ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ટૂંકમાં જાહેર થશે
ઉત્તરવાહીઓ ચકાસવાની પ્રકિયા પૂર્ણ કરી દેવાઈ : બોર્ડ હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત ઓક્ટોબર ૨૦૧૪માં પરીક્ષા થઈ હતી : વિદ્યાર્થી ઉત્સુક
અમદાવાદ, તા.૭,ગુજરાત માધ્યામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્ધારા ઓક્ટોબર ૨૦૧૪માં લેવામાં આવેલી સાયન્સ પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આવતીકાલથી શરૂ થઈ રહેલ સપ્તાહમાં જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને બોર્ડ હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે સાયન્સનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્ધારા ધોરણ - ૧૧ સાયન્સ પ્રથમ સેમેસ્ટર અને ધોરણ-૧૨ સાયન્સ ત્રીજા સેમેસ્ટની પરીક્ષા ઓક્ટોબર ૨૦૧૪માં લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ થોડા જ દિવસોમાં બોર્ડ સાયન્સની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ હોય તો વિધાર્થીઓ પાસેથી વિગતો મંગવાઈ હતી. જેમાં ૩૦૦ જેટલા વાંધાઓ રજૂ થયા બાદ નિષ્ણાંતો પાસે તપાસ કરાવી ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી જોકે ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી હવે બોર્ડ દ્ધારા રિવાઈઝ ફાઈનલ કીના આધારે સાયન્સ પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરના અદાજે અઢી લાખ કરતા વધુ વિધાર્થીઓની ઉત્તરવહીઓની તપાસ કરી પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે બોર્ડ દ્ધારા આવતીકાલથી શરૂ થતા સપ્તાહમાંજ સાયન્સના બંને પરિણામ જાહેર કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે બોર્ડ દ્ધારા સાયન્સનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વાર નિષ્ણાંતો પાસે આન્સર કી ચેક કરાવ્યા બાદ પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોઈ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે.
કોઈ વિધાર્થીને અન્યાય ન તાય તે માટે આન્સર કી તૈયાર કરવામાં આવ્યા પછી બે વાર ચકાસવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાયન્સની બંને સેમેસ્ટરની પરીક્ષામાં મળી સમગ્ર રાજયમાં અઢી લાખ કરતા વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.