
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અત્યાર સુધી પોતાના અવાજમાં અનેક ગીતો
ગાયા છે. હાલમાં જ તેણે પોતાની આગામી ફિલ્મ 'શમિતાભ'માં 'પિડલી' સોન્ગ પણ
ગાયું છે. જોકે હવે બિગ બી દેશભક્તિની ભાવનામાં ડૂબીને રાષ્ટ્રગીત ગાતા
જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે અમિતાભ રાષ્ટ્રગીત 'જન ગણ મન...' ગાતા
સાંભળવા મળશે અને આ ગીતને બહુ જલ્દી રિલીઝ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે અમિતાભ મશહુર સંગીતકાર ઇલૈયા રાજા સાથે
રાષ્ટ્રગીતના આ વીડિયોમાં જોવા મળશે જેની ધુન ખુદ ઇલૈયા રાજાએ બનાવી છે. આ
વીડિયોને આર. બાલ્કી ડિરેક્ટર કરશે. આર. બાલ્કી આ પહેલાં 'ચીની કમ'માં
અમિતાભ સાથે કામ કરી ચૂક્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વીડિયોમાં
અનેક મોટામોટા કલાકારોએ પોતાની અવાજ અને ધુન આપ્યા છે.
આજે અમિતાભ ડિરેક્ટર આર. બાલ્કી સાથેની પોતાની ફિલ્મ 'શમિતાભ'ના પ્રમોશન
માટે ગુજરાત આવ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ સાથે ધનુષ અને અક્ષરા હસન પણ છે.
આ સિવાય અમિતાભ 'પીકુ'માં દીપિકા પદુકોણ અને ઇરફાન ખાન સાથે જોવા મળશે.
No comments:
Post a Comment