Jul 12, 2016

ઇન્કમટેકસ રિટર્ન હવે ટેકસ એપથી ભરો

હેલો ટેક્ષ એપ : માત્ર ૩ કે ૪ મિનિટમાં જ ભરાઇ જશે રિટર્ન  નવી દિલ્હી તા. ૪ : જુલાઈ મહિનો આવતાં જ પગારદાર વર્ગ માટે ઇન્કમટેકસ રિટર્ન ફાઈલ કરવાનું મુસિબતભર્યું કામ સામે આવી જાય છે. લોકો ઈનકમટેકસ રિટર્ન નિષ્ણાતો તેમજ સીએ જેવા પ્રોફેશનલને શોધવા લાગે છે. પરંતુ 'એન્જલ પૈસા' નામના સ્ટાર્ટ અપે આ પડકારને સરળ બનાવવા માટે હેલો ટેકસ નામની એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી ત્રણ ચાર મિનિટોમાં કોઈપણ વ્યકિતએ પોતાની જાણકારી આપ્યા વગર ઇન્કમટેકસ રિટર્ન ભરી શકાય છે. આ એપ એન્ડ્રોઈડ વિન્ડોઝ અને એપલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
      ઈનકમટેકસ રિટર્ન દાખલ કરવા માટે કોઈપણ સ્માર્ટ ફોન ધારક પોતાના ફોન પર હેલ્લો ટેકસ એપને ડાઉનલોડ કરી શકે છે. ડાઉન લોડ કર્યા બાદ એપમાં જઈને પોતાનું ફ્રેસ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. જેમાં એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. ત્યારબાદ આઈટીઆરમાં જઈને અરજદારે પોતાની જાણકારી આપવાની હોય છે. આ કામમાં ત્રણ ચાર મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ અરજદારે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ૧૨૫ રૂપિયા આપવાના હોય છે અને રિટર્નનું કામ પૂરું થઈ જાય છે.
      હેલ્લો ટેકસ એપને વિકસાવવાનું કામ ત્રણ યુવાન કરી રહ્યા છે. અત્યાર સુધી લગભગ ૧૫ હજાર લોકો આ એપ દ્વારા પોતાનું વાર્ષિક ઇન્કમટેકસ રિટર્ન ભરી ચૂકયા છે. હેલ્લો ટેકસના સહસંસ્થાપક ચાર્ટડ એકાઉન્ટન્ટ હિમાંશુકુમાર કહે છે કે અમે નોન પ્રોફેશનલ લોકોને ધ્યાનમાં રાખતાં આ એપ બનાવી છે. તેમણે જણાવ્યું કે એપનાં માધ્યમથી રિટર્ન ભરવા દરમિયાન તમારો પગાર કેટલો છે અને તમે કયાં કામ કરો છો જેવી તમારી પર્સનલ જાણકારી કોઈને મળતી નથી.

No comments:

Post a Comment