંચી લઈશ. મારે
શિક્ષા જોઈએ છે ..... પરીક્ષા નહી. શિક્ષક
તેના નિરીક્ષણ માં જ મૂલ્યાંકન કરી શકે છે.
તેના માટે પેપર કરવાની જરૂર પડતી નથી સુયોજિત કરો.
વસંત આવવાની હોય ત્યારે કયું વૃક્ષ
પરીક્ષા આપે છે? કળી માં થી ગુલાબ થાય એ
પહેલા ..... ગુલાબ નો છોડ ..... એ કળી ને .... એક
પણ સવાલ પૂછતો નથી. ચકલીઓ
ના બચ્ચાઓ .... માળા માં થી પહેલી વાર ઉડે .... એ
પહેલા કઈ પ્રવેશ પરીક્ષા આપે છે? અરે, જ્યાં આકાશ
એમને ઉડવાની પ્રેરણા આપતું હોય .... ત્યારે તેઓ
માળા માં ગોંધાઈ રહેતા નથી. તેમને પડવાનો વિચાર
સુદ્ધા આવતો નથી કારણ કે તેઓ આકાશ ને જુએ
છે .... જમીન ને નહિ.
પપ્પા કહે છે .... આજ ની શિક્ષણ
પ્રથા સારી નથી, પણ મેં તો શિક્ષણ પ્રથા ને
જોઈ જ નથી. મેં તો ફક્ત શિક્ષકો ને
જોયા છે. શિક્ષકો સારા હોય તો શિક્ષણ
પ્રથા સારી જ હોય ... મને તો એટલી જ સમજ
છે.
ડોક્ટર થી દર્દી ની સારવાર માં કોઈ ભૂલ
થાય ..... અને દર્દી મૃત્યુ પામે તો તમે તેને તબીબી
બેદરકારી કહો છો. તો પછી .....
શિક્ષકો ભણાવવા જેવી વાતો ભણાવે નહિ અથવા ન
ભણાવવા જેવી વાતો ભણાવે તો એને શૈક્ષણિક
બેદરકારી કેમ ન કેહવાય?
તબીબી બેદરકારી થી તો ફક્ત એક વ્યક્તિ મરે
છે. શૈક્ષણિક બેદરકારી થી આખો સમાજ મરે
છે. તમને મળેલી એ 35 મિનિટ દેશ નું ભવિષ્ય
બદલી શકે છે. આ વાત ની તમને તો ખબર જ
ને હશે!
પ્રિય શિક્ષકો ...... �