Shailesh Gajjar > PTC+TET PASS CANDIDATE
દિવાળી છે ભાઈ !
દિવાળી ધમાકા ઑફર!
5300/-ના ફિક્સ પગાર પર,
બીજા 2500/- Free...
રોજના સુરસુરીયાં જોઈ થાક્યાં,
એક ફટાકડો જોઈ લો...
આટલા બધા સુરસુરીયામાં એકાદ તો સાચો ફટાકડો હોય ને !
અફવાઓનું બજાર છેલ્લા ચાર વર્ષથી
ગરમ હતું,છેલ્લાં એકાદ વર્ષથી તો એમાં જોરદાર ઉછાળો આવ્યો હતો,અને હવે એ
બજાર 'ગપ્પાઓનું' બજાર બની ગયું હતું.
રૂ.9300 ની જાતે ઉપજાવી કાઢેલી વાતો બધા મહાનુભાવો કરતાં હતાં,સાવ સરળ સરવાળો...5300 4000 હજાર...!
હાહાહા....
હવે,એ બધાં સાચા હતાં એમ કહો તો એમનુંય દિલ રાજી થાય...
''હા,ભાઈ..તે કહ્યું હતું એમ જ થયું હો,તું સાવ સાચો ''
જવા દો,
આજે વાઘ બારસના દિવસે કોથળામાંથી બીલાડું નહીં પણ
વાઘ નિકળ્યો...એ આનંદની વાત છે,હું અને આપણે સૌ છેલ્લા ગણા સમયથી બીલાડું
જોઈ જોઈને થાકી ગયાં હતાં...
જે થયું તે...પગાર વધ્યો.
થોડો કહો કે વધારે....ભાઈ,થોડો આત્મસંતોષ તો રાખવો જોઈએ ને...!
2500 વાળાય હતાં,
4500 વાળા,અને 5300 વાળા પણ હતાં...
આપણા ફિક્સમાં હવે પહેલાના ફિક્સ રું. 2500 ઉમેરાયા... એટલે 7800/-.નો જમાનો.
જેને આનંદ માણવો હોય એના માટે નાની ખૂશી પણ મોટી છે,દુ:ખી થવું હોય એને દુ:ખી થવાના કારણો મળી રહે...
આ વર્ષે 5300 ની વિદાય થઈ,એ આનંદની વાત છે.
આને દિવાળી ઓફર જ નહીં,
ધમાકા !
ભડાકા !
ઓફર કહી શકાય...
કવિતાની ભાષામાં લખવું હોય તો...
કોથળામાંથી બીલાડાને બદલે વાઘ નીકળ્યો,વર્ષો પછી...
પગારબિલમાંથી 5300 નો દાઘ નીકળ્યો ,વર્ષો પછી...
હાહાહ...
બધાં સુરસુરીયાં નહીં એકાદ ભડાકો થવો જોઈએ.
સરકાના બધા નહીં,એકાદ વાળ વાંકો થવો જોઈએ
હાહાહા....
સૌને શુભેચ્છાઓ !
(નોંધ:-કોઈ એમ ના કહે કે,આમા રાજી થવાની જરુંર નથી... )