ઉમેદવારો ધક્કા ખાઇ રહ્યા છે
સ્કૂલ કમિશનરની સૂચના બાદ DEO એ જાન્યુ.માં શાળાઓને આદેશ કર્યો
પણ તેનું પાલન થતું
અમદાવાદ, ગુરુવારગુજરાત સરકારે HTAT નાં મેરિટમાં આવેલા લગભગ ૩૦ થી ૩૨ ઉમેદવારોને અમદાવાદની વિવિધ શાળાઓમાં નિમણૂક આપી હતી. પરંતુ હજુસુધી ૨૬ ઉમેદવારોને શાળાઓએ આચાર્યપદે નિમણૂક આપી હાજર કર્યા નથી. આવા ઉમેદવારો ડીઇઓ કચેરીમાં ધક્કા ખાઇ રહ્યા છે. ડીઈઓએ જાન્યુઆરી મહિનામાં જ આવી શાળાઓને લેખિતમાં આચાર્યોને હાજર કરવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢના એક મહિલા ઉમેદવારોની ભરતીનાં મુદ્દે તેને હાજર કરવાનું જજમેન્ટ આપ્યું હતું. જેને પગલે સ્કૂલ કમિશનરે રાજ્યનાં તમામ ડીઈઓને આદેશ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે સરકારે નિમેલા ૭૦૦ આચાર્યોને શાળાઓમાં હાજર કરાવવાની કાર્યવાહી કરવી. જે શાળાઓએ ઉમેદવારોને હાજર નથી કર્યા તેની સામે શું પગલા લીધા તેનો રીપોર્ટ પણ મંગાવાયો હતો. જેને પગલે ડીઈઓએ પણ ૩જી જાન્યુઆરી ૨૦૧૫નાં રોજ આવી શાળાઓને આદેશ કર્યો હતો કે આપની શાળામાં પસંદ થયેલા ઉમેદવારોને ૭ દિવસમાં હાજર કરવા. નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
ડીઈઓએ એવી નોંધ પણ મૂકી હતી કે જો હાઈકોર્ટની અવગણના થાય તો તેની જવાબદારી ટ્રસ્ટી મંડળની રહેશે. આવા આદેશ બાદ લગભગ ચાર થી પાંચ શાળાઓએ આચાર્યોને હાજર કર્યા હતા. જેમાં સરકારના ભરતી બોર્ડને કોર્ટમાં પડકારનારા સંચાલક નારણ પટેલે જ પોતાની શાળામાં આચાર્યને હાજર કરી દીધા હતા !!! જયારે બીજી શાળાઓમાં તે સંચાલકો તેને અનુસરતા નથી.
દરમિયાનમાં સરકારે જેની નિમણૂકો માટેનાં આદેશો કર્યા છે અને છતાં શાળા સંચાલકો તેને હાજર નથી કરતા કે સ્વીકારતા નથી એવા ૨૬ ઉમેદવારો ડીઈઓ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. આમ છતાં હજુ આવા સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
Gujarat Revenue Department 1800 New Vacancies Related Official NewsCLIK HERE
તમારા ગામ ની માહિતી તથા હવામાન ઓનલાઈન જોવા અહી કિલક કરો
No comments:
Post a Comment