ગેડેટ્સની દુનિયામાં રોજ કંઈક નવુ આવતું રહેતુ હોય છે અને હવે તો એવા પણ
ગેજેટ્સ આવવા લાગ્યા છે કે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહિં હોય. જે લોકો
સતત સ્માર્ટફોનને તેમના હાથમાં રાખે છે તે લોકોએ વિચાર્યું હશે કે
સ્માર્ટફોન તેમના હાથમાં જ ફિટ થઈ જશે. સ્માર્ટફોનના સિક્રેટને ધ્યાનમાં
રાખીને હવે એક એવુ બ્રેસલેટ બનાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિના કાંડામાં જ
સ્માર્ટફોન ફિટ કરી દે છે.
આ બ્રેસલેટમાં પાઈક્રોપ્રોજેક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે પાઈક્રોપ્રોજેક્ટર તમારા હાથના કાંડામાં ઈન્ટરફેસ
ઈમેજ બનાવે છે. આ ઈન્ટરફેસ ઈમેજને તમે અડો છો ત્યારે તે હાથના કાંડા પર
પહેરેલા બ્રેસલેટને સુચના આપે છે. બ્રેસલેટની અંદર ચિપ લગાવવામાં આવેલી હોય
છે જેના આધારે આ બ્રેસલેટ કામ કરતું હોય છે.
સીક્રેટ બ્રેસલેટથી મેઈલ વાંચી શકાય છે, જીપીએસ ખોલીને મેપ પણ દેખી શકાય છે
અને તેમાં ઝુમ ઈન અને ઝુમ આઉટનો ઓપ્શન પણ આપવામાં આવ્યો હોય છે.આ
બ્રેસલેટના આધારે તમે ગેમ પણ રમી શકો છો. આ બ્રેસલેટથી કોલ પણ ઉપાડી શકાય
છે પરંતુ સમસ્યા એટલી હશે કે તેમાં તમારે સ્પીકર ઝોન કરવું પડશે. આ
બ્રેસલેટને વોટર પ્રૂફ બનાવવામાં આવ્યું હોવાથી તેના પર પાણી પડે તો પણ કોઈ
ચિંતા કરવાની જરૂર નથી.
આ સિવાય આ બ્રેસલેટમાં બ્લુટ્રૂથ, વાઈ-ફાઈ, એસડી કાર્ડ જેને 16 અને 32 જીબી
સુધી વધારવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ બ્રેસલેટ
સ્માર્ટફોનની કિંમત 400 અમેરિકી ડોલરની નજીક હશે અને તેને એક વર્ષ સુધી
હાથમાં દેખાઈ શકાશે.
આ બ્રેસલેટમાં પાઈક્રોપ્રોજેક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે પાઈક્રોપ્રોજેક્ટર તમારા હાથના કાંડામાં ઈન્ટરફેસ ઈમેજ બનાવે છે. આ ઈન્ટરફેસ ઈમેજને તમે અડો છો ત્યારે તે હાથના કાંડા પર પહેરેલા બ્રેસલેટને સુચના આપે છે. બ્રેસલેટની અંદર ચિપ લગાવવામાં આવેલી હોય છે જેના આધારે આ બ્રેસલેટ કામ કરતું હોય છે.
સીક્રેટ બ્રેસલેટથી મેઈલ વાંચી શકાય છે, જીપીએસ ખોલીને મેપ પણ દેખી શકાય છે અને તેમાં ઝુમ ઈન અને ઝુમ આઉટનો ઓપ્શન પણ આપવામાં આવ્યો હોય છે.આ બ્રેસલેટના આધારે તમે ગેમ પણ રમી શકો છો. આ બ્રેસલેટથી કોલ પણ ઉપાડી શકાય છે પરંતુ સમસ્યા એટલી હશે કે તેમાં તમારે સ્પીકર ઝોન કરવું પડશે. આ બ્રેસલેટને વોટર પ્રૂફ બનાવવામાં આવ્યું હોવાથી તેના પર પાણી પડે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ સિવાય આ બ્રેસલેટમાં બ્લુટ્રૂથ, વાઈ-ફાઈ, એસડી કાર્ડ જેને 16 અને 32 જીબી સુધી વધારવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ બ્રેસલેટ સ્માર્ટફોનની કિંમત 400 અમેરિકી ડોલરની નજીક હશે અને તેને એક વર્ષ સુધી હાથમાં દેખાઈ શકાશે.