Feb 25, 2015

બદ્રી કેદાર યાત્રા એટલે પ્રવાસ સાથે ભક્તિનો સંગમ

હિમ આચ્છાદિત પર્વતો, સ્થાપત્ય અને ઈશ્વર આરાધનાનો લાભ એટલે ચાર ધામ યાત્રા. બદરીનાથ-કેદારનાથના પવિત્ર મંદિરો પ્રાચીનકાળથી જ ભારતીય જનતાના હૃદયમાં ભક્તિ-ભાવનાને જાગૃત રાખી રહ્યા છે.
પૌરાણિક કથા અનુસાર ભગીરથ રાજાની પ્રાર્થના અને તપથી પ્રસન્ન થઈને દેવી ગંગાએ પૃથ્વી પર અવતરણ કરવા વિચાર્યુ. ગંગાનો પ્રચંડ પ્રવાહ ધરતી ઝીલી શકશે નહીં તેવું લાગતા શિવજીને ગંગાને જીલવા પ્રાર્થના કરી. શિવજીએ જટામાં ઝીલી લઈને ગંગાને નદીના સ્વરૂપમાં પૃથ્વી પર બાર ધારામાં વહેતી કરી. આમ ગંગા ધારાઓમાં વિભક્તથઈને પૃથ્વી પર પવિત્ર માના રૂપે અવતરિત થઈ.
ચાર મુખ્ય ધારાઓ અલકનંદા, મંદાકિની, ભગીરથી તથા યમુનાના સ્થળ મુખ્ય તીર્થ ગણાયા. તે'ચારધામ'ના નામે ઓળખવા લાગ્યા. બદરીનાથ અલકનંદાના તટ પર જે ભગવાન વિષ્ણુને સર્મિપત છે. કેદારનાથ મંદાકિનીના તટ પર જે ભગવાન શિવને સર્મિપત છે.
બંને મંદિરો ઉચ્ચ હિમાચ્છાદિત પર્વતો પર અનોખા પ્રાકૃતિક સૌંદર્યની વચમાં, વિસ્તૃત ઘાસના મેદાનથી ઢંકાયેલી ઘાટીમાં આવેલાં છે.
બદરીનાથના જોવા લાયક સ્થળોમાં શ્રી બદરીનાથજી મંદિર, તપ્તકુંડ, સૂર્યકુંડ, નારદકુંડ, માતા મૂર્તિ મંદિરનો સમાવેશ થાય છે. આસપાસના સ્થળોમાં માનાગ્રામ, વ્યાસ ગુફા- ગણેશ ગુફા- ભીમપુલ- વસુધારા પ્રપાત, પુષ્પઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, હેમકુંડ સાહિબ, જોશીમઠ, દેવ પ્રયાગ,  ગ્વાલધામ, ચમોલી, અને ગોવિંદઘાટ જોવા લાયક સ્થળો છે.
આકાશ માર્ગે દહેરાદૂન સુધી જઈ શકાય છે. ત્યાંથી પછી આગળ જવાય છે. નજીકનું રેલ સ્ટેશન ઋષિકેશ છે  તે ઋષિકેશ - હરદ્વાર તથા અન્ય શહેરો સાથે સડકમાર્ગે જોડાયેલા છે.
કેદારનાથ  જવા માટે બદરીનાથથી માર્ગ રૂદ્રપ્રયાગ બાજુ વળી જાય છે અને મંદાકિની ઘાટી સુધી જાય છે. ગૌરીકુંડથી પછી કેદારનાથ માટેનો રસ્તો શરૂ થાય છે.
કેદારનાથમાં જોવાલાયક સથળોમાં કેદારનાથ મંદિર, આદિ શંકરાચાર્યની સમાધિ, ભૈરવનાથ મંદિર મુખ્ય છે. નજીકના સ્થળોમાં ગાંધી સરોવર, વાસુકી તાલ, ગૌરીકુંડ, સોનાપ્રયાગ, ત્રિયુગી નારાયણ, ગુપ્તકાશી, કખીમઠ, અને અગસ્ત્ય સુનિ  આવેલા છે.
હિમાલયના ચાર ધામની યાત્રા ઉનાળા દરમિયાન જ કરી શકાય છે બદ્રીનાથ કેદારનાથના મંદિરો  નવેમ્બરથી મે સુધી બંધ રહે છે

No comments:

Post a Comment