Nov 30, 2014

LOWER PRIMARY BHARTI:- CANDIDATES MATE SUCHANA.

વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫) અંગેની તમારી અરજીના અનુસંધાનમાં તમોને જિલ્લા પસંદગી માટે ઉપર દર્શાવેલ તારીખ અને સ્થળે તમારા ખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.પસંદગી સમયે આવો ત્યારે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાતના તમામ વર્ષના તમામ અસલ માર્કશીટ્સ/પ્રમાણપત્રો/આધારો સાથે લાવવાના રહેશે. અસલ માર્કશીટ્સ/પ્રમાણપત્રો/આધારો વગર જિલ્લા પસંદગીની તક મળશે નહિ. SEBC ના ઉમેદવારોએ તા ૧/૪/૨૦૧૪ થી તા ૧૪/૧૧/૨૦૧૪ ના સમય ગાળા દરમ્યાન મેળવેલ અસલ નોન ક્રીમીલીયર સર્ટિફિકેટ સાથે લાવવું. ઉમેદવારોએ જે કોઈ પરીક્ષા એક કરતાં વધારે પ્રયત્નોથી પાસ કરેલ હોય, તે તમામ પ્રયત્નોની બધીજ અસલ માર્કશીટો રૂબરૂ મુલાકાત સમયે અવશ્ય રજૂ કરવાની રહેશે. તમામ પ્રયત્નોના અસલ ગુણપત્રકો (માર્કશીટો) વગર જિલ્લા પસંદગીની તક મળશે નહીં.પ્રયત્નોના સંદર્ભે ગુણાંકનમાં ફેરફાર થશે તે આપને બંધનકર્તા રહેશે, જેની ખાસ નોંધ લેશો. જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જિલ્લાની પસંદગી આપવામાં આવશે. આપને જણાવેલ સમય અને તારીખે હાજર નહિ રહો તો, આપના પછીના મેરીટક્રમ ધરાવતા ઉમેદવાર ને જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે, નિયત સમય કરતાં મોડા ઉપસ્થિત થનાર ઉમેદવારને તે સમયે જે જિલ્લાઓમાં કેટેગરી મુજબ ખાલી જગ્યા ઉપલબ્ધ હશે તે પૈકી ના જિલ્લાની પસંદગી કરવાની રહેશે. ઓનલાઇન જિલ્લા પસંદગીની કાર્યવાહી પુર્ણ થયા બાદ મોડા આવનાર/ગેર હાજર ઉમેદવારને કોઇપણ સંજોગોમાં જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે નહિ. ગુ.રા.પ્રા.શિ.પ.સમિતિ માત્ર ઉમેદવારોને જિલ્લાની પસંદગી કરી આપે છે. સમિતિ ધ્વારા નિમણૂક આપવામાં આવતી નથી. જિલ્લા શિક્ષણ સમિતિના માંગણીપત્રકો પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારોને જે તે જિલ્લા શિક્ષણ સમિતિની પસંદગી સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવશે.