
આઈઆઈટી કાનપુરના ચાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીએ કેમ્પસ પ્લેસમેન્ટ દરમિયાન વિદેશી કંપનીની આશરે એક-એક કરોડ રૂપિયાના વાર્ષિક પગારને નકારી કાઢ્યા હતા. આઈઆઈટીના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવું બન્યું હતું. જેમાં એક કરોડ રૂપિયાના પેકેજને ઠુકરાવી દીધું હોય. પ્રાપ્ત માહિતી પ્રમાણે આમ કરનાર ત્રણ વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની છે.
માનસિક શાંતિ માટે અડધો પગાર સ્વીકાર્યો
તેમાંથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ આશરે 50 લાખ રૂપિયાના બીજી કંપનીના વાર્ષિક પગારને એમ કહીને સ્વીકાર્યો હતો કે, તેઓ ઓછા પગાર સાથે કામ કરવા તૈયાર છે કારણ કે તેમાં માનસિક શાંતિ વધારે મળે છે જ્યારે કરોડ રૂપિયાવાળા ઓફર તેમના મિજાજથી મેળ નથી ખાતો. જ્યારે બીજા બે વિદ્યાર્થીઓએ એમ કહીને નકારી દીધા કારણ કે તેમને હજી વધારે આગળ અભ્યાસ તથા રિસર્ચ કરવા ઇચ્છે છે.
રિસર્ચને પણ આપવામાં આવ્યું મહત્વ
આઇઆઇટીના પ્લેસમેન્ટ સેલના પ્રમુખ પ્રો. દીપૂ ફિલિપના જણાવ્યા પ્રમાણે આઇઆઇટીમાં બુધવારે એક વિદેશી કંપનીએ બીટેક અને બીટેક ડ્યએલના ચાર સ્ટુડન્ટ્સને એક લાખ પચાસ હજાર ડોલર એટલે આશરે 93 લાખ રૂપિયાના વાર્ષિક પગાર તથા અન્ય સુવિધાઓની સાથે એક-એક કરોડ રૂપિયાની વાર્ષિક પગારની જોબ ઓફર કરી હતી. પરંતુ આ વિદ્યાર્થીઓએ કંપનીની ઓફરને ઠુકરાવી દીધી હતી. ફિલિપે વધુમાં જણાવ્યું હતું કે, આઇઆઇટીના નિયમોના કારણે તેઓ આ વિદ્યાર્થીઓના નામ જાહેર નહીં કરી શકે. વિદ્યાર્થીઓ દ્વારા કરોડો રૂપિયાની જોબ ઓફરને ઠુકરાવાથી એ વાત તો નક્કી થઇ ગઇ છે કે, સ્ટુડન્ટ્સને પૈસાના બદલે માનસિક શાંતિ તથા અભ્યાસ અને રિસર્ચને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓએ કોરિયા કંપની સેમસંગની ઓફર ઠુકરાવી હતી.
અન્ય વિદ્યાર્થીઓને મળી રહી છે ઓફર્સ
ફિલિપના જણાવ્યા પ્રમાણે આઇઆઇટીમાં એક ડિસેમ્બરથી પ્લેસમેન્ટ અભિયાન શરૂ થયું છે જેમાં 1,300 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ચાર દિવસમાં આશરે 90 કંપનીઓ આવી ચુકી છે. સૌથી વધારે ઓફર એક કંપનીએ ચાર વિદ્યાર્થીઓને એક કરોડની આપી હતી. કંપનીઓએ સંસ્થાની 490 વિદ્યાર્થીઓની અત્યાર સુધી પસંદગી કરવામાં આવી હતી. પસંદ કરેલા વિદ્યાર્થીઓને પણ આશરે 40થી 70 લાખ રૂપિયાના વાર્ષીક જોબની ઓફરો આપવામાં આવી હતી.