ગોંડલ,
તા. ૧૮ :. શહેરના વિદ્યામંદિર સ્કૂલ બિલ્ડીંગમાં બપોરના સુમારે ધો. ૧૨ના
ભૂગોળનું પેપર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ આપી રહ્યા હતા ત્યારે ૩.૫૫ કલાકે
જૂનાગઢ બહાઉદ્દીન કોલેજના પ્રોફેસર એમ.જે. નાગરેચા, પી.કે. કાસુંદ્રા તેમજ
વી.કે. અઘેરા ચેકીંગ કરવા દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ચિઠ્ઠી-ચબરખી
આપી દેવા જણાવ્યુ હતુ. દરમિયાન તાલુકાના મોટા દડવા આર.એમ.સી સરકારી
ઉચ્ચત્તર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીના પગ પાસે ચિઠ્ઠી પડેલ હોય સામેથી
ઉભી થઈ ચેકીગં સ્કવોડને આપવા જતા ચેકીંગ સ્કવોડે ઉલ્ટા ચોર કોટવાલ કો
દંડે તેવી નીતિ અખત્યાર કરી વિદ્યાર્થીનીને ધમકાવવા લાગતા મામલો ગરમાયો
હતો.
સ્કવોડ
ટીમે એટલેથી ન અટકી વિદ્યાર્થીનીનો હાથ પકડી કલાસ રૂમની બહાર ઢસડીને લાવી
ગેરવર્તણુક કરતા વિદ્યામંદિર સ્કૂલના સ્થળ સંચાલક ભૂપતસિંહ ચુડાસમા,
એમ.વી. પવાર તેમજ બી.સી. કુબર સહિતના શિક્ષકો દોડી ગયા હતા. વિદ્યાર્થીની
સાથે ગેરવર્તણુક લઈ બન્ને વચ્ચે ગરમાગરમી થતા સ્થળ ઉપર પોલીસના ધાડા
ઉતરી જવા પામ્યા હતા. ચેકીંગ સ્કવોડના અધિકારીઓએ લાજવાને બદલે ગાજી
વિદ્યાર્થીની ઉપર કોપી કેસ દાખલ કર્યો હતો.
ઘટનાની
જાણ વિદ્યાર્થીનીના સ્કૂલની બહાર ઉભેલા વિદ્યાર્થીનીના વાલીઓને થતા તેઓ
પણ ઉગ્ર બન્યા હતા અને વિદ્યાર્થીનીના બનેવી યોગેશભાઈ જોગણીયાએ સ્કવોડ
અધિકારીઓ વિરૂદ્ધ ગેરવર્તણુક અંગેની ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.
સ્કવોડ
અધિકારીઓએ ખોટી બબાલ ઉભી કરી વિદ્યાર્થીઓનો અડધાથી પોણો કલાકનો સમય
ખોરવ્યો હોવાનું વાલીઓ તથા શિક્ષકોએ જણાવ્યુ હતુ. સ્કૂલમાં રાખવામાં
આવેલ સીસીટીવી કેમેરામા પણ સ્કવોડ અધિકારીઓની ગેરવર્તણુક કેદ થઈ હોવાનું
વાલીઓ તથા સ્થળ સંચાલકોએ જણાવ્યુ હતું
No comments:
Post a Comment