Sep 27, 2014

News Upadate


 ભારતે રચ્યો ઈતિહાસ, મંગળમાં સ્થાપિત થયું મંગળયાન

 ભારતે રચ્યો ઈતિહાસ, મંગળમાં સ્થાપિત થયું મંગળયાન
ભારતનું મંગળયાન મંગળની કક્ષામાં પ્રવેશ થઈ ગયું છે. મંગળની કક્ષામાં યાનનો પ્રવેશ કરનાર ભારત ચોથો દેશ છે. પરંતુ અશિયાઈ દેશોમાં ભારત પ્રથમ દેશ છે જેમનું પ્રથમ પ્રયાસે યાન મંગળ કક્ષામાં પ્રવેશ થયો છે. મંગળયાનનું મગળની કક્ષામાં પ્રવેશ થતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યાં છે. ભારત દ્વારા બનાવાવમાં આવેલું મંગળ યાન માત્ર રૂ. 450 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. મિશન મંગળયાનને સફળતા મળતા ઈસરો સેન્ટરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
મંગળયાન મંગળમાં સ્થાપિત થતાં સોનિયા ગાંધી સહિત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ગુજરાતના વડાપ્રધાન આનંદીબેન પટેલે પણ ઈસરોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત અમેરિકાની વૈત્રાનિક સંસ્થા નાસાએ પણ ઈસરોને અભીનંદન પાઠવ્યા હતાં.
નરેન્દ્ર મોદીએ ઈસરોમાં આપેલા ભાષણની હાઈલાઈટ્સ
વડાપ્રધાને રચેલી ગુજરાતી બે પંક્તિ સંભળાવી : નિષ્ફળ જઈશું તો ટીકા થશે અને સફળ થઈશું તો ઈર્ષા પાત્ર થઈશું
દેશના દરેક નાગરિકે વૈજ્ઞાનિકો પર ગર્વ કરવું જોઈએ, આપણી ક્રિકેટ ટીમ એક ટુર્નામેન્ટ જીતીને આવે તો આપણે તેમને વધાવી લઈએ છીએ, જ્યારે આપણાં વૈજ્ઞાનિકોએ એક ઐતિહાસીક સીદ્ધી મેળવી છે
ભારત મંગળ સુધી પહોંચનાર એશિયાનો પ્રથમ દેશ છે
ભારતે અમેરિકા અને યુરોપને પણ પાછળ છોડ્યું છે
મને આપણાં વૈજ્ઞાનિકો પર ગર્વ છે
મારા ઈસરોના વૈજ્ઞાનિકોને અશ્કયને શક્ય કરવાની આદત પડી ગઈ છે
વૈજ્ઞાનિકો સવારથી મુંઝવણમાં હતાં કે મને બોલાવો કે નહીં, પરંતુ મે કહ્યું કે નિષ્ફળ પણ થઈશું તો તેની જવાબદારી હું લઈશ
પહેલા પ્રયાસમાં અત્યાર સુધી કોઈને સફળતા નથી મળી
મને મિશનની સફળતા પર વિશ્વાસ હતો
હોલિવૂડની ફિલ્મ કરતાં પણ સસ્તામાં આપણે મંગળ યાન બનાવ્યું છે
મિથેન ગેસનું સેન્સર અને કેમેરા ઈસરોમાં બન્યું છે
આજે બપોર સુધીમાં મંગળ ગ્રહ પરથી પ્રથમ તસવીર મળશે
મંગળની કક્ષામાં પહોંચનાર ભારત ચોથો દેશ છે
આજે ઈતિહાસ રચાયો છે
દેશ માટે આજે ઐતિહાસીક દિવસ
દેશ અને ઈસરો માટે આજે મહત્વનો દિવસ
યાનમાં મંગળનું મિલન થઈ ગયું
પીએમ નરેન્દ્ર મોદીએ અભીનંદન આપ્યા.
અમેરિકી છાપામાં પીએમ મોદીએ લખ્યો લેખ, "જલ્દી જોવા મળશે બદલાયેલુ ભારત"

modi
 
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વ્યસ્ત અમેરિકા પ્રવાસના એક દિવસ પહેલા અમેરિકાના છાપા વોલ સ્ટ્રીટ જર્નલમાં પોતાનો લેખ લખ્યો છે કે આવનારા એક મહિનામાં તમને એક બદલાયેલુ ભારત જોવા મળશે. તેમણે લખ્યુ કે જો તમે પહેલા ક્યારેય ભારત ગયા છો તો આવનારા મહિનાઓમાં તમને બદલાયેલુ ભારત જોવા મળશે. ભારતને વેપાર, વિચાર, શોધ, નવાચાર અને પર્યટન માટે ઉદાર અને મૈત્રીપુર્ણ બનાવવામાં આવશે. 
 
અમેરિકાને પ્રાકૃતિ વૈશ્વિક ભાગીદાર બતાવતા મોદીએ લખ્યુ છે કે ભારત અને અમેરિકા એક બીજાની સફળતામાં મૂળભૂત ભાગ રાખે છે.  'મેક ઈન ઈંડિયા' અભિયાનની શરૂઆતના એક દિવસ પછી પ્રધાનમંત્રીએ લખ્યુ કે ભારતમાં અફસરશાહીને સરળ અને નાનુ બનાવવાની સાથે જ સરકારને પારદર્શી અને જવાબદાર બનાવવામાં આવશે. તેમણે લખ્યુ કે વિકાસને વધારવા અને લોકોની મૂળભૂત જરૂરિયાતોને પુર્ણ કરવા માટેની ખૂબ જરૂર છે. જેને અમે પુર્ણ કરીશુ અને વિશ્વ સ્તરીય આધારભૂત માળખુ તૈયાર કરીશુ.  અમે અમારા શહેરોને સ્માર્ટ અને રહેવા લાયક બનાવીશુ અને અમારા ગામ આર્થિક ફેરફારના નવા એંજિન બનશે.  'મેક ઈન ઈંડિયા' અમારી પ્રતિબદ્ધતા છે જે સૌને માટે આમંત્રણ છે. જેનાથી ભારતને એક વૈશ્વિક નિર્માણ હબ બનાવી શકાય. 
 
 પોતાના લેખમાં મોદીએ લખ્યુ કે ભારતમાં ફેરફારની ઊંચી લહેર છે. 1.25 અરબ લોકો રાજનીતિક સ્થિરતા, ગુડ ગવર્નેસ અને ઝડપી વિકાસ ઈચ્છે છે. મોદી પાંચ દિવસની અમેરિકા યાત્રા પર ગયા છે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપશે અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન અમેરિકામાં રહેનારા ભારતીયોને મોદી ન્યૂયોર્કના મેડિસન ગાર્ડનમાં સંબોધિત કરશે.