નવી દિલ્હી, 11 ડિસેમ્બર
ઘણી સદીઓ પહેલેથી ભારતની ઓળખાણ રહેલા યોગને હવે એક નવો દરજ્જો મળવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુઓની અપીલ રંગ લાવી છે. 11 ડિસેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવામાં આવશે. કેન્દ્ર સરકારના પ્રવક્તા અકબરૂદ્દીને પણ ટ્વિટ કરીને આ જાહેરતાની માહિતી આપી હતી. વિશ્વ યોગ દિવસને 175 દેશોએ પોતાનું સમર્થન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને સમગ્ર દેશવાસીઓ અને યોગપ્રેમીઓને અા વાતના અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત
રાષ્ટ્રમાં પતાના પહેલાં સંબોધનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટેની
એક જોરદાર લોબિંગ કર્યું હતું.આ પ્રસ્તાવમાં પ્રધાનમંત્રીએ 21 જૂનને
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં માન્યતા આપવાની વાત કરી હતી. નરેન્દ્ર
મોદીના આ પ્રયાસને 175 દેશોએ સમર્થન આપ્યું છે. આ પહેલો મોકો નથી જેમાં
નરેન્દ્ર મોદીનો યોગ પ્રેમ સામે આવ્યો હોય, પીએમ મોદી સતત દુનિયા ભરમાં યોગ
પ્રચાર કરતા રહે છે. અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા, વડાપ્રધાન પોતાના
સંબોધનમાં સતત યોગના વખાણ જરૂર કર્યા છે.
દેશ અને દુનિયામાં યોગને મોટી ઓળખાણ આપવામાં દેશમાં બે લોકોનો મહત્વનો ફાળો છે, એક છે યોગગુરૂ બીએસ આયંગર અને યોગગુરૂ બાબા રામદેવ. આયંગર યોગન સેલિબ્રિટી છે તો રામદેવની કપાલભાતી અને અનુમોલ-વિમોલ ઘર ઘરમાં પહોંચી ગયા છે. યોગને સામાન્ય લોકો સધી પહોંચાડવામાં આપણી ફિલ્મોનો પણ મોટો ફાળો છે.
ભારતમાં જન્મેલી યોગ પધ્ધતિઓને પસંદ કરનારા લોકો આખી દુનિયામાં છે. બોલિવૂડથી લઇને બોલીવૂડ સુધી તમામ સ્ટાર યોગ કરે છે અને તેના વખાણ પણ કરે છે. યોગ હંમેશાથી વિદેશીઓને પ્રભાવિત કરતા આવ્યા છે. માત્ર એકલા અમેરિકામાં 1.5 કરોડ લોકો નિયમિત યોગ કરે છે.