--》ગુજરાત સિવીલ ર્સિવસીસ કોમ્પ્યુટર કોમ્પીટન્સી
ટ્રેનીંગ અને એક્ઝામિનેશન રૃલ-૨૦૦૬ની જોગવાઈઓને પડકારતી વડોદરા
એસ.આર.પી.એફ. ગ્રૃપ-૯ના જવાનોએ હાઈકોર્ટમાં દાખલ કરેલી રીટને હાઈકોર્ટે
ધ્યાનમાં લઈ કોઈ પણ પોલીસ કર્મચારીને પ્રમોશન નહીં આપવા તેમજ તેમને નીચલી
પાયરીએ નહીં ઉતારવાનો વચગાળાનો હુકમ કર્યાે હતો.
મકરપુરા રોડ પર આવેલા એસ.આર.પી.એફ. ગ્રૃપ-૯માં ફરજ બજાવતાં બાલારામ સાનારામ જાટ તથા અન્ય ૨૬૦ કોન્સ્ટેબલોએ ગૃહ વિભાગના સચિવ, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ- એસ.આર.પી.એફ. અને એસ.આર.પી.એફ.ના સેનાપતિ વિરુધ્ધ ૪ ડિસેમ્બરના રોજ હાઈકેાર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં ગુજરાત સિવીલ ર્સિવસીસ કોમ્પ્યુટર કોમ્પીટન્સી ટ્રેનીંગ અને એક્ઝામિનેશન રૃલ-૨૦૦૬ની જોગવાઈઓને હાઈકોર્ટમાં પડકારી એવી દાદ માંગી હતી કે, અમે અરજદારો ૧૯૮૧થી સને ૨૦૦૦ સુધીના ગાળામાં કોન્ટેબલ તરીકે એસ.આર.પી.એફ.માં દાખલ થયા હતા. તે પછી એસ.આર.પી.એફ. રૃલમાં કોઈ સુધારો અમલમાં આવ્યો નથી. પરંતુ વર્ષ ૨૦૦૬માં રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી સી.સી.સી. (કોર્ષ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ)ની પરીક્ષા અરજદારો પાસ ન કરે ત્યાં સુધી ઉચ્ચતર પગાર ધોરણ કે ઉપલા વર્ગમાં પ્રમોશન આપવા નહીં તેવો પરિપત્ર બહાર પાડયો છે. આ નિયમો સત્તા બહારના, હકુમત વગરના ગેર બંધારણીય ઠરાવવા માટે રીટ કરી છે.
આ અરજીને ધ્યાનમાં લઈ હાઈકોર્ટે વડોદરા એસ.આર.પી.એફ.-ગ્રૃપ-૯ના સેનાપતિને એવો આદેશ કર્યાે હતો કે, તા. ૭-૧-૧૫ સુધી કોઈને પણ પ્રમોશન આપવા નહીં. અરજદારોના કિસ્સામાં તેઓ સીસીસીની પરીક્ષા આપી ન શકવાના કારણે તેઓને નીચલી પાયરીએ ઉતારવા નહીં કે નોકરીમાંથી ઉક્ત કારણોસર છુટા કરવા કે કરાવવા નહીં તેવી વચગાળાની રાહત આપી છે.