Sep 16, 2014

IITE NE NCTE NI MANYTA HAJI SUDHI MALI NATHI.

ગુજરાત સરકારે શ્રેષ્‍ઠ શિક્ષક માટેની પ્રથમ ટીચર ઇન્‍સ્‍ટીયુટને NCTEની માન્‍યતા ન મળતા
IITE ગાંધીનગરના ૯૬ છાત્રો ૪ વર્ષના અભ્‍યાસ બાદ ડીગ્રી ન મળતા આંદોલનના માર્ગેઃ ઉગ્ર દેખાવો : પુર્વ પ્રથમ કુલપતિ ડો. કમલેશ જોશીપુરા અને યાદવ વિરૂધ્‍ધ સુત્રોચ્‍ચાર
રાજકોટ, તા., ૧૫: ગુજરાતમાં શ્રેષ્‍ઠ શિક્ષક માટેની ગુજરાત સરકારે પ્રથમ વખત પાંચ વર્ષ પુર્વે ટીચર્સ યુનિવર્સિટી ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચર એજયુકેશનની સ્‍થાપના ગાંધીનગરમાં કરેલ. સ્‍થાપનાને પાંચ વર્ષ બાદ નેશનલ કાઉન્‍સીલ ઓફ ટીચર એજયુકેશન ભોપાલની માન્‍યતા ન મળતા આજે પદવી માટે વિદ્યાર્થીઓ આંદોલન કરવા મેદાને પડયા છે.
જાણવા મળતી વિગતો મુજબ ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચર એજયુકેશનના ૯૬ વિદ્યાર્થીઓ આજ સવારથી જ પદવીની માંગ સાથે ઉગ્ર દેખાવો સાથે આંદોલનનો પ્રારંભ કર્યો છે. વિદ્યાર્થીઓ કહે છે કે, આ સરકાર માન્‍ય ઇન્‍સ્‍ટીટયુટમાં ૪ વર્ષનો અભ્‍યાસ પુર્ણ કર્યો છે. દર વર્ષે માર્કશીટ મળી પરંતુ હવે ડીગ્રી મેળવવાના સમયે માલુમ પડેલ કે એનસીટીઇની મંજુરી મળેલ નથી. આ યુનિવર્સિટીના સતાધીશોએ એનસીટીઇમાં મંજુરી માટે એપ્‍લાય ન થતા આ ગુંચવાડો ઉભો થયો છે.
વિદ્યાર્થીઓએ આજે પ્રથમ કુલપતિ ડો. કમલેશ જોશીપુરા અને વર્તમાન કુલપતિ શશીરંજન યાદવ વિરૂધ્‍ધ ઉગ્ર સુત્રોચારો કર્યા છે.