Sep 16, 2014

HTAT EXAM 2014:-WRONG ANSWER HOVA 6ATA GRACING MARKS N APYA.

ખોટો વિકલ્‍પ છતાં ગ્રેસીંગ ન અપાતા વિદ્યાર્થીમાં રોષ.
ગયા મહિને એચ-ટાટની પરીક્ષા યોજાઈ હતી : એચ-ટાટની પરીક્ષામાં સવાલોના સાચા જવાબો મુકાયા બાદ પણ ભૂલ હોવાથી બધા વિદ્યાર્થી ભારે પરેશાન થયા
અમદાવાદ, તા.૧૫,પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા માટે રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત મહિને લેવાયેલી એચ-ટાટની પરીક્ષામાં પુછાયેલા સવાલોના સાચા જવાબોની આનસર-કી ઓનલાઈન મુકવામાં આવી છે. જો કે કયો ગ્રહ ઉંધી દિશામાં ફરે છે, પુછાયેલા સવાલના જવાબને લઈને વિવાદ ઉઠવા પામ્‍યો છે. રાજ્‍યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્‍ય શિક્ષક બનવા માટે રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત ૩૦મી ઓગસ્‍ટે તાલીમાર્થી સ્‍નાતક સહિત શિક્ષક ઉમેદવારોની એચ-ટાટની પરીક્ષા લેવાઈ હતી.
આ પરીક્ષામાં પુછાયેલા ૧૫૦ ગુણના હેતુલક્ષી સવાલોના સાચા જવાબોની આન્‍સર-કી બોર્ડ દ્વારા ઓનલાઈન મુકવામાં આવી છે. જેમાં પેપરમાં થયેલી ક્ષતિયુક્‍ત ત્રણ સવાલોના ગુણ ઉમેદવારોને આપવામાં આવ્‍યા છે. જો કે હજુ પણ એક સવાલને લઈને વિવાદ ઉઠવા પામ્‍યો છે. કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઉંધી દિશામાં ફરે છે, સવાલના જવાબના વિકલ્‍પમાં શનિ, બુધ, પ્‍લુટો અને યુરેનસ અપાયા હતા. બોર્ડ દ્વારા ઓનલાઈન મુકાયેલી આન્‍સર કીમાં સાચો જવાબ યુરેનસ દર્શાવ્‍યો છે. જો કે સાચો જવાબ શુક્ર આવતો હોવાથી સાચા ઉમેદવારોને એક ગુણનું નુકશાન જવાની દહેશતને લઈને કચવાટ ઉઠવા પામ્‍યો છે. રાજ્‍ય પાઠયપુસ્‍તક મંડળ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ધોરણ-૧૦ વિજ્ઞાન અને ટોકનોલોજીના પુસ્‍તકના બ્રહ્માંડ પ્રકરણમાં પાના નંબર-૧૦૮ પર સ્‍પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, બ્રહ્માંડનો એક માત્ર શુક્ર ગ્રહ જ એવો છે કે જે ઉંધી દિશામાં ફરે છે. આ અંગે શૈલેષ ચૌધરી સહિત ઉમેદવારોએ આક્રોશ વ્‍યક્‍ત કરી રહ્યા છે કે, ઉંધી દિશામાં ફરતા ગ્રહના સવાલના જવાબમાં શિક્ષણ તંત્ર ખુદ ઉંધુ પરી રહ્યું હોય એમ લાગે છે. રાજ્‍ય પાઠયપુસ્‍તક મંડળ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા પુસ્‍તકમાં સ્‍પષ્ટ ઉલ્લેખ હોવા છતાં રાજ્‍ય પરીક્ષા બોર્ડ યુરેનસ જવાબ ક્‍યાંથી લાવ્‍યું ? મોટો સવાલ છે. એક સવાલના બે જવાબ દર્શાવતાં અહીં પરીક્ષા બોર્ડ સાચું કે પુસ્‍તક મંડળ એ નક્કી થઈ શકતું નથી ?