
આખા વિશ્વમાં પ્રેમના પ્રતિક સમાન ગણાંતા તાજમહાલન ઉપર અદ્રશ્ય ખતરો મંડળાઇ રહ્યો છે. જેના કારણે દુનિયામાં ભારતનું નામ ઉંચું છે તેના કારણે ધીમે ધીમે ભારત પોતાની ઓળખ ગુમાવી બેસશે. હવાનાં પ્રદૂષણના પદાર્થો અને કાર્બનડાયોક્સાઇડ વિશ્વની અજાયબીઓ પૈકીના એક તાજમહાલના ડોમને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યું હોવાનું ભારત અને અમેરિકાના સંશોધકોએ જણાવ્યું છે. પ્રદૂષણની માત્રા તાજમહાલની સફેદ ચમકને ઝાંખી પાડી રહી છે.
અમારાં સંશોધનમાં જણાઈ આવ્યું છે કે, કાર્બન, ખેતરમાંથી આવતા બાયોમાસ અને રિફ્યુસ તેમજ વાહનના ધુમાડાને કારણે ચમકને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું જ્યોર્જિયાની યુનિર્વિસટીના પ્રોફેસર મકાઇકલ ર્બિજને જણાવ્યું હતું. અભ્યાસમાં જણાઈ આવ્યું છે કે, હવાનાં પ્રદૂષણના પાર્ટિકલ તાજના મોટા દુશ્મન સાબિત થઈ રહ્યા છે.
હવાનાં પ્રદૂષણને માપવા માટે સંશોધકોએ નવેમ્બર 2011થી જૂન 2012 દરમિયાન તાજ કોમ્પ્લેક્સની આસપાસ વિશેષ સાધનો મૂકીને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જણાઈ આવ્યું હતું કે, ખાસ કરીને ધૂળ, ઓર્ગેનિક બ્રાઉન અને વાહનોમાંથી નીકળતો કાર્બન તાજના સફેદ મારબલને ભારે નુકસાન પહોંચાડે છે. આ સંશોધન પર્યાવરણવિજ્ઞાાન અને ટેક્નોલોજીના જર્નલમાં પ્રસિદ્ધ થયું છે.