અમદાવાદઃ કચ્છના સફેદ રણમાં આજથી રણોત્સવ ૨૦૧૪નો પ્રારંભ થઇ ગયો
છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિધિવત ઉદ્ઘાટન કરીને પ્રવાસીઓ માટે કચ્છ
રણોત્સવને ખુલ્લો મૂકાયો છે. પ્રથમ દિવસે ટેન્ટ સિટીમાં ટેન્ટ બૂકિંગ શરૂ
થઇ ગયુ છે. પહેલા દિવસની વાત કરીએ તો ૩૦૦ કરતા વધારે પ્રવાસીઓએ સફેદ રણનો
નજારો નિહાળ્યો હતો.છેલ્લા આઠેક વર્ષથી આયોજીત કચ્છ રણોત્સવમાં હર સાલની વર્ષ આ વર્ષે પણ
૩૫૦થી વધુ ટેન્ટનું નિર્માણ કરીને ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું
છે. જેમાં એસી, ઇકોનોમિકલ, ડિલક્સ અને પ્રિમીયમ એમ ત્રણેય પ્રકારના
ટેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ધનિકોથી માંડીને મધ્યમવર્ગીઓ પણ
કચ્છ રણોત્સવનો આનંદ ઉઠાવી શકે. આ વખતે ટેન્ટમાં લાઇબ્રેરી, પુલ, કાફે,
શોપ, ચેસ, રાઇફલ શૂટિંગ, ક્લબ એરિયા અને આર્ચરી જેવી સુવિધાઓનો ઉમેરો
કરવામાં આવ્યો છે. આ વખતે ગુજરાત પ્રવાસન દ્વારા કચ્છનું સફેદ રણ, ઇન્ડિયા બોર્ડર, બ્લેક
હિલ, માતાનો મઢ, લખપત, માંડવી જેવી સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે સમાવેશ
કરવામાં આવ્યો છે. ૧૫ જાન્યુઆરી સુધીના આ ઉત્સવમાં ઘણી એડ્વેન્ચર
એક્ટિવિટીને સમાવવામાં આવી છે. જેમાં પેરા સેલિંગ, મડ રાઇડ, કચ્છી હાથ
કારિગરીના પ્રદર્શન વિગેરેને ખુલ્લા મુકવામાં આવ્યા છે.