
ખાંસી જેવા રોગો ઘણા કારણોથી ઉત્પન્ન હોઈ
શકે છે. મૌસમમાં બદલાવને કારણ તળેલી વસ્તુઓનું વધારે સેવન કરવાને કારણે
,ઠંડી વસ્તુઓનું સેવન કરવું , કોઈ
પણ વસ્તુથી એલર્જીના કારણે ધૂળ માટીના કારણે પણ ખાંસી શરૂ થઈ શકે છે.
ખાંસી પણ ઘણી રીતની હોઈ શકે છે. વધારે ખાંસી આવવાને કારણે આપણી તંદુરસ્તી પર
વધારે અસર પડે છે. આ રોગનો ઉપચાર તમે સાઈડ ઈફેક્ટસ વાળી દવાઓ લીધા વગર
ઘરમાં રહેલી પ્રાકૃતિક વસ્તુઓની મદદથી સહેલાઈથી કરી શકો છો. જો ખાંસીથી 2 અઠવાડિયા સુધી છુટકારો ન મળે તો ડાકટરનો તરત જ સંપર્ક કરવો.
* 10-15 તુલસીના પાન ,8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી,શરદી અને તાવ ઠીક થઈ જાય છે.
* આંમળાને સુકાવીને ચૂરણ બનાવીને એમાં સમાન
માત્રામાં ખાંડ મિક્સ કરી લો. દરરોજ સવારે એનું 6 ગ્રામ તાજા પાણી સાથે
સેવન કરો. જૂનાથી જૂની ખાંસી પણ થોડા દિવસોમાં ઠીક થઈ જશે.
* પાકેલા સફરજનનો રસ કાઢી અને એમાં સાકર મિકસ કરી દરરોજ એને પીવાથી ખાંસીથી રાહત મળે છે.
* મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે.
* તુલસીના પાન ,મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ચાળીને પીવાથી ખાંસીથી છુટકારો મળે છે.
* બે ગ્રામ ઈલાયચીના દાણાને ચૂરણ અને સૂંઠના પાવડર સાથે લઈને બન્નેને મધમાં મિક્સ કરી એનું સેવન કરવાથી ખાંસી દૂર થાય છે.
No comments:
Post a Comment