જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરીયર્સ એપ્રિલમાં મળશે.
નવી દિલ્હી : કેન્દ્રીય
કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો ચાલુ સપ્તાહે જાહેર થશે. મળતા
અહેવાલો મુજબ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ૬ ટકા ડીએ વધારાનો
નિર્ણય કેબીનેટ ચાલુ સપ્તાહે લેશે.
હવે પછી મળનાર કેન્દ્રીય કેબીનેટની મીટીંગમાં ડીએ વધારાની નોટ મંજુરી મુકવામાં આવે તેવી શકયતા છે. છ ટકા ડીએ વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓને ૧લી જાન્યુઆરી ર૦૧પથી અમલમાં આવે એ રીતે ડીએ વધીને થશે ૧૧૩ ટકા. કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરીથી માર્ચ ર૦૧પ સુધીનું એરીયર્સ એપ્રિલ મહિનામાં રોકડમાં ચુકવવામાં આવશે.
મોટાભાગના રાજયો પણ કેન્દ્રની ડીએની પેટર્નને અનુસરતા હોય છે. કેન્દ્ર દ્વારા જાહેરાત થયા બાદ વિવિધ રાજયો પણ તેના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ વધારાની ભેટ આપશે.
દરમિયાન સરકારે જણાવ્યુ છે કે, કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા ઘટાડીને પ૮ કરવા કે છ દિવસનું સપ્તાહ કરવા કોઇ પ્રસ્તાવ નથી. ફાઇવ-ડે વીકથી આગળ વધીને સિકસ ડે કરવાની કોઇ વિચારણા નથી. નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યુ હતુ. તેમણે કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા ઘટાડીને પ૮ વર્ષ કરવાની પણ કોઇ વિચારણા હાલ નહિ હોવાનું પણ જણાવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, ૭મું વેતનપંચ ર૦૧૪ની ફેબ્રુઆરી મહિનામાં રચાયુ હતુ. જે પોતાનો રિપોર્ટ ૧૮ મહિનામાં સરકારને સોપનાર છે.

No comments:
Post a Comment