Sep 16, 2014

NROER(National Repository of Open Educational Resources



NROER શું છે ?
NROERની વેબસાઈટમાં જવા માટે nroer.gov.in પર ક્લિક કરવું.
NROER એક ઓપન શૈક્ષણિક રિસોર્સ પ્લેટફોર્મ છે જ્યાં દેશની જુદી જુદી ભાષાઓમાં તૈયાર થયેલ શૈક્ષણિક માહિતી અપલોડ કરવામાં આવે છે. જે માહિતી કોઈપણ શિક્ષણમાં રસ ધરાવતી વ્યક્તિ કરી શકે છે. તે માટે તેમને તે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. માહિતી જોવા માટે રજીસ્ટ્રેશનની જરૂર નથી.
NROER પર યુઝર દ્વારા અપલોડ થયેલ માહિતી ને મુકવામાં આવે છે. આ માહિતીનો મૂળભૂત હેતુ દેશના શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકો આ માહિતીનો ઉપયોગ કરી શકે તેવો છે.
અહી પાઠ્યપુસ્તક તેમજ તેના સંદર્ભો સાથે જોડાયેલા જુદા જુદા ખ્યાલોને એક સાથે જોવા Concept Libraryની સુંદર વ્યવસ્થા છે જેથી કન્સેપ્ટ મેપ તૈયાર થાય છે અને સરળતા થી જોઈ શકાય છે. દા.ત. ઊર્જા (Energy) search કરતા મેપ તૈયાર થશે.
રજીસ્ટ્રેશન કરાવવા માટે શું કરવું ?
nroer.gov.in પર ક્લિક કરો.
તેના હોમેપેજના નીચેના ભાગમાં Register પર ક્લિક કરતા નીચેનું પેજ ખુલશે
તેમાં જરૂરી વિગતો અને તમારુ ઇમેલ enter કરતા તમારા ઇમેલ પર તેની વેરીફીકેશન લીંક મોકલવામાં આવશે જે ક્લિક કરતા તમે register user બનશો.
Register થયા બાદ તમે તેમાં લોગીન કરી માહિતી અપલોડ કરી શકશો.