- ચીની
કહેવત
સવારની તાજગી
કંઈક જુદી હોય છે. તેમાંય શિયાળાની સવાર હોય તો શિયાળુ તડકો સવારમાં જે હૂંફ આપે છે તે મજાની હોય છે.
શિયાળાની ઠંડીમાં સવારનો તડકો જાણે રાબ બનાવી પી લેવાની ઇચ્છા થાય છે. ઠંડીમાં ઠૂંઠવાતા લોકો જ્યારે તડકાને
માણી રહ્યા હોય છે ત્યારે તડકાની ગરમ ગરમ પાતળી ચાદર ઓઢીને ફરતા હોય તેવું
લાગે છે. ક્યાંક ક્યાંક તાપણે બેઠેલા માણસો ઠૂંઠવાઈ ગયેલી જિંદગીને તાપવા
બેઠા હોય તેવા લાગે છે. આપણે જ્યારે જ્યારે દુઃખની ઠંડીમાં ઠૂંઠવાઈ જઈએ
છીએ, આપણી પીડાના
હિમ જેવા બરફમાં જામવા લાગીએ છીએ, ત્યારે આપણને આવા જ કોઈ તાજા તડકા જેવા સુખની ઝંખના હોય છે.
સવાર થતાં ફૂલો ડાળી પર ખીલી ઊઠે છે. તેને જોઈને કોઈ વ્યક્તિને પણ એ રીતે ખીલવાની ઇચ્છા થઈ જાય તો તે વ્યક્તિ પણ ફૂલની જેમ મહેકી શકે. વહેલી પરોઢે ચારે બાજુ ઝાંખું ઝાંખું ધુમ્મસ પથરાયેલું હોય છે. ધુમ્મસના વિશાળ દરિયાની અંદર માણસ પોતે માછલીની જેમ તરતો હોય એવું ભાસે છે. સવાર આપણને ઇમેજિસ આપે છે, માત્ર આપણામાં તેને સમજવાની અને આપણા મનમાં રચવાની આવડત જોઈએ. ક્યારેક સવારમાં કાલિમાં પથરાઈ જાય તો તે સમયની માનસિકતા કવિતામાં કવિ જુદી રીતે દર્શાવે છે.
સુબહોં કી પેશાની પર યે કૈસી સિયાહી ફૈલી હૈ/ અપની અના કો હર લમ્હે શૂલી પર ચઢતા દેખ રહા હૂં.
અસરાર જૈદી નામના શાયરનો આ શેર છે. તે કહે છે સવાર સવારમાં મોઢા પર આ કેવી કાલિમા પ્રસરી ગઈ છે? કારણ કે મારા સ્વમાનનો ક્ષણે ક્ષણે ભંગ થઈ રહ્યો છે.
સવારમાં કરેલું આયોજન આખો દિવસ સુધારી દે છે. બપોરે કે બપોર પછી ઊઠનાર માણસ અડધો દિવસ આમ જ ખોઈ બેસે છે. તે સવારની હળવી ઊર્જા પામી નથી શકતો. પ્લાનિંગ વગરનું કામ પણ સારું થાય તે ખોટી વાત નથી, પણ દરેક વખતે સારું થાય તેની ખાતરી નથી હોતી. જ્યારે પ્લાનિંગથી કરેલું કામ ભાગ્યે જ નિષ્ફળ જતું હોય છે. જોવા જઈએ તો આખી દુનિયા આયોજનબદ્ધ છે. બ્રહ્માંડની રચનામાં પણ એક સૂક્ષ્મ અને ચોક્કસ આયોજન જોવા મળે છે. સૂર્યની આસપાસ અનેક ગ્રહો નિયમબદ્ધ રીતે યુગોથી ફરી રહ્યા છે. પૃથ્વી પોતાના સમયાનુસાર ગતિમાં ફરી રહી છે અને તેના આધારે સૂર્યનાં કિરણો ધરતી પર પડતાં રહે છે. ધરતી પર પડતાં આ કિરણો અનુસાર સવાર થતી રહે છે. સૂર્યનાં કિરણો ધરતી પર પડતાંની સાથે જ પંખીઓ જાગી જાય છે અને કલરવ કરવા લાગે છે. કોઈ પણ સફળ માણસ પોતાના ચોક્કસ આયોજનથી ચાલનારો હોય છે એટલે જ તો તે આટલા શિખર પર પહોંચી શક્યો હોય છે અને પોતાના નિર્ધારિત લક્ષ્યને પાર પાડવામાં સફળ થયેલો હોય છે. જે માણસ સવારે વહેલો ઊઠીને આખા દિવસનું આયોજન કરે છે તે દિવસને પણ ન્યાય આપે છે. છેક બપોરે ઊઠનાર માણસ આખા દિવસનું અપમાન કરતો હોય તેવું છે. કોઈ કારણસર જો મોડા ઊઠવું પડે અને કામ કે કામનું આયોજન ન થઈ શકતું હોય તો તે અપવાદ છે, પણ જ્યાં સુધી થઈ શકતું હોય ત્યાં સુધી કેમ ન કરવું? ચીનમાં કામના આયોજનને લઈને એક સુંદર કહેવત છે : વર્ષ માટેનો પ્લાન વસંતઋતુમાં બનાવો અને દિવસ માટેનો પ્લાન પ્રાતઃકાળે બનાવો. પ્રાતઃકાળે કરેલું આયોજન આખા દિવસને શિસ્તબદ્ધ અને કાર્યશીલ બનાવી દે છે. વર્ષનું આયોજન વસંતઋતુમાં કરવાનું કહ્યું તેમાં પણ ચોક્કસ કારણ છે. વસંતઋતુ ખૂબ જ મહત્ત્વની છે. કવિઓએ તો આ ઋતુનાં ભરપૂર ગુણગાન ગાયાં છે. તમે પણ તમારા વર્ષનું પ્લાનિંગ વસંતુઋતુમાં અને દિવસનું પ્લાનિંગ વહેલી પરોઢે કરી લેજો.