Jan 18, 2015

રાજયભરમાં સબ ઇન્‍સ્‍પેકટર, આસી. સબ ઇન્‍સ્‍પેકટર, લોકરક્ષકો માટે ૧૬ સ્‍થળે ભરતી ...............!

રાજયભરમાં સબ ઇન્‍સ્‍પેકટર, આસી. સબ ઇન્‍સ્‍પેકટર, લોકરક્ષકો માટે ૧૬ સ્‍થળે ભરતી એસપી કક્ષાના ૧૬ અધિકારીઓ ઇન્‍ચાર્જઃ ડીઆઇજી રેન્‍કના અધિકારીઓનું સુપર વિઝન

રાજય પોલીસ દળમાં સબ ઇન્‍સ્‍પેકટર, આસી. સબ ઇન્‍સ્‍પેકટર અને લોકરક્ષકોની ભરતી બોર્ડ દ્વારા શરૂ થઇ રહી છે. ઉમેદવારોની શારીરીક ચકાસણી ર૧ મી થી ર૮ મી સુધી રાજયના જુદા-જુદા ૧૬ પોલીસ ગ્રાઉન્‍ડ ઉપર યોજાઇ રહી છે. દરેક સ્‍થળે ઇન્‍ચાર્જ અધિકારીઓ અને સુપરવાઇઝરી ઓફીસરોની નિમણુંક જાહેર કરવામાં આવી છે.
ભરતીના અધ્‍યક્ષશ્રી મનોજ અગ્રવાલ રહેશે. તમામ અધિકારીઓએ ૧૮ મીના સાંજે ૪ વાગ્‍યા સુધીમાં સબંધીત સ્‍થળે હાજર થઇ જવું પડશે.
જે.ડી.નગરવાલા સ્‍ટેડીયમ તથા કોન્‍ફરન્‍સ હોલ, શાહીબાગ, અમદાવાદ ખાતે ઇન્‍ચાર્જ અધિકારી તરીકે મનીન્‍દરસિંઘ પવાર (પોલીસ અધિક્ષક, એટીએસ અમદાવાદ), જયારે સુપરવાઇઝરી ઓફીસર તરીકે અમદાવાદના સંયુકત પોલીસ કમિશ્નર એસ.જી.ભાટી રહેશે. રાષ્‍ટ્રીય અનામત પોલીસ દળ જુથ-ર સૈજપુર અમદાવાદ ખાતે એ.એન.ચૌધરી અને શ્રી મનોજ શશીધર, રાષ્‍ટ્રીય અનામત પોલીસ દળ-જુથ-૧ર, ગ્રાઉન્‍ડ ગાંધીનગર ખાતે શ્રી મયુર ચાવડા અને શ્રી રાજીવ રંજન ભગત, સેનાપતિ રાષ્‍ટ્રીય અનામત પોલીસ દળ જુથ-૬, મુડેટી ગ્રાઉન્‍ડ ખાતે શ્રી ગીરીશ પંડયા અને રાજીવ રંજન ભગત, પોલીસ હેડ કર્વાટર પાલનપુર ગ્રાઉન્‍ડ ખાતે સુશ્રી સુધા પાંડે અને રાજીવ રંજન ભગત, પોલીસ હેડ કવાર્ટર રાજપીપળા, ગ્રાઉન્‍ડ ખાતે શ્રી જયપાલસિંહ રાઠોડ અને અનુપસિંઘ ગેહલોત, પોલીસ તાલીમશાળા વડોદરા ગ્રાઉન્‍ડ ખાતે, શ્રી લીના પાટીલ અને શ્રી ગેહલોત, રા.અ.પો.દળ જુથ-૭ નડીયાદ ગ્રાઉન્‍ડ ખાતે કરણરાજ વાઘેલા તથા સુશ્રી નિરજા ગોટરૂ, પોલીસ હેડ કર્વાટર ખેડા ગ્રાઉન્‍ડ ખાતે, ચૈતન્‍ય માંડલીક અને સુશ્રી ગોટરૂ ઇન્‍ચાર્જ અને સુપરવાઇઝરી અધિકારી તરીકે રહેશે.આવી જ રીતે રા.અ.પો.દળ જુથ-પ, ગોધરા ગ્રાઉન્‍ડ ખાતે તરૂણ કુમાર દુગ્‍ગલ અને શ્રી અનુપસિંઘ ગેહલોત, વલસાડ પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્‍ડ ખાતે, શ્રી બલરામ મીના અને શ્રીમતી નિપુર્ણા તોરવણે, પોલીસ હેડકવાર્ટર રાજકોટ ખાતે શ્રી વિશાલકુમાર વાઘેલા અને રેન્‍જ ડીઆઇજી શ્રી ડી.આર.પટેલ, એસઆરપી જુથ-૧૩ રાજકોટ ખાતે શ્રી મનોજ નિનામા અને શ્રી ડી.આર.પટેલ, એસઆરપી જુથ-૧૩, વાવ-સુરત ગ્રાઉન્‍ડ ખાતે સુશ્રી સરોજકુમારી અને શ્રીમતી નિપુર્ણા તોરવણે, ભાવનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે, શ્રી સુધીર દેશાઇ અને શ્રી બ્રિજેશ ઝા તેમજ ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે હિતેશ જોઇસર અને અનુપસિંઘ ગેહલોત રહેશે.

No comments:

Post a Comment