Dec 19, 2014

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભરતીનો માર્ગ મોકળો. HIGHER SECONDARY NA BAKI ORDERS 1 JANUARY PELA MALSE.

-કમિશનરની ભરતી કમિટીની બેઠકમાં તત્કાલ ભરતી માટે નિર્ણય લેવાયો -સમસ્યાનો ઉકેલ| હાઇસ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી પણ કરાશે Harisinh Jadeja
          સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા"માં શિક્ષકો અને આચાર્યોની ભરતીનો માર્ગ મોકળો થઇ ગયો છે કારણ કે શિક્ષણ વિભાગ, કમિશનર કચેરીની ભરતી કમિટિની મળેલી બેઠકમાં તત્કાલ ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે.
દિવ્ય ભાસ્કર ગ્રુપના અખબાર સૌરાષ્ટ્ર સમાચારમાં  તા.14 ડિસેમ્બરે "50 ટકાથી વધુ હાઇસ્કૂલોમાં આચાર્યોની જગ્યા ખાલી' તેવા સમાચાર આવ્યા બાદ ભરતી વિભાગની બેઠકમાં રાજ્ય કક્ષાએ નિર્ણય લેવાયો છે. હાઇસ્કૂલોમાં અત્યાર સુધીમાં હાયર સેકેન્ડરી વિભાગમાં અત્યાર સુધી જે"એ શિક્ષકોને હાજર કર્યા નથી તેવી શાળાઓને તા.1 જાન્યુઆરી સુધીમાં આવા શિક્ષકોને "ર્ડર આપી દેવા તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખાસ કરીને ધો.11 અને ધો.12માં શિક્ષકોની ઘટ છે તે પ્રશ્ન ઉકેલાઇ જશે.આ અંગે મળેલી માહિતી મુજબ ભરતી પ્રક્રિયા અંતર્ગત જે ઉમેદવારોના વિવિધ પ્રમાણપત્રોનું વેરિફિકેશન બાકી હતું અને જો તેના આવા સર્ટિફિકેટ વેરિફાઇ થઇને આવી ગયા હોય તો તેઓને પણ તત્કાલ નિમણૂંકના ઓર્ડર આપી દેવા નિર્ણય કરાયો છે.
સૌથી મહત્વની બાબત હાઇસ્કૂલોમાં આચાર્ય ભરતી અંગેની છે. તાજેતરમાં સંચાલક મંડળના કેસમાં આચાર્ય ભરતી પ્રકરણમાં જે સ્ટે હતો તે ઉઠી ગયો છે અને આથી ભરતી કમિટિની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હાઇસ્કૂલોમાં તાત્કાલિક આચાર્યની ભરતીની પ્રક્રિયાનો આરંભ કરી દેવો. જે શાળા"માં આચાર્યની આદેશ છતાં હાજર નથી કર્યા તેને  તત્કાલ હાજર કરી દેવા અને તેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્ણય લીધો છે અને આ અંગે આગામી એકાદ બે દિવસમાં તમામ ડીઇઓને પણ વિધિવત જાણકારી  આવી જશે તેમ જાણવા મળ્યું છે. આમ, આગામી દિવસોમાં આચાર્યો અને શિક્ષકોની લાંબા સમયથી ઠપ્પ થયેલી ભરતીની પ્રક્રિયા શરૂ થઇ જશે.